બ્રેકિંગ ન્યુઝ
VTV / Assembly election 2023 / ભારત / Politics / rajasthan gets new cm bhajan lal sharma what will be the political future of vasundhara raje scindia
ADVERTISEMENT
રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટીએ ભજનલાલ શર્માને નવા મુખ્યમંત્રી જાહેર કર્યા છે. છેલ્લા બે દાયકાથી રાજસ્થાનના સૌથી મોટા નેતા તથા બે વખત મુખ્યમંત્રી રહેનાર વસુંધરા રાજેને સાઈડલાઇન કરવામાં આવ્યા છે. વસુંધરા રાજેને કેમ મુખ્યમંત્રીનું પદ આપવામાં આવ્યું નહીં? રાજનીતિના પંડિતો આ મુદ્દે જુદા જુદા તર્ક આપી રહ્યા છે. એવામાં લોકસભા ચૂંટણી પછી જ વસુંધરા રાજેના રાજકીય કરિયરની તસવીર સાફ થશે. મધ્ય પ્રદેશ અને રાજસ્થાન બંને રાજ્યોમાં ભાજપે મોટા ફેરફાર કર્યા છે. જોકે સત્તાનું હસ્તાંતરણ ભાજપમાં ખૂબ જ સરળતાથી થયું, શિવરાજ સિંહ અને વસુંધરાની કોઈ નારાજગી લોકોની સામે આવી નથી.
રાજેને લોકસભા કે રાજ્યસભામાં મોકલવામાં આવશે?
જોકે વસુંધરા રાજે હાર માની લે તેવા નેતાઓમાં નથી, આ પહેલા પણ પાર્ટીમાં જ અવાજ ઉઠાવવામાં વસુંધરા રાજે ક્યારેય પાછા પડ્યા નથી. હવે જોવાનું એ રહે છે કે મુખ્યમંત્રીનું પદ છીનવાઇ ગયા બાદ વસુંધરા રાજે શું કરે છે?
ADVERTISEMENT
એવી સંભાવનાઓ છે કે વસુંધરા રાજે લોકસભા ચૂંટણી લડી શકે છે. જો લોકસભા ટિકિટ નહીં મળે તો વસુંધરા રાજેને રાજ્યસભાના સદસ્ય બનાવી કેન્દ્રીય મંત્રી બનાવી દેવામાં આવે તેવી પણ શક્યતા છે. કારણ કે લોકસભામાં વસુંધરાના દીકરા દુષ્યંતને ટિકિટ આપવામાં આવે છે.
વિદ્રોહની કોઈ સંભાવના નહીં
ભારતીય જનતા પાર્ટીમાં પ્રધાનમંત્રી મોદીની લોકપ્રિયતા એટલી છે કે બીજા કોઈ ક્ષેત્રીય નેતા તેમની સામે ટકી શકે તેમ નથી, સાથે સાથે ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય નડ્ડાએ હાઇકમાન્ડને એટલું મજબૂત બનાવ્યું છે કે પાર્ટીમાં વિદ્રોહની સંભાવના રહેતી નથી. બીજી તરફ કોંગ્રેસ પાર્ટીમાં સચીન પાયલટે ખૂલીને વિદ્રોહ કર્યો હતો, આ પહેલાં જ્યોતિરાદિત્ય સિંધિયા પણ પાર્ટી તોડી ચૂક્યા છે. જોકે વસુંધરા રાજે આવું કરે તેવી જરા પણ સંભાવના નથી.
ADVERTISEMENT
રાજસ્થાનમાં બ્રાહ્મણ CM કેમ?
ભારતમાં સૌથી વધુ બ્રાહ્મણ રાજસ્થાનમાં જ રહે છે, જેથી રાજસ્થાનમાં બ્રાહ્મણ CM આપીને ભાજપે આખા દેશમાં સંદેશ આપવા પ્રયાસ કર્યો છે. દેશમાં પાંચ ટકા બ્રાહ્મણ વસ્તી છે, જ્યારે રાજસ્થાનમાં આઠ ટકા બ્રાહ્મણો રહે છે. બ્રાહ્મણોને ભાજપના કોર વોટર માનવામાં આવે છે, એવામાં 2024માં ભાજપ કોર વૉટર્સને રાજી રાખવા માંગે છે. રાજસ્થાનમાં બીજા બે ડેપ્યુટી CM આપીને જાતિઓને બેલેન્સ કરવામાં આવી છે. દિયા કુમારી રાજપૂત છે અને રાજપરિવરથી આવે છે જ્યારે પ્રેમચંદ બૈરવા દલિત પરિવારના છે.
મધ્ય પ્રદેશમાં OBC કાર્ડ
મધ્ય પ્રદેશમાં સંગઠન સાથે જોડાયેલા નેતા મોહન યાદવને CM બનાવવામાં આવ્યા છે, મોહન યાદવ ABVPથી રાજકારણ કરી રહ્યા છે. 2013માં પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા. મોહન યાદવને CM બનાવીને ભાજપે ઉત્તર પ્રદેશ અને બિહારના વૉટર્સને સંદેશ આપ્યો છે. ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી જ્યારે બિહારમાં રાષ્ટ્રીય જનતા દળના કારણે યાદવ વોટ ભારતીય જનતા પાર્ટીને મળતા નથી, લાલુ યાદવ અને અખિલેશ યાદવની પાર્ટી મોટા ભાગના યાદવ વોટને લઈ જાય છે. બંને રાજ્યોમાં 10થી 12 ટકા વસ્તી યાદવોની છે. સાથે સાથે એક બ્રાહ્મણ અને એક દલિત નેતાને ડેપ્યુટી CM બનાવવામાં આવ્યા છે.
ADVERTISEMENT
છત્તીસગઢમાં આદિવાસી CM
જો છત્તીસગઢની વાત કરીએ તો વિષ્ણુદેવ સાય આદિવાસી સમાજથી આવે છે અને તેઓ ચાર વખત સાંસદ, બે વખત ધારાસભ્ય, કેન્દ્રીય રાજ્યમંત્રી તથા ત્રણ વખત પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે. તેમની આદિવાસી ગઢમાં મજબૂત પકડ છે. આ વખતે આદિવાસી વિસ્તારોમાં ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું છે અને મોટા ભાગની બેઠકો કબજે કરી છે. છત્તીસગઢમાં 34 ટકા વસ્તી આદિવાસીઓની જ છે. એવામાં લોકસભા ચૂંટણીના ચાર પાંચ મહિના પહેલા આદિવાસી નેતાને મોટું પદ આપીને ભાજપે આદિવાસી વૉટર્સને ખુશ કરવા પ્રયાસ કર્યો છે. સાથે સાથે દેશભરમાં ભાજપની છવિ એવી બનશે કે પાર્ટી દ્વારા દરેક વર્ગને મોકો આપવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.