બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ranveer singh has done a photoshoot wearing mothers earrings

વાયરલ / માં દા લાડલા! રણવીર સિંઘે મમ્મીનાં ઈયરરિંગ્સ પહેરીને કરાવ્યું ફોટોશૂટ, ફેન્સ બોલ્યા - વાહ, બાબા લવલી!

Khevna

Last Updated: 09:28 AM, 21 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અભિનેતા રણવીર સિંહે પોતાની મમ્મીનાં ઈયરરિંગ્સ પહેરીને ફોટોશૂટ કરાવ્યું છે. સોશિયલ મીડિયા એક્ટરની તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે.

  • રણવીર સિંહે મમ્મીનાં ઈયરરિંગ્સ પહેરીને કારાવ્યું ફોટોશૂટ 
  • ફેન્સને ખૂબ જ ગમ્યો રણવીરનો આ અવતાર 
  • ઇન્સ્ટાગ્રામ પર તસવીરો વાયરલ 

રણવીર સિંહે મમ્મીનાં ઈયરરિંગ્સ પહેરીને કારાવ્યું ફોટોશૂટ 

બૉલીવુડનાં પાવર કપલ રણવીર સિંહ અને દિપીકા પાદુકોણનું તો શું કહેવું. બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર અવારનવાર વાયરલ થવા લાગતી હોય છે. આ વર્ષે દિપીકા પાદુકોણે પોતાની બધી જ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી. તેમણે કહ્યું હતું કે પોતાના ફોટોઝથી વધારે પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ અપડેટ્સ ફેન્સ સાથે શેર કરશે. જ્યારે, રણવીર સિંહ એક એવા સ્ટાર છે, જે સમય સમય પર પોતાના ફોટોશૂટ્સ કરાવતા રહેતા હોય છે. તેઓ ફેન્સને પોતાના શાર્પ લુકતથી ઇમ્પ્રેસ પણ કરે છે. 

વાયરલ થઈ રહી છે રણવીર સિંહની તસવીરો 
ગયા દિવસો રણવીર સિંહ કોન્ટ્રોવર્સીમાં ફસાઈ ગયા હતા કેમકે તેમણે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું હતું. તે પણ એક ફેમસ મેગેઝીન માટે. તેના પર ખૂબ જ બબાલ મચી હતી. પરંતુ તેનાથી રણવીર સિંહને કોઈ જ ફરક ન પડ્યો. તેઓ ઇવેન્ટ્સ અને ફોટોશૂટ કરાવતા રહ્યા. હાલમાં જ રણવીર સિંહે પોતાનો નવો લુક ફેન્સ સાથે શેર કર્યો છે. ઇન્સ્ટાગ્રામ પર ફોટોઝ રણવીર સિંહે શેર કર્યા છે, તેમાં એક્ટરને બ્લેક ટક્સીડો સૂટમાં ઘણા ક્લિયર અને શાર્પ લુકમાં જોઈ શકાય છે. 

ફેન્સને ખૂબ જ ગમ્યો રણવીરનો આ અવતાર 

ટ્રિમ્ડ દાઢી, બ્લેક ટક્સીડો સૂટ સાથે વ્હાઇટ ક્રિસ્ડ શરત, બ્લેક ટાઈ, ચોટીમાં બાંધેલા વાળ અને બ્રાઉન શેડ્સ. આ સાથે જ રણવીર સિંહે ડાયમંડ ઈયરરિંગ્સ પણ પહેર્યા છે, જે સૌનું ધ્યાન ખેંચી રહ્યા છે. રણવીર સિંહ થોડા સમય પહેલઆ કારણ જોહરનાં શો કોફી વિથ કરનમાં પણ આવ્યા હતા. આ શોમાં તેમણે જણાવ્યું કે તેઓ મમ્મીનાં ડાયમંડ ઈયરરિંગ્સ પહેરે હકે. તેમણે તે ખૂબ જ પસંદ છે. મમ્મી પાસેથી આ ડાયમંડ ઈયરરિંગ્સ લઈને તેમણે મમ્મીને આનાં કરતાં પણ મોટા ડાયમંડ ઈયરરિંગ્સ અપાવ્યા હતા. કારણ જોહર એક્ટરની આ વાત સાંભળીને ઘણા ઇમ્પ્રેસ થઈ ગયા હતા. મમ્મીનાં આ જ ડાયમંડ ઈયરરિંગ્સને રણવીર સિંહ ફોટોઝમાં ફલોન્ટ કરતાં જોવા મળે છે. 

ફેન્સ પણ રણવીર સિંહનાઆ aઆ ડાયમંડ ઇયરરિંગ્સનાં વખાણ કરી રહ્યા છે. એક ફેન લખે છે કે તમને લવલી લાગી રહ્યા છો. મમ્મીનાં આ ડાયમંડ ઈયરરિંગ તમને ખૂબ જ સારા લાગે છે. અમુક જ કલાકોમાં રણવીર સિંહના આ ફોટોઝ પર ચાર લાખ કરતાં પણ વધારે લાઇક્સ આવી ગયા છે. ફોટોઝ જોઈને કહેવું પડશે કે ખરેખર રણવીર સિંહનો આ લુક શાનદાર, જાનદાર અને દમદાર છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ