બ્રેકિંગ ન્યુઝ
જો કે બિમલ જાલાનની કમિટી અને સરકાર વચ્ચે જે વાતચીત થઈ તે ઘણી મહત્વની છે. આ વાતચીતમાં કમિટીનો રિપોર્ટ શામેલ છે અને રિપોર્ટમાં કેટલીક વાતોથી ખ્યાલ આવે છે કે સરકાર જેટલું ઈચ્છતી હતી હતું એટલું મળ્યું નથી.
ADVERTISEMENT
સરકારને જોઈતા હતા આટલા રૂપિયા
સરકારને બિમલ જાલાન કમિટીથી એ આશા હતી કે સરકારને વધુ પૈસા મળશે. કારણ કે આ અગાઉ પણ સરકાર 3.96 લાખ કરોડની માંગ થઈ હતી જેના પર RBI સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. પરંતુ જ્યારે બિમલ જાલાનની કમિટી બની અને કમિટી પાસે માંગ થઈ કે હાલમાં મળેલા 1.76 લાખ કરોડ રૂપિયાથી લગભગ 54 હજાર કરોડ રૂપિયા હજુ વધુ મળે. એટલે જો કુલ આંકડો જોઈએ તો RBIની બેલેન્સ શીટના કુલ 1.5 ટકા.
ADVERTISEMENT

જો આ માંગ સ્વીકારવામાં આવી હોત સ્વાભાવિક છે તો સરકારને વધુ પૈસા મળ્યાં હોત. પરંતુ કમિટીએ આ માંગને સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો. કારણ કે કમિટીને આ બાબતે રિસ્ક નજર આવતું હતું.
ADVERTISEMENT
RBIએ કમિટીની ભલામણો માની
સોમવારે RBIએ કમિટીની ભલામણો માની લીધી. પૈસા મળ્યા બાદ નાણાં સચિવ રાજીવ કુમારે કહ્યું RBIનું રિસ્ક ફંડ 3 ટકા પર રાખી શકાય છે. રિસ્ક ફંડ એટલે એટલાં પૈસા જે RBIએ કોઈ પણ હાલતમાં રાખવા પડે છે. હાલના સમયમાં 4.5થી 5.5 ટકા પર રાખવામાં આવે છે.
ADVERTISEMENT

ઈન્ડિયન એક્સપ્રેસની ખબર અનુસાર રાજીવ કુમારે કહ્યું કે બિમલ જાલન સમિતિએ જે જોખમો ગણાવ્યા તે જોખમ આવવા લગભગ અશક્ય છે. કમિટીના રિપોર્ટમાં પણ એવું છે કે રાજીવ કુમાર આવી વાત કરી રહ્યાં હતાં. પરંતુ બિમલ જાલન કમિટીએ આમ કરવાથી ઈન્કાર કરી દીધો. ઉલ્લેખનીય છે કે રાજીવ કુમાર એ જ નાણાં સચિવ છે જેમને નાણાં મંત્રાલયમાં પૂર્વ નાણાં સચિવ સુભાષ ચંદ્ર ગર્ગને વીજ મંત્રાલયમાં ટ્રાન્સફર કર્યા બાદ નાણાં સચિવ બનાવાયાં હતાં. જો બિમલ જાલન સમિતિ આ ભલામણો માની લેતી તો સરકારને કુલ 2.3 લાખ કરોડ રૂપિયા અપાયા હોત.
ADVERTISEMENT
ફંડના ટ્રાન્સફરને લઈને RBI અને સરકાર વચ્ચે રહે છે ખેંચતાણ
RBI એ જે પૈસા સરકારને આપ્યાં છે તે પૈસાનું સરકાર શું કરશે તેના પર કોઈ સ્થિતિ સ્પષ્ટ થઈ નથી. આ પૈસામાં RBIને 2018-19માં થયેલી કમાણી અને 2019-20 સુધી નાણાંકીય વર્ષમાં અત્યાર સુધી થયેલી કમાણી જોડી દેવામાં આવી છે. આ ફંડના ટ્રાન્સફરને લઈને RBI અને સરકારમાં ખેંચતાણ થઈ રહેતી હોય છે.
ADVERTISEMENT

જે સમયે સરકારની માંગ ઉઠી હતી તે સમયે ઉર્જિત પટેલ ગવર્નર હતાં. કહેવાય છે કે તે સમયે ઉર્જિત પટેલ અને સરકાર વચ્ચે ખેંચતાણ શરૂ થઈ પરંતુ ડિસેમ્બર 2018માં આ ખેંચતાણને પગલે ઉર્જિત પટેલે રાજીનામું આપી દીધું હતું. સરકારના આ નિર્ણય બાદ RBI બોર્ડે ઉર્જિત પટેલની ગવર્નરશીપ હેઠળ જ કમિટીની રચના કરી દેવામાં આવી.
ત્રણથી પાંચ વર્ષમાં મળશે પૈસા
સરકારને આ નાણાં આરબીઆઇ પાસેથી ત્રણથી પાંચ વર્ષમાં મળશે. આકસ્મિક ભંડોળ, ચલણ અને ગોલ્ડ રીવૈલ્યુએશન એકાઉન્ટને મિલાવીને આરબીઆઇ પાસે 9.૨ લાખ કરોડનું રિઝર્વ છે. જે કેન્દ્રીય બેંકનાં કુલ બેલેન્સ શીટ સાઇઝનાં 25 ટકા છે.
શું હોય છે સરપ્લસ ફંડ
આરબીઆઈ સરપ્લસ એ તે રકમ છે કે જેને આરબીઆઈ સરકારમાં ટ્રાન્સફર કરે છે. આરબીઆઈને તેની સિક્યોરિટીઝ પર વ્યાજ મેળવે છે. ગયા વર્ષે આરબીઆઈએ સોનું અને વિદેશી વિનિમય એમ બંને ભંડોળમાં હસ્તક્ષેપ કરી હતી. જેથી આ વખતે બેંક પાસે રેકોર્ડ સરપ્લસ હતું. બેંકે મોટા નફા સાથે ડૉલર વેચ્યાં હતાં અને મની માર્કેટમાં રેકોર્ડ બોન્ડ્સ ખરીદ્યાં કે જેની પર સારું વ્યાજ મેળવવામાં આવ્યું.
RBI પાસે 566 ટન ગોલ્ડ ભંડાર
આરબીઆઈ પાસે બે પ્રકારનાં રિઝર્વ છે, જેમાંથી એક છે મુદ્રા અને બીજું ગોલ્ડ રીવોલ્યુએશન એકાઉન્ટ (CGRA) છે. જેનાથી બેંકની વિદેશી મુદ્રા અને સોનાના ભંડાર વિશે ખ્યાલ આવે છે. આરબીઆઈ પાસે સોનાનો ભંડાર 566 ટનથી થોડો વધારે છે. વિદેશી હૂંડિયામણનાં ભંડોળ સાથે સોનાનાં ભંડાર બેંકની કુલ સંપત્તિનાં 77 ટકા છે. નાણાંકીય વર્ષ 2016-17ની જો વાત કરીએ તો તે સમયે આરબીઆઈની બેલેન્સ શીટ રૂ. 36.2 લાખ કરોડ હતી.
શું હોય છે આકસ્મિક ભંડોળ?
આકસ્મિક ભંડોળ (CF) એ એક વિશેષ જોગવાઇ હોય છે કે જે નાણાંકીય નીતિ અને વિનિમય દર કામગીરીને કારણ અણધારી જરૂરિયાતોને પહોંચી વળવા માટે ઉપયોગ કરવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.