બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ધર્મ / raksha bandhan 2023 date muhurat time 2023 rakshabandhan

તમારા કામનું / આ વર્ષે બે દિવસ રક્ષાબંધન ઉજવાશે! અશુભ ભદ્રાકાળના કારણે છેક રાત્રે છે રાખડી બાંધવાનું મુહૂર્ત, જાણી લો આ વાત

Manisha Jogi

Last Updated: 01:52 PM, 30 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિંદુ ધર્મમાં રક્ષાબંધન સૌથી મોટો પર્વ છે. શ્રાવણી પૂનમના દિવસે રક્ષાબંધન ઊજવવામાં આવે છે. દર વર્ષે 10થી 15 ઓગસ્ટ દરમિયાન રક્ષાબંધન આવે છે, પરંતુ આ વર્ષે અધિક માસ છે.

  • શ્રાવણી પૂનમના દિવસે રક્ષાબંધનની ઊજવણી
  • શ્રાવણ મહિનો બે મહિનાનો રહેશે
  • શ્રાવણ મહિનો 4 જુલાઈથી શરૂ થશે

હિંદુ ધર્મમાં રક્ષાબંધન સૌથી મોટો પર્વ છે. આખા વર્ષ દરમિયાન લોકો આ તહેવારની રાહ જોતા હોય છે. શ્રાવણી પૂનમના દિવસે રક્ષાબંધન ઊજવવામાં આવે છે. દર વર્ષે 10થી 15 ઓગસ્ટ દરમિયાન રક્ષાબંધન આવે છે, પરંતુ આ વર્ષે અધિક માસ છે. આ કારણોસર શ્રાવણ મહિનો બે મહિનાનો રહેશે. શ્રાવણ મહિનો 4 જુલાઈથી શરૂ થશે અને 31 ઓગસ્ટના રોજ પૂર્ણ થશે. જેથી રક્ષાબંધનની 15 દિવસ મોડી ઊજવણી કરવામાં આવશે. રક્ષાબંધન એક દિવસ નહીં, પરંતુ બે દિવસ ઊજવવામાં આવશે અને રક્ષાબંધનના દિવસે ભદ્રા રહેશે. 

રક્ષાબંધનની 2 દિવસ ઊજવણી
હિંદુ પંચાંગ અનુસાર આ વર્ષે 30 ઓગસ્ટના રોજ શ્રાવણી પૂર્ણિમા છે, જે સવારે 10:58 વાગ્યાથી શરૂ થશે અને 31 ઓગસ્ટના રોજ સવારે 07:05 વાગ્યા સુધી રહેશે. જેથી બે દિવસ રક્ષાબંધનની ઊજવણી કરવામાં આવશે. 30 ઓગસ્ટના રોજ સવારે 10:58 વાગ્યાથી ભદ્રા શરૂ થશે અને 30 ઓગસ્ટના રોજ રાત્રે 09:01 વાગ્યે પૂર્ણ થશે. જેથી 30 ઓગસ્ટના રોજ રાત્રે 09:01 વાગ્યાથી 31 ઓગસ્ટના રોજ સવારે 07:05 વાગ્યા સુધી રાખડી બાંધી શકાશે. 

ભદ્રાકાળમાં રાખડી શા માટે બાંધવામાં આવતી નથી
ધર્મ શાસ્ત્રમાં ભદ્રકાળમાં શુભ કામ કરી શકાતું નથી. ભદ્રકાળમાં જે શુભ કામ કરવામાં આવે છે, તેનું અશુભ ફળ પ્રાપ્ત થાય છે. ભદ્રકાળમાં રાખડી બિલ્કુલ પણ બાંધવામાં આવતી નથી. રાવણની બહેને ભદ્રકાળમાં રાખડી બાંધી હતી અને તે જ વર્ષે પ્રભુ શ્રી રામે લંકાપતિ રાવણનો વધ કર્યો હતો. જેથી રાવણના સમગ્ર કુળનો નાશ થયો હતો. આ કારણોસર માનવામાં આવે છે કે, ભદ્રકાળમાં રાખડી બાંધવાથી ભાઈની ઉંમર ઓછી થઈ જાય છે. 

(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ