બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / કોલ ઇન્ડિયાની કંપનીમાં પડી ભરતી, 6 એપ્રિલ પહેલા ભરી દો ફોર્મ
Last Updated: 01:07 AM, 4 April 2026
કોલ ઇન્ડિયા લિમિટેડની પેટાકંપની મહાનદી કોલફિલ્ડ્સ લિમિટેડ (MCL) એ 664 જગ્યાઓ પર ભરતી પાડી છે. આ ભરતી માટે કોઈ ઇન્ટરવ્યૂ નહીં હોય. ઉમેદવારોની પસંદગી માત્ર કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) ના આધારે કરવામાં આવશે. ચાલો જાણીએ કે કોલ ઇન્ડિયામાં ખાલી જગ્યાઓ માટે કોણ અને કેવી રીતે અરજી કરી શકે છે.
ADVERTISEMENT
MCL અરજી પ્રક્રિયા 16 માર્ચ 2026 ના રોજ શરૂ થઈ હતી. જેમાં છેલ્લી તારીખ 6 એપ્રિલ 2026 છે. જેમાં વેબસાઇટ પર અંતિમ દિવસોમાં ખુબ ટ્રાફિક હોય છે જેના કારણે સર્વર સ્લો પડી શકે છે. આથી વહેલા અરજી કરવી જોઈએ.
ADVERTISEMENT
MCL એ કુલ 664 જગ્યાઓ માટે ભરતી છે. જેમાં જુનિયર ઓવરમેન (T&S ગ્રેડ-C) માટે 192 જગ્યાઓ, માઇનિંગ સિરદાર (T&S ગ્રેડ-C) માટે 448 જગ્યાઓ અને સર્વેયર (T&S ગ્રેડ-C) માટે 40 જગ્યાઓ સામેલ છે. સૌથી વધુ ખાલી જગ્યાઓ માઇનિંગ સરદાર માટે છે. જો તમારી પાસે માઇનિંગ સંબંધિત લાયકાત અને સર્ટિફિકેટ હોય તો તમારી પસંદગી થવાની શક્યતાઓ વધુ છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ ભરતીમાં કોઈ ઇન્ટરવ્યુ નહીં હોય. જેમાં ઉમેદવારોની પસંદગી માત્ર કમ્પ્યુટર બેસ્ડ ટેસ્ટ (CBT) દ્વારા કરવામાં આવશે. CBT માં બધા પ્રશ્નો ઉદ્દેશ્ય પ્રકારના (મલ્ટીપલ ચોઈસના ક્વેશ્ચન) હશે. આ પરીક્ષામાં કોઈ નેગેટિવ માર્કિંગ નથી; ઉમેદવારોને તેમની ઉંમર, શૈક્ષણિક લાયકાત અને જરૂરી સર્ટિફિકેટના આધારે શોર્ટલિસ્ટ કરવામાં આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.