બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / મનોરંજન / બોલિવૂડ / Rajinikanth coming closer to BJP? Blessings of CM Yogi

રાજનીતિ / પહેલા કહ્યું હતું PM મોદી અને શાહની જોડી શ્રીકૃષ્ણ-અર્જુન જેવી, હવે CM યોગીના લીધા આશીર્વાદ: ભાજપની નજીક આવી રહ્યા છે રજનીકાંત?

Priyakant

Last Updated: 01:12 PM, 20 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajinikanth News: રજનીકાંત પોતાની નવી ફિલ્મ જેલરના પ્રમોશન માટે લખનઉ પહોંચ્યા હતા. જ્યાં તેમણે CM યોગી સાથે તેમની ફિલ્મ જોવા માંગતા હતા પણ....

  • સુપરસ્ટાર રજનીકાંતની તસવીર ઝડપથી થઈ રહી છે વાયરલ 
  • રજનીકાંતે CM યોગી આદિત્યનાથના લીધા આશીર્વાદ
  • ભાજપની નજીક આવી રહ્યા છે રજનીકાંત? 

રજનીકાંત સમાચાર : સુપરસ્ટાર રજનીકાંતની એક તસવીર ઝડપથી વાયરલ થઈ રહી છે જેમાં તેઓ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લઈ રહ્યા છે. વાત જાણે એમ છે કે, રજનીકાંત પોતાની નવી ફિલ્મ જેલરના પ્રમોશન માટે લખનઉ પહોંચ્યા હતા. જ્યાં તેમણે CM યોગી સાથે તેમની ફિલ્મ જોવા માંગતા હતા, પરંતુ મુખ્યમંત્રીના વ્યસ્ત શેડ્યૂલને કારણે તે શક્ય બન્યું ન હતું. 

ભાજપની નજીક આવી રહ્યા છે રજનીકાંત? 
આ પહેલીવાર નથી જ્યારે તેમણે BJP કે પાર્ટીના નેતાઓ પ્રત્યે પોતાનો પ્રેમ જાહેર કર્યો હોય. રજનીકાંતે કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની જાહેરાત કરવા બદલ PM મોદી મોદી અને ગૃહમંત્રી અમિત શાહની પ્રશંસા કરી હતી.તેમણે તાજેતરમાં જ નવા સંસદ ભવનમાં સેંગોલની સ્થાપના પર તેમની પ્રશંસા કરતા PM મોદીનો આભાર માન્યો હતો.તમિલ સુપરસ્ટાર રજનીકાંતે ટ્વીટ કર્યું હતું કે, 'તમિલ શક્તિનું પરંપરાગત પ્રતીક સેંગોલ હવે નવી સંસદમાં ચમકશે.હું તમિલોને ગૌરવ અપાવનાર PM મોદીનો હૃદયપૂર્વક આભાર માનું છું.

રજનીકાંતે 2021ની તમિલનાડુ વિધાનસભા ચૂંટણી પહેલા જાહેરાત કરી હતી કે તેઓ "આધ્યાત્મિક રાજનીતિ" કરશે. આ જાહેરાત બાદ લોકો તેમને ભાજપના સહયોગી તરીકે ઓળખવા લાગ્યા. રજનીકાંતનું સમર્થન મળવાથી ભાજપને પણ ફાયદો થશે. DMK અને AIMDMKના પ્રભુત્વવાળા રાજ્યમાં ભાજપ પગ જમાવવા માટે સંઘર્ષ કરી રહી છે. લોકસભા ચૂંટણીને પણ ધ્યાનમાં રાખીને ભાજપ દક્ષિણના રાજ્યોમાં વિસ્તરણ કરવા માંગે છે.

મોદી-શાહની જોડી જેમ કે અર્જુન-કૃષ્ણ
રજનીકાંતે અગાઉ મોદી-શાહની જોડીને 'અર્જુન-કૃષ્ણ'ની જોડી ગણાવી છે. રજનીકાંતે કલમ 370 નાબૂદી પર સંસદમાં આપેલા ભાષણ માટે અમિત શાહની પ્રશંસા કરી હતી.

રજનીકાંતની નિકટતાથી ભાજપને ફાયદો
તમિલનાડુમાં લોકો રજનીકાંતને ભગવાન સમાન માને છે. તેમની લોકપ્રિયતા દેશના અન્ય ભાગોમાં પણ ઘણી છે. રજનીકાંતની નિકટતા અથવા સમર્થન ભાજપને તમિલનાડુમાં ફાયદો કરાવી શકે છે કે જ્યાં ભગવા પક્ષને આ લોકસભા ચૂંટણીમાં આશા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ