ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / rbi said 10 100 and 5 rupees notes soon go out of circulation after march notebandi

તમારા કામનું / માર્ચ પછી બંધ થઈ જશે 5, 10 અને 100ની નોટો? જાણી લો શું છે RBIનો પ્લાન, નહીંતર થશે નુકસાન

Published By: Noor

Last Updated: 01:08 PM, 24 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

100, 10 અને 5 રૂપિયાની જૂની નોટો અંગે મોટો સમાચાર સામે આવ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ માહિતી આપી છે કે આ નોટો ટૂંક સમયમાં બંધ થઈ શકે છે.

ADVERTISEMENT

  • સામાન્ય જનતા માટે કામના સમાચાર
  • આરબીઆઈ 5,10 અને 100ની જૂની નોટો બંધ કરવાનો કરી રહી છે પ્લાન
  • ફેક કરન્સી પર લગામ લાવવા લેવાશે નિર્ણય

મળતી માહિતી મુજબ માર્ચ પછી આ બધી જૂની નોટો બંધ થઈ શકે છે. આરબીઆઈએ કહ્યું કે, માર્ચથી જૂની 100 અને 10 રૂપિયાની નોટો ચલણમાં રહેશે નહીં. મળતી માહિતી મુજબ આરબીઆઈના અધિકારી બી મહેશે કહ્યું કે આરબીઆઈ આ જૂની નોટોની સીરિઝને બંધ કરવાની યોજના પર કામ કરી રહ્યું છે. 

આરબીઆઈના આસિસ્ટન્ટ જનરલ મેનેજર બી મહેશએ ડિસ્ટ્રિક્ટ લેવલ સિક્યોરિટી કમિટીની મીટિંગમાં આ વાત કહી છે. હકીકતમાં 
રિઝર્વ બેંક  5, 10 અને 100 રૂપિયાની જૂની નોટો પાછી ખેંચવાની યોજના પર વિચાર કરી રહી છે. જો બધું બરાબર થાય, તો તે માર્ચ અને એપ્રિલમાં જાહેર કરી શકાય છે. 5, 10 અને 100 રૂપિયાની નવી નોટો પહેલાંથી સર્ક્યુલેશનમાં આવી ગઈ છે.એવામાં જો જૂની નોટો બંધ ન કરવામાં આવી તો પરેશાની થઈ શકે છે. 

સામાન્ય જનતા પરેશાન નહીં થાય

તમને જણાવી દઈએ કે, બેંક ઓફ ઈન્ડિયાએ કહ્યું કે લોકો નોટબંધીના સમયે ઘણાં પરેશાન થયા હતા. જેથી આ વખતે આરબીઆઈ ખાતરી કરશે કે જેટલી જૂની નોટો સર્ક્યુલેશનમાં છે એટલા નવા નોટ માર્કેટમાં આવી જાય. જેથી લોકોને કોઈ પરેશાન ન થાય અને આ સીરિઝને અચાનક બંધ નહીં કરવામાં આવે. 

100 રૂપિયાની નવી નોટ બજારમાં પહેલેથી જ ચલણમાં છે. તેને આરબીઆઈ દ્વારા 2019માં રજૂ કરાઈ હતી. અગાઉ જારી કરવામાં આવેલી 100 રૂપિયાની તમામ નોટો પણ કાયદાકીય ટેન્ડર તરીકે ચાલુ રહેશે. આ સિવાય 8 નવેમ્બર 2016ના રોજ નોટબંધી બાદ સેન્ટ્રલ બેંકે 200 રૂપિયાની નોટ ઉપરાંત 2 હજાર રૂપિયાની નોટ જારી કરી હતી. 

ફેક કરન્સી પર લગામ લાવવા લેવાશે નિર્ણય

તમને જણાવી દઈએ કે, આરબીઆઈ સમયાંતરે જૂની નોટો બંધ કરતું રહે છે અને નવી નોટો ચલણમાં લાવતું રહે છે. નકલી નોટો પર લગામ લાવવા માટે આરબીઆઈ તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઓફિશિયલ જાહેરાત બાદ બંધ કરાયેલી તમામ જૂની નોટો બેંકમાં જમા કરાવવાની હોય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

10 100 and 5 rupees notes RBI circulation notebandi Important News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ