બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વાહ! આ વખતે તહેવારો પર ઘરે જવું સરળ પડશે, ST નિગમે કરી વિશેષ વ્યવસ્થા, દોડશે એક્સ્ટ્રા બસો

મહત્વનો નિર્ણય / વાહ! આ વખતે તહેવારો પર ઘરે જવું સરળ પડશે, ST નિગમે કરી વિશેષ વ્યવસ્થા, દોડશે એક્સ્ટ્રા બસો

Last Updated: 10:09 AM, 14 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Raksha Bandhan 2024 GSRTC Latest News : રક્ષાબંધન (Raksha Bandhan 2024) ને લઈ એસટી નિગમ (GSRTC) રાજ્યમાં 6500 એક્સ્ટ્રા ટ્રીપ દોડાવશે, ગત વર્ષ કરતાં આ વર્ષે 600થી 700 ટ્રીપ પ્લસ કરી 10 ટકા આયોજનને વધારવામાં આવ્યું

Raksha Bandhan 2024 GSRTC : રક્ષાબંધન (Raksha Bandhan 2024) ના તહેવારને લઈ બહેનોને પોતાના ભાઈને રાખડી બાંધવા જવામાં કોઈ તકલીફ નહીં પડે. હા, દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાત ST નિગમ (GSRTC) દ્વારા વધારાની બસો દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. વાસ્તવમાં રક્ષાબંધન (Raksha Bandhan 2024)ને લઈ એસટી નિગમ (GSRTC) રાજ્યમાં 6500 એક્સ્ટ્રા ટ્રીપ દોડાવશે. જેથી મુસાફરોને તહેવાર સમયે મુસાફરીમાં અગવડતા ન પડે. મહત્વનું છે કે, આ વર્ષે ગત વર્ષ કરતાં વધુ એકસ્ટ્રા ટ્રીપનું આયોજન કરવામાં આવશે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે GSRTC દ્વારા આ વર્ષે પણ રક્ષાબંધન (Raksha Bandhan 2024)ના તહેવારને લઈ મુસાફરોને અગવડતા ન પડે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. વિગતો મુજબ આ વર્ષે એસટી નિગમ (GSRTC) રાજ્યમાં 6500 એક્સ્ટ્રા ટ્રીપ દોડાવશે.

ચાલુ વર્ષે નિગમ દ્વારા 17 ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધી રક્ષાબંધન (Raksha Bandhan 2024)ના તહેવારો દરમિયાન અંદાજિત 6,500 જેટલી એક્સ્ટ્રા ટ્રીપોનું સંચાલન કરવાના છે. જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, મહેસાણા, રાજકોટ, જામનગર સહિતના ડીવિઝનમાંથી ટ્રાફિક પ્રમાણે એકસ્ટ્રા ટ્રીપનું સંચાલન કરવામાં આવશે.

વધુ વાંચો : શિક્ષકો ખરાં, હવે તો આચાર્યો પણ ગુલ્લીબાજ નીકળ્યાં, ખુદ DEOએ નોટિસ ફટકારી

આવો જાણીએ શું કહ્યું એસટી નિગમના અધિકારીએ ?

સમગ્ર મામલે એસટી નિગમ (GSRTC) ના ઇન્ચાર્જ Cso & Clo આર ડી ગલચરે જણાવ્યું હતું કે, ગયા વર્ષે સાડા 3 લાખ જેટલા મુસાફરો સાથે નિગમને 3 કરોડ 25 લાખ જેટલી આવક થઈ હતી. જોકે આ વર્ષે 600થી 700 ટ્રીપ પ્લસ કરી 10 ટકા આયોજનને વધારવામાં આવ્યું છે. લગભગ 6700 જેટલી ટ્રીપોનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે તેમણે કહ્યું કે, નિગમની જે પ્રવર્તમાન યોજના છે તે મુજબ ગ્રુપ ટિકિટમાં પણ ડિસ્કાઉન્ટ મળશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat ST Bus GSRTC Raksha Bandhan 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ