બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ranchi begunkodar station of jhalda of ranchi railway division is called a haunted station

રસપ્રદ કિસ્સો / ભૂત દેખાડનારને રૂ. 50 હજારનું ઇનામ!, આખરે કેમ સદીઓથી બંધ પડી રહ્યું આ રેલવે સ્ટેશન

Manisha Jogi

Last Updated: 02:23 PM, 13 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાંચી રેલવે મંડળના ઝાલદાના બેગુનકોદર સ્ટેશનને ભુતિયા સ્ટેશન કહેવામાં આવે છે. 56 વર્ષ પહેલા આ સ્ટેશનના ભૂતના રહસ્યની વાત લીક થઈ હતી.

  • ભૂત દેખાડશો તો 50 હજાર રૂપિયાનું ઈનામ!
  • 56 વર્ષ પહેલા ભૂતના રહસ્યની વાત લીક થઈ
  • સદીઓથી બંધ પડી રહ્યું આ રેલવે સ્ટેશન

ઝારખંડની સરહદે આવેલ પશ્ચિમ બંગાળ વિજ્ઞાન મંચની પુરુલિયા શાખાએ ફરી એકવાર પુરસ્કારની જાહેરાત કરી છે કે, ભૂત દેખાડશો તો 50 હજાર રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. રાંચી રેલવે મંડળના ઝાલદાના બેગુનકોદર સ્ટેશનને ભુતિયા સ્ટેશન કહેવામાં આવે છે. 56 વર્ષ પહેલા આ સ્ટેશનના ભૂતના રહસ્યની વાત લીક થઈ હતી. 

ભૂતની કહાની
ભૂત ચતુર્દશી પહેલા આ વિસ્તારના એક વૃદ્ધ વ્યક્તિએ આ રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો છે. તેમણે જણાવ્યું કે, તે સમયે બૈદ્યનાથ સરકાર સ્ટેશન માસ્તર હતા અને તેમણે ભૂત જોવાની ખોટી કહાની જણાવી હતી. સ્ટેશન માસ્તરની ચાર દીકરીઓની આ ક્ષેત્રમાં છેડતી કરવામાં આવી હતી અને તેમને ટ્રાન્સફર જોઈતું હતું જેથી તેમને ટ્રાન્સફર ના મળતા તેમણે ભૂતની ખોટી કહાની ઘડી દીધી હતી. 

ભૂતના ડરથી સ્ટેશન બંધ
વર્ષ 1960 સુધીમાં આ સ્ટેશન બની ગયું હતું, તે સમયે રેલવે સ્ટેશન સુમસામ હતું. સ્ટેશન માસ્ટર સિવાય અન્ય એક કર્મચારી હતો. દક્ષિણ પૂર્વ રેલવેના રાંચી ડિવિઝનના આ સ્ટેશનની બાજુમાં બામનિયા ગામ આવેલ છે અવે તે બેગુનકોદરમાં છે. આ કારણોસર આ સ્ટેશનનું નામ બેગુનકોદર છે. ભૂતિયા આરોપને કારણે આ સ્ટેશન સદીઓ સુધી બંધ રહ્યા પછી આંદોલન કરવામાં આવ્યું. આંદોલન કર્યા પછી વર્ષ 2007માં માત્ર દિવસે ટ્રેન ઊભી રહેવાની શરતે આ સ્ટેશન ફરીથી ખોલવામાં આવ્યું.

પહેલા રાત્રે ટ્રેન ઊભી રહેતી નહોતી
રેલવે એજન્ટ દ્વારા ટિકીટ વેચવામાં આવશે. તંત્રએ સાબિત કરી દીધું કે, આ સ્ટેશન પર કોઈ ભૂત નથી, જેથી હવે રાત્રે પણ ટ્રેન ઊભી રહે છે. રેલવે કાર્યાલય તરફથી રિનોવેશનનું કામ કરવામાં આવી રહ્યું છે, પરંતૂ ''ભૂત-ભૂત''નું લેબલ હટાવવામાં આવ્યું નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ