ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Food and Recipe / Recipe of Sukhdi- how to make sukhdi at home

રેસિપી / આજે જ બનાવો મહુડી જેવી ઘરે સુખડી, આવશે એક જેવો ટેસ્ટ

Published By: Krupa

Last Updated: 05:11 PM, 8 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુખડીનું નામ આવતા જ મોટાભાગના ગુજરાતીઓના મોઢામાં પાણી આવી જાય છે. મોટાભાગના લોકો સુખડી ખાવા સ્પેશ્યલ મહુડી જતાં હોય છે. પરંતુ શું તમે જાણો છો કે મહુડી જેવી સુખડી તમે ઘરે જ બનાવી શકો છો.

ADVERTISEMENT

મહુડીની સુખડી જગપ્રખ્યાત છે. મહુડીની સુડી મોઢામાં મૂકતા જ પીગળી જાય છે. તો જાણો આવી સુખડી ઘરે બનાવવાની રીત. 

સુખડી બનાવવાની સામગ્રી
1 કપ ઘી (થોડુંક થીજેલું)
1 કપ છીણેલો ગોળ
1 કપ ઘઉંનો લોટ

બનાવવાની રીત:
સૌ પ્રથમ એક જાડા વાસણમાં ઘી મૂકો. ઘી પીગળે એટલે તેમાં લોટ ઉમેરી ધીમા તાપે શેકી લો. લોટ લાલ ન થઇ જાય તેનું ખાસ ધ્યાન રાખવું. લોટ શેકાઈ જાય એટલે તેમાં છીણેલો ગોળ ઉમેરી 2થી 5 મિનિટ હલાવતા રહો. ત્યારબાદ સુખડી પાથરવા માટે થાળી લઈ તેને ઘી થી ગ્રીસ કરી આ થાળીમાં સુખડી પાથરો. થાળીમાં પાથરી ગરમ હોય ત્યારે જ તેના ચોસલા પાડી લો. તો તૈયાર છે 'સુખડી'. આ સુખડીને ગરમા ગરમ ખાવાની પણ ખૂબ મજા આવે છે. તેમજ આ સુખડી ઠંડી પડે એટલે તેને એક એર ટાઈટ ડબ્બામાં ભરી 15થી 20 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. તમે ઇચ્છો તો તેમાં 2 ટે.સ્પૂન સુંઠ પાવડર ગોળ નાખતી વખતે નાખી શકો છો. તેમજ તેમાં વરિયાળી અને ડ્રાયફ્રૂટ પણ ઉમેરી શકો છો.

સંકળાયેલા મુદ્દાઓ

Mahudi Recipe sukhdi મહુડી રેસિપી સુખડી recipe

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ