બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:17 AM, 12 May 2026
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ફ્યુઅલ બચાવવાની અપીલ બાદ સરકાર વધુને વધુ સક્રિય બની છે. જેમાં ડીફેન્સ મીનીસ્ટર રાજનાથ સિંહે સોમવારે એક ઈમરજન્સી બેઠક યોજી હતી. આ બેઠકમાં પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ પર નજર રાખવા માટે રચાયેલા મંત્રીઓના જૂથે પણ હાજરી આપી હતી. આ બેઠક રીઝનમાં તાજેતરના ડેવલોપમેન્ટ અને સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે બોલાવવામાં આવી હતી.
ADVERTISEMENT
અગાઉ રવિવારે હૈદરાબાદમાં એક રેલી દરમિયાન પીએમ મોદીએ તમામ ભારતીયોને ફ્યુઅલ બચાવવા વિનંતી કરી હતી. તેમને તેમને વૈશ્વિક ઈમરજન્સીને કારણે ઉર્જા સંકટ સામે સાવચેતીનાં પગલાં લેવા વિનંતી કરી હતી. પીએમ મોદીએ જણાવ્યું હતું કે વર્તમાન ઈમરજન્સી માત્ર સરકાર માટે એક પડકાર નથી પરંતુ રાષ્ટ્રીય ચારિત્ર્યની પણ કસોટી છે.
ADVERTISEMENT
રવિવારે અહીં ભાજપના તેલંગાણામાં આયોજિત રેલીને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેટ્રોલ અને ડીઝલનો વિવેકપૂર્ણ ઉપયોગ, શહેરોમાં મેટ્રો રેલ સેવાઓનો ઉપયોગ, કારપૂલિંગ, ઇલેક્ટ્રિક વાહનોનો મહત્તમ ઉપયોગ, પાર્સલ મોકલવા માટે રેલ સેવાઓનો ઉપયોગ અને વિદેશી ચલણ બચાવવા માટે ઘરેથી કામ કરવા જેવા પગલાં સૂચવ્યા હતા.

ADVERTISEMENT
જેમાં મોદીએ કહ્યું કે, યુદ્ધને કારણે પેટ્રોલ અને ખાતરોના ભાવમાં તીવ્ર વધારો થયો છે. તેમને કહ્યું કે જ્યારે સપ્લાય ચેઇન પર દબાણ હોય છે ત્યારે ઈમરજન્સીનો સામનો કરવા માટે વિવિધ પગલાં લેવા છતાં મુશ્કેલીઓ વધે છે. આથી વૈશ્વિક ઈમરજન્સી દરમિયાન આપણે દેશને પ્રથમ સ્થાને રાખીને સંકલ્પ લેવા જોઈએ.
કોવિડ-19 મહામારીનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે કોવિડ-19 મહામારી દરમિયાન આપણે ઘરેથી કામ કરવા, ડિજિટલ માધ્યમ દ્વારા મુલાકાત કરવા, વીડિયો કોન્ફરન્સિંગ અને અન્ય ઘણી પદ્ધતિઓ વિકસાવી છે. આપણે તેનાથી ટેવાઈ ગયા છીએ. સમયની માંગ છે કે આ પદ્ધતિઓ ફરી શરૂ કરવામાં આવે.
ADVERTISEMENT
ઈમરજન્સીને કારણે ફોરેન એક્સચેન્જ બચાવવાની જરૂરિયાત પર ભાર મૂકતા મોદીએ સોનાની ખરીદી અને વિદેશ યાત્રા એક વર્ષ માટે મુલતવી રાખવા હાકલ કરી. તેમને કહ્યું કે આપણે કોઈપણ કિંમતે ફોરેન એક્સચેન્જ બચાવવું જોઈએ. તેમણે એડિબલ ઓઇલનો વપરાશ ઘટાડવા, કેમિકલ ખાતરોનો ઉપયોગ ઘટાડવા અને નેચરલ ખેતી અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે પણ હાકલ કરી જેથી ફોરેન એક્સચેન્જ બચાવી શકાય.
ADVERTISEMENT
ત્યાર બાદ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે સોમવારે નાગરિકોને તેમના ફોરેન એક્સચેન્જ ભંડારને બચાવવા માટે દરેક શક્ય પ્રયાસ કરવા વિનંતી કરી હતી. કેમ કે પશ્ચિમ એશિયા યુદ્ધ ટૂંક સમયમાં વધવાના કોઈ સંકેતો દેખાતા નથી. ભારતીય ઇન્ડસ્ટ્રી સંઘ (CII) ના વાર્ષિક વ્યાપાર પરિષદમાં બોલતા વૈષ્ણવે કહ્યું કે, તાજેતરના ઘટનાઓને જોતાં પશ્ચિમ એશિયામાં યુદ્ધવિરામ હજુ દૂર લાગે છે. વૈષ્ણવે ઉમેર્યું કે કટોકટીના આ સમયમાં નાગરિકોની પણ મહત્વની ભૂમિકા છે. નાગરિકો તરીકે આપણે આપણા જીવનમાં માર્ગો ઓળખી શકીએ છીએ અને ફોરેન એક્સચેન્જ બચાવવા માટે કામ કરી શકીએ છીએ. આપણેફોરેન એક્સચેન્જ કેમાવવા માટે આપણા પ્રયાસો પણ વધારવા જોઈએ.
मोदी जी ने कल जनता से त्याग मांगे - सोना मत ख़रीदो, विदेश मत जाओ, पेट्रोल कम जलाओ, खाद और खाने का तेल कम करो, मेट्रो में चलो, घर से काम करो।
— Rahul Gandhi (@RahulGandhi) May 11, 2026
ये उपदेश नहीं - ये नाकामी के सबूत हैं।
12 साल में देश को इस मुक़ाम पर ला दिया है कि जनता को बताना पड़ रहा है - क्या ख़रीदे, क्या न…
ADVERTISEMENT
આ અંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત અનેક વિપક્ષી નેતાઓ પીએમ મોદીની આ અપીલો બાદ હુમલાવર છે. જેમાં રાહુલ ગાંધીએ સોમવારે કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જનતાને કરેલી અપીલ, જેમ કે સોનું ન ખરીદવું અને ઓછું પેટ્રોલ વાપરવું, તેમની નિષ્ફળતાનો પુરાવો છે અને દેશ ચલાવવો તેમની ક્ષમતાની બહાર છે. કોંગ્રેસના નેતાએ એમ પણ કહ્યું હતું કે પ્રધાનમંત્રી હંમેશા જવાબદારીથી બચવા માટે જનતા પર જવાબદારી ઢોળે છે.
રાહુલ ગાંધીએ X પર પોસ્ટ કરી હતી કે, "મોદીએ ગઈકાલે જનતા પાસેથી બલિદાન માંગ્યા હતા: સોનું ન ખરીદો, વિદેશ પ્રવાસ ન કરો, ઓછું પેટ્રોલ વાપરો, ખાતર અને રસોઈ તેલ ઓછું વાપરો, મેટ્રોમાં સવારી કરો અને ઘરેથી કામ કરો. આ ઉપદેશ નહીં નિષ્ફળતાના પુરાવા છે. દરેક વખતે જનતા પર જવાબદારી આપી દેવામાં આવે છે જેથી ખુદ જવાબદારીમાથુંય બચી શકાય. દેશ ચલાવવો હવે Compromised PMના અન્ડરમાં નથી"
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.