બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / NICમાં સાયન્ટિસ્ટ-B પોસ્ટ માટે પડી ભરતી, જાણો લાયકાતથી સિલેક્શન પ્રોસેસ વિષે

કરિયર / NICમાં સાયન્ટિસ્ટ-B પોસ્ટ માટે પડી ભરતી, જાણો લાયકાતથી સિલેક્શન પ્રોસેસ વિષે

Nirav Kumar

Last Updated: 04:02 AM, 29 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટરમાં ભરતી પડી છે. જેમાં 243 ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. અહિંયા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 24 એપ્રિલ 2026 રખાઈ છે.

નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC) સાયન્ટિસ્ટ-B પદ માટે ભરતી પડી છે. જેમાં રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 24 એપ્રિલ, 2026 સુધી ફોર્મ ભરી શકે છે. NIC માં સાયન્ટિસ્ટતરીકે કામ કરવા માંગતા લોકો માટે આ એક સારો મોકો છે. આ પદો માટે અરજી પ્રક્રિયા 27 માર્ચથી શરૂ થઈ હતી. આ ભરતી પ્રક્રિયા હેઠળ વૈજ્ઞાનિક-B પદ માટે કુલ 243 ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

  • કોણ કરી શકે છે અરજી ?

સાયન્ટિસ્ટ-B પદ માટે અરજી કરવા માટે ઉમેદવારો પાસે એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી અને GATE સ્કોરકાર્ડ હોવું જરૂરી છે. ઉમેદવારોની ઉંમર 31 માર્ચ 2026 ના રોજ ગણવામાં આવશે. અરજી કરવા માટેની મેક્સીમમ વય મર્યાદા 30 વર્ષ છે. અનામત કેટેગરીના ઉમેદવારોને પણ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે. SC અને ST ઉમેદવારોને 5 વર્ષની વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. જ્યારે OBC ઉમેદવારોને ત્રણ વર્ષની વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

vtv app promotion
  • અરજી ફી

અરજી કરવા માટે અરજી ફી ચૂકવવી ફરજિયાત છે. અરજી ફી વગરના ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. જેમાં જનરલ, OBC અને EWS ઉમેદવારો માટે અરજી ફી 800 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આં સિવાય SC/ST, દિવ્યાંગ અને મહિલા ઉમેદવારોને અરજી ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે.

  • પસંદગી પ્રક્રિયા કેવી રીતે હાથ ધરવામાં આવશે?

ઉમેદવારોની પસંદગી તેમના GATE પરીક્ષાના સ્કોર્સ અને ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. ઇન્ટરવ્યૂમાં કુલ 40 ગુણ હશે.

વધુ વાંચો : બેંક ઓફ બરોડામાં થઇ રહી છે ભરતી, જાણો પોસ્ટ તથા અરજી કરવાની છેલ્લી તારીખ વિશે

  • ઓનલાઈન અરજી પ્રક્રિયા
  1. પહેલા સત્તાવાર વેબસાઇટ recruitment.nic.in પર જાઓ.
  2. વેબસાઇટના હોમપેજ પર રજીસ્ટ્રેશન લિંક પર ક્લિક કરો
  3. કાળજીપૂર્વક દરેક જરૂરી માહિતી દાખલ કરો.
  4. જરૂરી ડોક્યુમેન્ટની સ્કેન કરેલી કોપી અપલોડ કરો અને રજીસ્ટ્રેશન ફી ચૂકવો.
  5. છેલ્લે તેની પ્રિન્ટઆઉટ લઇ લો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

National Informatics Centre Scientist B Recruitment
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ