બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / rakshabandhan 2023 this is the right way to tie rakhi know otherwise you may regret

તમારા કામનું / રક્ષાબંધન પર રાખડી બાંધવાની રીત : પહેલા તિલક લગાવવું પછી આરતી, જાણી લો નિયમ

Manisha Jogi

Last Updated: 09:22 AM, 30 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિંદુ ધર્મમાં રક્ષાબંધનનું વિશેષ મહત્ત્વ છે. માન્યતા અનુસાર રાખડી બાંધતા સમયે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આ બાબતો વગર રક્ષાબંધન અધૂરી માનવામાં આવે છે.

  • હિંદુ ધર્મમાં રક્ષાબંધનનું વિશેષ મહત્ત્વ
  • ભાઈ બહેનના સંબંધનું પ્રતીક છે રક્ષાબંધન
  • રાખડી બાંધતા સમયે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ

હિંદુ ધર્મમાં રક્ષાબંધનનું વિશેષ મહત્ત્વ છે. આ તહેવાર ભાઈ બહેનના સંબંધનું પ્રતીક છે. માન્યતા અનુસાર રાખડી બાંધતા સમયે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આ બાબતો વગર રક્ષાબંધન અધૂરી માનવામાં આવે છે. આ વર્ષે ભદ્રાને કારણે આજે અને આવતીકાલે રક્ષાબંધન ઊજવવામાં આવશે. રાખડી બાંધતા સમયે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

ભદ્રાકાળમાં રાખડી ના બાંધવી
રક્ષાબંધન પર ભદ્રા રહેશે. 30 ઓગસ્ટના રોજ એટલે કે, આજે રાત્રે 09:02 વાગ્યે ભદ્રકાળ સમાપ્ત થશે, તેથી ભદ્રકાળ પૂર્ણ થયા પછી રાખડી બાંધવી જોઈએ.

  • સૌથી પહેલી રાખડી ભગવાનને બાંધવી જોઈએ અને તેમના આશીર્વાદ લેવા જોઈએ. 
  • ભાઈના માથે તિલક કરો અને દીવો પ્રગટાવીને આરતી ઉતારો, ત્યારપછી ભાઈને જમણા હાથમાં રાખડી બાંધો. 
  • રક્ષાબંધન માટે પૂજાની થાળીમાં રોલી, અક્ષત, દીવો, મિઠાઈ, રાખડી અને ચંદન મુકો. 
  • રાખડી તૂટેલી ના હોવી જોઈએ. ક્યારેય પણ રાખડી પ્લાસ્ટિકની, ખંડિત, અશુભ ચિહ્નોની અને તૂટેલી ફૂટેલી ના બાંધવી જોઈએ. તમારી પાસે રાખડી ના હોય તો ભાઈના હાથ પર નાળાછડી પણ બાંધી શકો છો. 

રાખડી બાંધતા સમયે થાળીમાં રાખો આ વસ્તુઓ
રક્ષાબંધનના દિવસે ભાઈને રાખડી બાંધતા પહેલા થાળી સજાવવી જોઈએ. રાખડી બાંધવા માટે ચાંદીની થાળીને શુભ માનવામાં આવે છે. ચાંદીની થાળી ના હોય તો સામાન્ય થાળી લો અને તેમાં ઓમ અથવા સ્વસ્તિક બનાવો. હવે તે થાળીમાં અક્ષત, રોલી, ચંદન, દહીં અને દીવો મુકો. થાળીમાં તિલક પણ હોવો જોઈએ, ત્યારપછી ભાઈને જમણા હાથમાં રાખડી બાંધો. હવે તેને મિઠાઈ ખવડાવીને આરતી ઉતારો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ