ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / ratan tata invests in a senior citizens start up called goodfellows

બિઝનેસ / જ્યાં સુધી તમે એકલતા નહીં અનુભવો ત્યાં સુધી નહીં સમજી શકો પીડા, કાર્યક્રમમાં રતન ટાટાએ વ્યક્ત કરી વૃદ્ધોની વ્યથા

Published By: Kavan

Last Updated: 03:12 PM, 20 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રતન ટાટાએ મંગળવારે વૃદ્ધોની સેવા માટે એક સ્ટાર્ટઅપ ગુડ ફેલોઝનાં લોન્ચિંગ કાર્યક્રમમાં વૃદ્ધોની પીડા વ્યક્ત કરતાં જણાવ્યું કે તમે એકલતાની પીડા નહીં સમજી શકો.

ADVERTISEMENT

  • રતન ટાટાએ વૃદ્ધો માટેના સ્ટાર્ટઅપ ગુડ ફેલોઝમા કર્યું રોકાણ કરવાનું એલાન 
  • સ્ટાર્ટઅપને શાંતનુ નાયડૂએ શરૂ કર્યું છે 
  • રતન ટાટાએ લોન્ચિંગનાં અવસર પર જણાવી વૃદ્ધોની પીડા 

રતન ટાટાએ વૃદ્ધો માટેના સ્ટાર્ટઅપ ગુડ ફેલોઝમા કર્યું રોકાણ કરવાનું એલાન 

રતન ટાટાએ મંગળવારે વૃદ્ધોની સેવા માટે એક સ્ટાર્ટઅપ ગુડ ફેલોઝમાં રોકાણ કરવાનું એલાન કર્યું. આ અવસર પર તેમણે પોતાની એકલતાનું દુઃખ પણ જાહેર કર્યું અને જણાવ્યું કે કેવું લાગે છે જ્યારે તમે વૃદ્ધ થઈ જાઓ છો. આ સ્ટાર્ટઅપને શાંતનુ નાયડુએ શરૂ કર્યું છે. 

 

ટાટાની ઓફિસમા કામ કરે છે શાંતનુ 
એક રિપોર્ટ અનુસાર, આ સ્ટાર્ટઅપની શરૂઆત કરનાર શાંતનુ નાયડુ 30 વર્ષના છે અને કોર્નેલ યુનિવર્સિટીથી આવે છે. હાલમાં, તેઓ ટાટા ઓફિસમાં જનરલ મેનેજરનાં પદ પર કાર્યરત છે. આઅ સાથે જ જણાવી દઈએ કે શાંતનુ 2018થી રતન ટાટાને સલાહ આપવાનું કામ પણ કરી રહ્યા છે. શાંતનુએ તેમના પશુ પ્રેમને પણ હંમેશા શેર કર્યો છે અને પાલતુ પ્રાણીઓ સંબંધિત વેંચર પણ શરૂ કરી ચૂક્યા છે. 

 

આ પ્રમાણે બનશે વૃદ્ધોનો આધાર 
Goodfellowsમાં રતન ટાટાએ કેટલું રોકાણ કર્યું છે એ વાતની જાણકારી શેર કરવામાં આવી નથી. જોકે લોન્ચિંગનાં અવસર પર તેમણે શાંતનુને તેમના આ પગલાં માટે શુભકામનાઓ પાન્ આપી હતી. આ સ્ટાર્ટઅપ યુવાઓને વૃદ્ધોનો આધાર બનાવશે. તેમની એકલતા દૂર કરવા માટે યુવાઓ વૃદ્ધો સાથે કેરમ રમશે, તેમના માટે છાપાં વાંચશે અને આરામ કરવામાં તેમની મદદ કરશે. ટાટાએ કહ્યું કે આ સ્ટાર્ટઅપનાં આગળ વધવા પર તેમને ખૂબ જ ખુશી થશે. 

 

રતન ટાટાએ કહી મોટી વાત 
સ્ટાર્ટઅપ લોન્ચનાં અવસર પર રતન ટાટાએ કહ્યું કે તમે નથી જાણતા કે એકલા રહેવામાં કેવું લાગે છે? જ્યાર સુધી તમે એકલા સમય વિતાવવા પર મજબૂર ન્ થઈ થઈ જાઓ ત્યાર સુધી એ સમજી શકાય નહીં. 
84 વર્ષના બેચલર ટાટાએ આગળ કહ્યું કે જ્યાર સુધી તમે વાસ્તવમા વૃદ્ધ ન થઈ જાઓ, ત્યાર સુધી કોઈપણને વૃદ્ધ થવાની ઈચ્છા થતી નથી. તેમણે વૃદ્ધોની સમસ્યા દૂર કરવા માટે આવા સ્ટાર્ટઅપનાં હોવા બદ્દલ ખુશી જતાવી છે. 

​​​​​​​

રતન ટાટા - બોસ, સંરક્ષક, મિત્ર 
આઅ અવસર પર શાંતનુ નાયડૂએ રતન ટાટાને એક બોસ, એક સંરક્ષક તથા એક મિત્ર જણાવ્યા. તેમણે કહ્યું કે તો પોતાના સ્ટાર્ટઅપ ગુડ ફેલોઝની સેવાઓ માત્ર મુંબઈમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ઉપલબ્ધ કરાવવા માંગે છે. કંપની મુંબઈમા પોતાનાં બીટા ચરણમા ગયા છ મહિનાઓથી કામ કરી રહી છે. ભવિષ્યમાં કંપની  પૂના, ચેન્નાઈ તથા બેંગ્લોરમાં પણ પોતાની સેવાઓ આપવા માંગે છે. શાંતનુએ જણાવ્યું કે તેઓ ધીરે ધીરે સેવાઓનો વિસ્તાર કરવા માંગે છે, જેથી સ્ટાર્ટઅપની સેવાઓની ગુણવત્તા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન ન કરવું પડે.  
 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News Ratan Tata business બિઝનેસ રતન ટાટા business

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ