બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Rapist and Murderer Ravinder Kumar life sentenced by Rohini Court for raping 6 year old girl

ચુકાદો / પોર્ન-ડ્રગ્સની લતમાં 30 બાળકીઓને બનાવી શિકાર, રેપિસ્ટ અને કિલરને સજા થઈ, કાંડ જાણીને કંપી જવાશે

Vaidehi

Last Updated: 07:37 PM, 25 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડ્રગ્સનાં નશામાં યુવકે 30 નાની બાળકીઓનું અપહરણ કર્યું અને દુષ્કર્મ આચર્યું. કોર્ટે આખરે રવિન્દ્ર કુમારને ઉંમરકેદની સજા ફટકારી છે.

  • કોર્ટે ગુનેગાર રવિન્દ્ર કુમારને ઉંમરકેદની સજા ફટકારી
  • ડ્રગ્સ અને પોર્નની લતમાં નાની બાળકીઓ સાથે આચરતો હતો દુષ્કર્મ
  • કિડનેપિંગ, રેપ અને મર્ડરનાં કેસમાં મળી સજા

6 વર્ષની બાળકીનું કિડનેપિંગ કર્યું અને પછી તેનું મર્ડર કર્યું. ગુનેગાર રવિન્દ્ર કુમારને રોહિણી કોર્ટે ઉંમરકેદની સજા ફટકારી છે. 2008થી 2015 સુધીમાં તેણે પોર્ન અને ડ્રગ્સની લતનાં ચક્કરમાં 30 બાળકીઓને પોતાનો શિકાર બનાવ્યો હતો. તે બાળકીઓનું કિડનેપિંગ કરતો અને પછી તેની સાથે દુષ્કર્મ આચરતો હતો. છેલ્લે તે બાળકીઓનું મર્ડર કરતો હતો. જો કે હજુ સુધી માત્ર ત્રણ કેસમાં ટ્રાયલ કરવામાં આવી છે.

18 વર્ષની ઉંમરમાં કર્યાં કાળાકામ
મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી રવિન્દ્ર દિલ્હીમાં મજૂરીકામ કરતો હતો. માહિતી અનુસાર દિલ્હીમાં રહીને તે ડ્રગ્સનું સેવન કરતો હતો. તેને પોર્ન ફિલ્મ જોવાની પણ લત લાગી ગઈ હતી. તે સમયે 18 વર્ષનાં રવિન્દ્રએ ડ્રગ્સ અને પોર્નની લતમાં નાની નાની બાળકીઓને પોતાનો શિકાર બનાવ્યો હતો. 

દરરોજ શિકાર શોધવા 40 માઈલ પગપાળો ચાલતો
માહિતી અનુસાર તે દિવસે મજૂરી કરતો હતો અને રાત્રે ડ્રગ્સનાં નશામાં નાની બાળકીઓની શોધમાં લાગી જતો હતો. એવું કહેવાઈ રહ્યું છે કે શિકાર શોધવાના ચક્કરમાં તે એક રાતમાં 40 માઈલ પગપાળો ચાલતો હતો. પોલીસે 2014માં તેને 6 વર્ષની એખ બાળકીનાં રેપ અને મર્ડરનાં કેસમાં પકડી પાડ્યો હતો. પોલીસે cctv ફુટેજની તપાસ કરીને તેની ધરપકડ કરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ