બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ration card rule name deducted from ration card follow this method to-reconnect immediately

યૂટિલિટી / રાશન કાર્ડમાંથી નામ કપાઈ ગયું છે તો આ રીતે ફટાફટ જોડી લો ફરીથી, સરળ છે પ્રોસેસ

Published By: Bhushita

Last Updated: 07:50 AM, 20 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમારું નામ પણ કોઈ પણ કારણે રાશન કાર્ડના લિસ્ટમાંથી નીકળી ગયું છે તો તમે આ સરળ પ્રોસેસની મદદથી તેને ફરીથી જોડી શકો છો. તો જાણી લો સરળ રીત.

  • રાશન કાર્ડમાં નામ છે કે નહીં તે કરી લો ચેક
  • જો નામ લિસ્ટમાંથી કપાઈ ગયું છે તો કરો આ કામ
  • જાણો ફરીથી જોડાવવા માટેની સરળ પ્રોસેસ

રાશન કાર્ડમાં અનેક વાર ગરબડ થવાના કારણે ક્યારેક કેટલાક લોકોના નામ કપાઈ જાય તે શક્ય છે. આ પહેલા પણ સુપ્રીમ કોર્ટમાં અરજી કરાઈ હતી અને કહેવાયું હતું કે દેશના અલગ અલગ રાજ્યોમાં 3 કરોડ રાશન કાર્ડ કેન્સલ કરાયા છે. તેના માટેનુ કારણ આધાર સાથે લિંક ન હોવાનું જણાવાયું હતું. આજે અમે આપને એવી જાણકારી આપી રહ્યા છીએ જેનાથી તમારું નામ રાશન લિસ્ટથી કપાઈ ગયું છે તો તમે તેને ફરીથી જોડી શકો છો. તો જાણી લો સમગ્ર પ્રોસેસ. 

શા માટે કપાઈ જાય છે રાશન કાર્ડથી નામ
રાશન કાર્ડમાંથી નામ કપાઈ જવાના અનેક કારણો હોય છે. એક તો તમારુ નામ કોઈ અન્યના રાશન કાર્ડમાં પહેલાથી હોય કે પછી તમારું રાશન કાર્ડ આધાર સાથે લિંક ન હોય તો પણ તમારું નામ કપાઈ શકે છે. આ સિવાય રાશન કાર્ડના હોદ્દેદારનું મોત થવાથી પણ તમારું નામ કપાઈ શકે છે. આ સમયે ચિંતા કરવાની જરૂર નથી. તમે ફરીથી રાશન કાર્ડને માટે અરજી કરી શકો છો અને ફરીથી તેને બનાવડાવી શકો છો. સાથે તમે લગ્ન બાદ પત્ની કે બાળકોના નામ પણ તેમાં ઉમેરાવી શકો છો.  


 
આ રીતે રાશન કાર્ડમાં જોડી લો તમારું નામ
જો તમે કોઈ કારણ સર લાભાર્થીનું નામ પણ રાશન કાર્ડથી હટી ગયું છે તો આધાર કાર્ડ અને નામ જે રાશન કાર્ડમાં છે તેના કાર્ડની ફોટો કોપી લઈને નજીકના સીએસસી કેન્દ્ર કે જનસુવિધા કેન્દ્રમાં જાઓ.  
આ પછી તમને રસીદ મળશે, આ સાથે તમારી નજીકની ઓફિસમાં જમા કરો. થોડા દિવસમાં તમારું નામ કાર્ડમાં જોડાઈ જશે.

2 રીતે જોડી શકાય છે નામ

  • રાશના કાર્ડમાં નવા સભ્યોના નામ 2 રીતે જોડી શકાય છે.પહેલું તો જન્મેલા બાળક અને પત્ની જે લગ્ન બાદ તમારા પરિવારના સભ્ય બને છે.  
  • પહેલાં તો તમે અલગ અલગ રાશન કાર્ડ બનાવડાવી લો અથવા તો તમારા કાર્ડમાં પત્નીનું નામ ઉમેરાવી લો.
  • આધાર કાર્ડમાં યુવતીના પિતાના બદલે પતિનું નામ લખાવી લો.
  • હવે પોતાનું અને પત્નીનું આધાર કાર્ડ લઈ જાઓ અને ઓફિસમાં અધિકારીને આપો.
  • અહીં નામ પહેલાથી જોડાયેલું હોય તો તેને હટાવડાવી દો અને ફરીથી નવું રાશન કાર્ડ બનાવડાવી લો.  
  • પત્નીનું નામ એ રાશન કાર્ડમાં જોડાવવાનું છે તો પત્નીના આધાર ડોક્યુમેન્ટ્સ પણ લઈ જાઓ અને જમા કરાવો. 
  • ઓનલાઈન વેરિફિકેશન બાદ પત્નીનું નામ પણ તમારા રાશન કાર્ડમાં જોડાઈ જશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Deduct Name Ration card Utility News add name process પ્રોસેસ બિઝનેસ ન્યૂઝ યૂટિલિટી રાશન કાર્ડ ration card rule

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ