બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / આટકોટમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચનાર ઝડપાયો, પ્રાઈવેટ પાર્ટમાં નાખ્યો હતો સળિયો
Last Updated: 10:22 PM, 10 December 2025
રાજકોટના જસદણ તાલુકાના આટકોટ ગામમાં એક નિર્ભયા જેવી ઘટના સામે આવી છે. જેમાં એક નરાધમે 6 વર્ષની માસૂમ બાળકી પર રેપ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં સફળ ન થતા તેને આ બાળકીના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો ઘુસાડી દીધો હતો. પોલીસે હવે આરોપી રામ સિંહની ધરપકડ કરી લીધી છે.
ADVERTISEMENT
આ ઘટનામાં બાળકી લોહીથી લથપથ મળી આવી હતી અને તેને ગંભીર હાલતમાં રાજકોટની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ માસુમ બાળકી હાલમાં સ્થિર હાલતમાં છે. જેમાં પોલીસે નજીકના ખેતરમાંથી મુખ્ય આરોપી 30 વર્ષીના રામ સિંહની ધરપકડ કરી હતી. રામ સિંહ આ વિસ્તારમાં ખેડૂત તરીકે કામ કરતો હતો.

ADVERTISEMENT
આ બાળકી દાહોદના એક મજુર પરિવારની હતી અને ઘટના સમયે ખેતર પાસે રમી રહી હતી. આ કેસની ગંભીરતાને જોતા પોલીસે 10 ટીમો તૈનાત કરી હતી અને લગભગ 100 શંકાસ્પદોની ઇન્ક્વાયરી કર્યા બાદ આરોપી સુધી પહોંચી ગઈ હતી.
ADVERTISEMENT
પોલીસે રામ સિંહ નામના આ આરોપી વિરુદ્ધ POCSO એક્ટ અને બળાત્કાર સહિતની ગંભીર કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે. આ ઘટનાને લઇ જનતામાં ભારે રોષ છે. જેમાં ગુનેગારને કડકમાં કડક સજા કરવાની માંગ ઉઠી રહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.