બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ranveer singh fun with rakhi sawant at ita awards-2022 watch latest viral video on social media

બોલિવુડ / રાખી સાવંત સાથે રણવીર સિંહે કરી એવી હરકત કે VIDEO જોઈ ફેન્સે કહ્યું- 'દીપિકા ઘરમાં એન્ટ્રી નહીં આપે'

Arohi

Last Updated: 01:18 PM, 7 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલમાં જ એક એવોર્ડ ફંક્શન પર રણવીર સિંહ અને રાખી સાવંતની મુલાકાત થઈ હતી. બન્નેની આ મુલાકાત ખૂબ જ અનોખી રહી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

  • રાખી અને રણવીરનો વીડિયો વાયરલ 
  • એવોર્ડ ફંક્શનમાં આ રીતે જોવા મળ્યા સ્ટાર્સ 
  • સોશિયલ મીડિયા પર લોકો આપી રહ્યા છે આવી કમેન્ટ્સ 

રાખી સાવંત પોતાનામાં જ મસ્ત હોય છે. પરંતુ બોલિવુડ અભિનેતા રણવીર સિંહ પણ કંઈ કમ નથી. રણવીર સિંહ મોટાભાગે પોતાના ફેશન સ્ટેટમેન્ટને લઈને લાઈમલાઈટમાં રહે છે. ત્યાં જ રાખી પણ મોટાભાગે કંઈકને કંઈક એવું કરે છે જેનાથી મીડિયાની નજર તેના પર બનેલી રહે. હવે જરા વિચારો કે જ્યારે આ બન્ને સાથે હોય તો શું થાય. 

જી હાં... આવો જ નજારો હાલમાં જ એક એવોર્ડ ફંક્શન પર જોવા મળ્યા જ્યાં રણવીર સિંહ અને રાખી સાવંતની મુલાકાત થઈ. બન્નેની આ મુલાકાત ખૂબ રસપ્રદ રહી, જેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થતા આ વીડિયોમાં બન્નેને પોત પોતાના અંદાજમાં મસ્તી કરતા જોઈ શકાય છે. 

વાયરલ થઈ રહ્યો છે આ વીડિયો 
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં રાખી અને રણવીર એક બીજાની સાથે ખૂબ અલગ જ અંદાજમાં જોવા મળી રહ્યા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે રાખી સાવંતને મળ્યા બાદ રણવીર સિંહ ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. તે તેની સાથે ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે અને ફોટો માટે અલગ અલગ પોઝ આપતા પણ જોવા મળી રહ્યા છે. 

હાલના દિવસોમાં બન્નેની આ મસ્તી જોઈને ફેન્સ પણ કમેન્ટ સેક્શનમાં અલગ અલગ કમેન્ટ્સ કરી રહ્યા છે. ITA એવોર્ડ્સ 2022માં રણવીર ઉપરાંત રાખી સાવંતને આલિયા ભટ્ટની સાથે પણ સ્પોર્ટ કરવામાં આવ્યો હતો તેમણે આલિયા ભટ્ટની સાથે પણ કેમેરા સામે અલગ અલગ પોઝ આપ્યા હતા. 

સોશિયલ મીડિયા પર રણવીર અને રાખીનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેના પર સોશિયલ મીડિયા યુઝર્સ તાબડતોબ પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે વીડિયો પર કમેન્ટ કરતા લખ્યું, "દીપિકા આદે પક્કુ ઘરમાં એન્ટ્રી નહીં આપે." તો એક અન્ય યુઝરે લખ્યું. "રામ મિલાએ જોડી". એક અન્ય યુઝરે લખ્યું, "બન્ને જોકર એક સાથે". જ્યારે અમુક લોકો તો એવું કહેતા જોવા મળ્યા કે રાખીને મળીને રણવીરને વધારે જોશ આવી ગયો. આ રીતે આ વીડિયો પર લોકો કમેન્ટ્સ દ્વારા ખૂબ પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ