બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / સ્પોર્ટસ / Cricket / ratan tata says no connection to cricket refutes claims of reward for rashid khan

ખરેખર? / શું રાશિદ ખાનને 10 કરોડ રૂપિયા આપશે રતન ટાટા? સામે આવ્યું નિવેદન, કહ્યું- ક્રિકેટ સાથે કોઈ લેવા-દેવા નથી

Arohi

Last Updated: 10:08 AM, 31 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ratan Tata Post On Viral News: રતન ટાટાએ પોતાની એક્સ પોસ્ટમાં લખ્યું છે કે મારૂ તો ક્રિકેટથી દૂર દૂર સુધી કોઈ કનેક્શન નથી. આ પ્રકારની વાયરલ થઈ રહેલી ખબરો સંપૂર્ણ પણે પાયાવિહોણી છે.

  • રાશિદ ખાનને 10 કરોડ આપશે રતન ટાટા? 
  • ખબર વાયરલ થતા રતન ટાટાએ કરી સ્પષ્ટતા
  • કહ્યું- ક્રિકેટ સાથે કોઈ લેવા-દેવા નથી

થોડા દિવસોથી એક રિપોર્ટ સોશિલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે દિગ્ગજ ભારતીય બિઝનેસમેન અને ટાટા સંસના પૂર્વ ચેરમેન રતન ટાટાએ અફઘાનિસ્તાનના ક્રિકેટર રાશિદ ખાનને 10 કરોડ રૂપિયાની મોટી રકમ આપી છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rashid Khan (@rashid.khan19)

સોશિયલ મીડિયા પર આ ખબર વાયરલ થઈ તો રતન ટાટાએ પોતે સ્પષ્ટતા કરી અને તેમણે આ પ્રકારની ખબરને સંપૂર્ણ રીતે નિરાધાર જણાવી. અરબપતિ બિઝનેસમેને કહ્યું કે મારો ક્રેકિટે સાથે કોઈ સંબંધ નથી. 

સોશિયલ મીડિયા પર કરી સ્પષ્ટતા
રતન ટાટાએ સોમવારે પોતાના ઓફિશ્યલ ટ્વીટર એકાઉન્ટ દ્વારા આ રિપોર્ટમાં કરવામાં આવેલા દાવાનું ખંડન કર્યું છે. તેમણે કહ્યું કે તેમના નામથી અફવા ફેલાવવામાં આવી રહી છે. ટાટા સંસના પૂર્વ ચેરમને રતન ટાટાને એક્સ પર આ પોસ્ટ એટલા માટે કરવી પડી કારણ કે સોશિયલ મીડિયા પર તેમના નામથી નકલી ખબર ઝડપથી વાયરલ થઈ રહી છે. 

તેના દ્વારા તેમણે પોતાના યુઝર્સને સલાહ આપતા કહ્યું કે આવા પ્રકારના વોટ્સએપ ફોરવર્ડ અને વીડિયો પર ત્યાં સુધી વિશ્વાસ ન કરો જ્યાં સુધી મારા ઓફિશ્યલ પ્લેટફોર્મ એકાઉન્ટ પરથી પોસ્ટ ન કરવામાં આવે. 

"ક્રિકેટ સાથે મારે કોઈ કનેક્શન નહીં"
રતન ટાટાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે, "મેં આઈસીસી કે કોઈ પણ ક્રિકેટ ફેકલ્ટીને કોઈ પણ ખેલાડી પર દંડ કે ઈનામ આપવાને લઈને કોઈ પણ સલાહ નથી આપી. મારૂ તો ક્રિકેટ સાથે દૂર દૂર સુધી કોઈ કનેક્શન નથી. આ પ્રકારની વાયરલ થઈ રહેલી ખબર સંપૂર્ણ રીતે નિરાધાર છે."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ