બ્રેકિંગ ન્યુઝ
VTV / Tech & Auto / ટેક અને ઓટો / હવે વગર ઇન્ટરનેટ પણ પેમેન્ટ નહીં અટકે! RBI લઇને આવ્યું જોરદાર ફીચર્સ
Last Updated: 02:09 PM, 11 October 2025
RBIએ હમણાજ ઓફલાઈન ડિઝીટલ રૂપિયો લોન્ચ કર્યું છે. હવે લોકો ઈન્ટરનેટ વગર કે પછી નેટવર્ક વગર પણ સરળતાથી પેમેન્ટ કરી શકશે. આ ભારતીય રૂપિયાનું ડિઝીટલ રૂપ છે. જેને તમે ડિઝીટલ વોલેટમાં કેશની જેમ સ્ટોર કરી શકો છો.
ADVERTISEMENT
પેમેન્ટ કરવા માટે તમારે QR કોડ સ્કેન કરવો કે પછી ટેપ કરવાનો રહેશે. આવો જાણીયે કે UPIથી પણ ઝડપી આ ટેકનીક કેવી રીતે ઉપોયગ કરી શકાશે.

ADVERTISEMENT
ડિઝીટલ રૂપિયો ભારતની સેન્ટ્ર લ બેન્ક ડિઝીટલ કરન્સી છે. જેને ભારતીય કરન્સીનું ડિઝીટલ રૂપ પણ કહેવામાં આવે છે. દેશમાં 15 બેન્ક આ ડિઝીટલ વોલેટને યુઝ કરવાની સુવિધા આપે છે. RBIની ટેગ લાઈન છે 'કેશ, લેકિન ડિઝીટલ'. તમે આ ડિઝીટલ કરન્સીને તમારા ડિઝીટલ વોલેટમાં એવી રીતે રાખી શકો છો જેવી રીતે તમે પર્સમાં પૈસા રાખો છો.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ તમે ડિજિટલ પેમેન્ટ કરતા હોય તો ખાસ વાંચજો, 1 ઓક્ટોબરથી બદલાશે આ નિયમો
ADVERTISEMENT
આ ફીચર એવી જગ્યાએ કામ લાગે છે જ્યાં ઈન્ટરનેટ કનેક્ટિવીટી ન હોય કે પછી ઓછી હોય. આ નવું ફિચર NFC ટેકનોલોજી દ્વારા પેમેન્ટ કરે છે. જેના માટે મોબાઈલનું સિગ્નલ હોવું જરૂરી છે. પેમેન્ટ કરવા માટે તમારે વોલેટ ઓપન કર્યા પછી જેટલા રૂપિયા આપવાના હોય તેને સિલેક્ટ કરવાના રહેશે અને દુકાનદારના મશીન પર તમારા ફોનથી ટેપ કરવાનું રહેશે. જેનાથી ઈન્ટરનેટ વગર પણ પેમેન્ટ સરળતાથી થઈ જશે.
ADVERTISEMENT
UPI ફક્ત પેમેન્ટ કરવાની એક સિસ્ટમ છે જે બેંકમાં રાખેલા પૈસા ટ્રાન્સફર કરવામાં મદદ કરે છે. જ્યારે, ડિજિટલ રૂપિયો (e₹) કેશનો જ એક ડિજિટલ સ્વરૂપ છે. e₹થી પેમેન્ટ કરતી વખતે બેંક અકાઉન્ટની જરૂર નથી હોતી ડિજિટલ રૂપિયાના વૉલેટથી UPIના QR કોડને સરળતાથી સ્કેન કરીને પણ પેમેન્ટ કરી શકાય છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.