બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / બેંક ઓફ બરોડામાં થઇ રહી છે ભરતી, જાણો પોસ્ટ તથા અરજી કરવાની છેલ્લી તારીખ વિશે

BOB Vacancy 2026 / બેંક ઓફ બરોડામાં થઇ રહી છે ભરતી, જાણો પોસ્ટ તથા અરજી કરવાની છેલ્લી તારીખ વિશે

Bijal Vyas

Last Updated: 03:29 PM, 28 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે બેંકિંગ ક્ષેત્રમાં સરકારી નોકરી મેળવવાની ઇચ્છા રાખો છો, તો તમારા માટે સારા સમાચાર છે. બેંક ઓફ બરોડાએ તેના વેલ્થ મેનેજમેન્ટ સર્વિસીસ વિભાગમાં ગ્રુપ હેડ અને ડેપ્યુટી મેનેજરના પદો માટે ખાલી જગ્યાઓની જાહેરાત કરી છે.

જો તમે બેંકિંગ ક્ષેત્રમાં સરકારી નોકરી મેળવવાની ઇચ્છા રાખો છો, તો તમારા માટે સારા સમાચાર છે. બેંક ઓફ બરોડાએ તેના વેલ્થ મેનેજમેન્ટ સર્વિસીસ વિભાગમાં ગ્રુપ હેડ અને ડેપ્યુટી મેનેજરના પદો માટે ખાલી જગ્યાઓની જાહેરાત કરી છે. બેંકે 27 માર્ચે તેની ઓફિશિયલ વેબસાઇટ bankofbaroda.bank.in દ્વારા આ ભરતી માટે ઓનલાઈન અરજીઓ સ્વીકારવાનું શરૂ કરી દીધુ છે. જે ઉમેદવારો પોતાને આ પદો માટે યોગ્ય માને છે તેઓ અંતિમ તારીખ પહેલાં અરજી પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે.

BOB Bharti 2026: જરુરી તારીખો

  • અરજી કરવાની શરુઆતની તારીખ - 27 માર્ચ 2026
  • અરજી કરવાની છેલ્લી તારીખ -16 એપ્રિલ 2026

BOB Vacancy 2026: પોસ્ટવાઇઝ ભરતી

  • પોસ્ટ - વેકેન્સી
  • AVP II ગ્રપ હેડ- 04
  • AVP-II ટેરિટરી હેડ- 17
  • ડિપ્ટી મેનેજર સીનિયર રિલેશનશિપ મેનેજર- 70
  • ડિપ્ટી મેનેજર વેલ્થ સ્ટ્રેટજિસ્ટ- 13
  • કુલ - 104

આ પોસ્ટમાંની યોગ્યતા

બેંક ઓફ બરોડામાં આ ભરતી માટે બધી જગ્યાઓ માટે અરજી કરવા માટે જરૂરી શૈક્ષણિક લાયકાત માન્યતા યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી હોવી જરૂરી છે. જોકે, દરેક ચોક્કસ જગ્યા માટે અનુભવની આવશ્યકતાઓ અલગ અલગ રીતે નક્કી કરવામાં આવી છે. ગ્રુપ હેડના પદ માટે વેલ્થ મેનેજમેન્ટ, રિટેલ બેંકિંગ અથવા ફાઇનાન્શિયલ સર્વિસિસ ઉદ્યોગમાં રોકાણ સંબંધિત ઓછામાં ઓછો 10 વર્ષનો અનુભવ જરૂરી છે. ટેરિટરી હેડના પદ માટે 6 વર્ષનો કાર્ય અનુભવ જરૂરી છે. દરમિયાન ડેપ્યુટી મેનેજરની ભૂમિકા માટે ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ જરૂરી છે. ડેપ્યુટી મેનેજર (વેલ્થ સ્ટ્રેટેજિસ્ટ) ના પદ માટે પણ 3 વર્ષનો અનુભવ જરૂરી છે.

BOB ભરતી માટે વયમર્યાદા

  • વય મર્યાદા: ઓછામાં ઓછી 24થી મહત્તમ 45 વર્ષ (પોસ્ટ પર આધાર રાખીને) — અનામત વર્ગોને નિયમો મુજબ વયમાં છૂટછાટ મળશે.
  • પસંદગી પ્રક્રિયા: શોર્ટલિસ્ટિંગ / ઓનલાઈન ટેસ્ટ / સાયકોમેટ્રિક ટેસ્ટ, વગેરે.
  • ઓફિશિયલ ભરતી સૂચના- Bank Of Baroda Recruitment 2026 Notification PDF
  • અરજી કરવાની ડાયરેક્ટ લિંક - Bank Of Baroda Recruitment 2026 Apply Online
  • અરજી ફી: જનરલ/ઓબીસી/ઈડબ્લ્યુએસ ઉમેદવારોએ 850 રુપિયા ફી ચૂકવવાની રહેશે, જ્યારે એસસી/એસટી/પીડબ્લ્યુડી/ઈએસએમ/ડીઈએસએમ ઉમેદવારો અને મહિલાઓએ 175 રુપિયા ફી ચૂકવવાની રહેશે.

આ પણ વાંચોઃ શું એક્સાઈઝ ડ્યુટી ઘટવાથી ઘટી જશે પેટ્રોલ-ડીઝલના ભાવ? આજે જ જાણી લેજો

બેંક ભરતીમાં એપ્લાય કેવી રીતે કરવુ?

  • ફોર્મ ભરવા માટે બેંકની ઓફિશિય વેબસાઇટ bankofbaroda.bank.in પર જાઓ
  • અહીં Career Section બાદ Current Opportunities ટેબ પર ક્લિક કરો.
  • બધી બેંક ભરતીની તકો તમારી સમક્ષ હાજર થશે.
  • હવે, સંબંધિત ભરતી માટે લિંક પર ક્લિક કરો.
  • સૌપ્રથમ, તમારા માન્ય વ્યક્તિગત ઇમેઇલ આઈડી અને સંપર્ક નંબરનો ઉપયોગ કરીને રજિસ્ટ્રેશન પ્રોસેસ પૂર્ણ કરો.
  • રજિસ્ટ્રેશન પ્રોસેસ પૂર્ણ થયા પછી લોગ ઇન કરો. હવે, દરેક જે બોક્સમાં જે જાણકારી માંગી છે તેને ધ્યાનથી ભરી લો.
  • ડોક્યુમેન્ટ્સ વાળા સેક્શનમાં તમારા લેટેસ્ટ ફોટોગ્રાફ અને સહીને સ્કેન કરો અને અપલોડ કરો.
  • ભરેલા ફોર્મમાં બધી ડિટેલ્સ ચેક કરો અને તમારી કેટેગરી અનુસાર એપ્લિકેશન ફી ભરો.
  • ફોર્મ સબમિટ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરો અને પ્રિન્ટઆઉટ લો.
  • અરજી કરતી વખતે ખાતરી કરો કે તમે જે ચોક્કસ પોસ્ટ માટે અરજી કરી રહ્યા છો તે યોગ્ય રીતે પસંદ કરો છો, અને તમારા પ્રમાણપત્રો પર જે રીતે દેખાય છે તે રીતે બધી વિગતો ભરો. આ જગ્યાઓ કરાર આધારિત ભરવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

BOB Recruitment 2026 Job In Bank Bank Of Baroda
Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ