બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / rashifal 2024 surya gochar rajlakshan rajyog these zodiac sign will be shine new year

રાજયોગ / વર્ષ 2024 આ 3 રાશિના જાતકો માટે અત્યંત શુભ: માલામાલ થઈ જશો, દરેક કામમાં મળશે સફળતા... 12 વર્ષ બાદ બની રહ્યો છે ખાસ યોગ

Manisha Jogi

Last Updated: 02:15 PM, 12 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોના રાજા સૂર્ય દર મહિને રાશિ પરિવર્તન કરે છે. સૂર્યની કોઈ ગ્રહ સાથે યુતિ થાય તો શુભ તથા અશુભ રાજયોગનું નિર્માણ થાય છે.

  • સૂર્ય દર મહિને રાશિ પરિવર્તન કરે છે
  • રાશિ પરિવર્તનથી વિશેષ રાજયોગનું નિર્માણ થશે
  • આ રાશિના જાતકોને થશે વિશેષ લાભ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોના રાજા સૂર્ય દર મહિને રાશિ પરિવર્તન કરે છે. આ રાશિ પરિવર્તનની તમામ રાશિના જાતકો પર અસર થાય છે. સૂર્યની કોઈ ગ્રહ સાથે યુતિ થાય તો શુભ તથા અશુભ રાજયોગનું નિર્માણ થાય છે. સૂર્ય 16 ડિસેમ્બરના રોજ ધન રાશિમાં પ્રવેશ કરશે, જેથી વિશેષ લાભ થશે. ગુરુ મેષ રાશિમાં બિરાજમાન છે, જેથી સૂર્ય પર તેમની નવમ દ્રષ્ટિ પડશે, જેથી પંચમ રાજયોગનું નિર્માણ થશે. 

આ રાજયોગથી વર્ષ 2024માં કેટલીક રાશિના જાતકોને વિશેષ લાભ થઈ શકે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાજયોગ શુભ માનવામાં આવે છે. આ રાજયોગનું નિર્માણ થવાથી કેટલીક રાશિના જાતકોને માન સમ્માન પ્રાપ્ત થઈ શકે છે તથા ધન, સંપત્તિ અને ઐશ્વર્ય પ્રાપ્ત થઈ શકે છે. 

ધન- આ રાશિના જાતકો માટે પંચમ રાજયોગ લાભકારી સાબિત થઈ શકે છે, આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. જે પણ કામ અટકેલા છે, તે કામ પૂર્ણ થશે. પારિવારિક જીવનમાં ચાલી રહેલ વિવાદ પૂર્ણ થશે. અનેક ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર થઈ શકે છે. ઓફિસમાં તમારા કામની પ્રશંસા કરવામાં આવશે, જેથી પ્રમોશનની સાથે પગાર પણ વધી શકે છે. 

સિંહ- આ રાશિના જાતકો માટે પંચમ રાજયોગ શુભ સાબિત થઈ શકે છે. ઉચ્ચ શિક્ષણ માટેની તક મળી શકે છે. વૈવાહિક જીવનમાં ખુશીઓ જળવાઈ રહેશે. સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. લાંબા સમયથી ચાલી રહેલ બિમારીઓથી રાહત મળી શકે છે. 

મેષ- જે કામ ઘણા સમયથી અટકેલા છે, તે કામ પૂર્ણ થઈ શકે છે. નોકરીમાં સારી તક મળી શકે છે અને નોકરી બદલવાનો પણ મોકો મળશે. સફળતા પ્રાપ્ત થઈ શકે છે. ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાની તક મળી શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર કરી શકશો. કાયદાકીય મામલાઓથી રાહત મળી શકે છે. નવા વર્ષમાં વાહન, સંપત્તિ ખરીદવાનો પ્લાન બનાવી શકો છો. આવકના નવા સ્ત્રોત ઊભા થશે તથા પદ અને પ્રતિષ્ઠા પણ પ્રાપ્ત થઈ શકે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ