ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / RBI stops Paytm Payments Bank from onboarding new customers

એક્શન / RBIની Paytm પર મોટી કાર્યવાહી, નહીં કરી શકે હવે આ કામ, ઓડિટના આપ્યા આદેશ

Published By: Kavan

Last Updated: 08:24 PM, 11 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Paytm પેમેન્ટ્સ બેંક(Paytm Payments Bank)  હાલમાં તેના પ્લેટફોર્મ પર કોઈપણ નવા ગ્રાહકોને ઉમેરી શકશે નહીં, કેટલાક ચિંતાજનક તથ્યો સામે આવ્યા બાદ રિઝર્વ બેંક (RBI) એ બેંકને નવા ગ્રાહકો ઉમેરવા પર પ્રતિબંધ મૂક્યો છે.

ADVERTISEMENT

  • પેટીએમ પેમેન્ટ્સ બેંક પર RBIએ લગાવ્યા પ્રતિબંધ 
  • નવા ગ્રાહકો જોડવા પર લગાવ્યો પ્રતિબંધ 
  • પેટીએમ પેમેન્ટ્સ બેંકને પોતાની IT સિસ્ટમનું ઓડિટ કરવાની પણ આપ્યા સૂચન 

વિજય શેખર શર્માની આગેવાની હેઠળની Paytm પેમેન્ટ્સ બેંકે તેની આઇટી સિસ્ટમનું ઓડિટ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે, જેના માટે રિઝર્વ બેન્કે આઇટી ઓડિટ ફર્મની નિમણૂક કરવાનો નિર્દેશ આપ્યો છે. 

ઓડિટના આપવામાં આવ્યા આદેશ 

બેંક દ્વારા આપવામાં આવેલા નિર્દેશોમાં, રિઝર્વ બેંકે કહ્યું કે પેટીએમ પેમેન્ટ્સ બેંક દ્વારા નવા ગ્રાહકોને ઉમેરવાની પરવાનગી રિઝર્વ બેંક દ્વારા નિયુક્ત IT ઓડિટ કંપનીના અહેવાલની સમીક્ષા કર્યા પછી ધ્યાનમાં લેવામાં આવશે. રિઝર્વ બેંકે કહ્યું કે બેંકને લઈને કેટલાક વાંધાનજક તથ્યો સામે આવ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. આ પ્રતિબંધ તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે.

કેટલાક વાંધાજનક તથ્યો સામે આવ્યા બાદ અપાયા આદેશ 

રિઝર્વ બેંકે કહ્યું છે કે પેટીએમ પેમેન્ટ બેંક પર આ પ્રતિબંધ સુપરવિઝન સંબંધિત ચિંતાઓ સામે આવ્યા બાદ લગાવવામાં આવ્યો છે. આ સાથે, રિઝર્વ બેંકે પેટીએમ પેમેન્ટ્સ બેંકને તેની સમગ્ર IT સિસ્ટમનું ઓડિટ કરવા કહ્યું છે. અગાઉ ડિસેમ્બર 2020 માં, તકનીકી સમસ્યાઓના કારણે, રિઝર્વ બેંકે HDFC બેંકને નવા ક્રેડિટ કાર્ડ જારી કરવા અને નવા ડિજિટલ ઉત્પાદનો શરૂ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. 

2016માં પેટીએમ પેમેન્ટ બેંકને અપાયો છે શેડ્યૂલ બેંકનો દરજ્જો 

ઓગસ્ટ 2016માં સ્થપાયેલી પેટીએમ પેમેન્ટ બેંકને ગયા વર્ષે જ રિઝર્વ બેંક તરફથી શેડ્યૂલ બેંકનો દરજ્જો મળ્યો હતો. 31 માર્ચ, 2021 સુધીમાં, બેંક પાસે 6.4 કરોડ બચત ખાતા અને 5200 કરોડથી વધુની થાપણો છે. બેંક 33 કરોડ Paytm વોલેટ્સને સપોર્ટ કરે છે અને તેની મદદથી ગ્રાહકો 87 હજારથી વધુ ઓનલાઈન મર્ચન્ટ્સ અને 20 મિલિયનથી વધુ સ્ટોર્સમાં ટ્રાન્ઝેક્શન કરી શકે છે. બેંક વિવિધ પ્રકારના વ્યવહારો પર પ્રક્રિયા કરે છે જેમાં Paytm Wallet, Paytm Fastag, Net Banking અને Paytm UPI નો સમાવેશ થાય છે.

ગ્રાહકો પર શું અસર થશે

રિઝર્વ બેંકના આજના નિર્ણયમાં માત્ર નવા ગ્રાહકો ઉમેરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. રિઝર્વ બેંકના આ નિર્ણયમાં, Paytm પેમેન્ટ્સ બેંકની કામગીરી, વ્યવહારો અને વર્તમાન ગ્રાહકોના ખાતાઓ અંગે કોઈ સૂચના અથવા સલાહ આપવામાં આવી નથી. એટલે કે, જો તમે Paytm પેમેન્ટ્સ બેંકના હાલના ગ્રાહક છો, તો આ સૂચનાઓ તમને અસર કરશે નહીં. તમારા પૈસા, ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું છે અથવા હાલનું વૉલેટ નવી માર્ગદર્શિકા હેઠળ આવરી લેવામાં આવતું નથી. એટલે કે, હાલમાં તમારે રિઝર્વ બેંકના નવીનતમ પગલા વિશે ચિંતા કરવાની જરૂર નથી.

સંકળાયેલા મુદ્દાઓ

Paytm પેમેન્ટ્સ બેંક RBI Reserve Bank of India RBI

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ