બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / Reaching the footsteps of Lord Krishna, Kangana made a big announcement for the 2022 elections, a huge crowd to see
ADVERTISEMENT
હિન્દી ફિલ્મોની ચર્ચિત અભિનેત્રી કંગના રનૌત અચાનક વૃંદાવનનાં શ્રી બાંકે બિહારી મંદિર પહોચી.આ દરમિયાન તેણીએ બીહારીજી મંદિરમાં ઉપસ્થિત ભાવિકોની ભારે ભીડનું રાધે-રાધે બોલીને અભિવાદન કર્યું.કંગનાએ બીહારીજી મંદીરના દર્શન કર્યા અને ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં લીન જોવા મળી.
ADVERTISEMENT
ADVERTISEMENT
જરૂર પડશે તો કરીશ ચૂંટણી પ્રચાર;કંગના
આ દરમિયાન જયારે પત્રકારોએ કંગના રનૌતને ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીને લઈને પ્રશ્ન કર્યા તો તેણીએ કહ્યું કે, તે કોઈ પાર્ટીની સભ્ય નથી પરંતુ જરૂર પડશે તો રાષ્ટ્રવાદી વિચારધારાને આગળ ધપાવવા માટે રાષ્ટ્રવાદી પાર્ટી માટે ચૂંટણી પ્રચાર કરશે.કંગનાએ કહ્યું કે, તે કૃષ્ણની મોટી ભક્ત છે,અને તેને માટે સૌભાગ્યની વાત છે કે, આજ બીહારીજીના દર્શન થયા.કંગનાએ કહ્યું કે, તેને માખણનો પ્રસાદ પણ મળ્યો છે,અને તે પૂરી રીતે કૃષ્ણ ભક્તિમાં લીન થઇ છે
ADVERTISEMENT
જેના દિલમાં ચોર,તેને મારી વાત લાગે છે બૂરી
એક સવાલના જવાબમાં કંગનાએ કહ્યું કે, જેઓના દિલમાં ચોર છે તેઓને મારી વાત બૂરી લાગે છે ખેડૂતો પાસે માફી માંગવાના સવાલ પર કંગના રનૌતે કહ્યું કે, તે ખેડૂતોના હિતની વાત કરે છે એટલે માફી શા માટે માંગું ? તેણીએ કહ્યું કે, કેટલાક અસામાજિક તત્વો છે અને તેઓએ ગાડી રોકી હતી. અને એ જ જગ્યાએ ઘણા લોકોએ કહ્યું કે, ખોટી રીતે પરેશાન ના કરો અને તેને જવા દેવી જોઈએ
ADVERTISEMENT
ખેડૂતો માટે મારા દિલમાં સન્માન
કંગનાએ કહ્યું કે, તેમના દિલમાં ખેડૂતો માટે પૂરું સન્માન છે.કંગનાએ કહ્યું કે, જેઓ રાષ્ટ્ર ભક્ત છે,જે રાષ્ટ્રવાદી છે તેઓ મારા નિવેદનોનું હંમેશા સમર્થન કરે છે.કંગનાના વૃંદાવન પહોચતા જ ભારે ભીડ ઉમટી પડી હતી . સરક્ષા દળના જવાનોને કંગનાને મંદિરમાંથી બહાર લાવવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.