બ્રેકિંગ ન્યુઝ
રાજસ્થાનના શિક્ષણમંત્રી મદન દિલાવરે મુઘલ બાદશાહ અકબરને બળાત્કારી કહ્યો છે. રાજ્યના પાઠ્યપુસ્તકોમાં અકબરના લખાણ અંગે ટિપ્પણી કરવા અંગે પૂછવામાં આવતા, રવિવારે બાલોત્રામાં એક મંદિરની મુલાકાતે આવેલા મદન દિલાવરે કહ્યું કે મુઘલ શાસક અકબર મીણા બજારમાંથી સુંદર મહિલાઓને લાવીને રેપ કરતો હતો. મંત્રીએ અકબરને મહાન કહેવા સામે પણ વાંધો ઉઠાવ્યો હતો.
ADVERTISEMENT
અકબરને મહાન કહેવા સામે પણ મંત્રીને વાંધો
પત્રકારો સાથેની વાતચીતમાં દિલાવરે કહ્યું, "અકબર ક્યારેય મહાન નહોતો. તે એક આક્રમણખોર અને બળાત્કારી હતો. તે 'મીના બજાર' ચલાવતો હતો અને ત્યાંથી સુંદર મહિલાઓને લાવીને બળાત્કાર કરતો હતો. આવી વ્યક્તિને મહાન વ્યક્તિત્વ કહેવું એ મૂર્ખામી છે. શાળાના પાઠયપુસ્તકોમાં મોટા ફેરફારોની ચર્ચાનો જવાબ આપતા મંત્રીએ અગાઉ પણ કહ્યું હતું કે તેઓ કોઈ ફેરફાર લાવવા માંગતા નથી, પરંતુ કેટલીક ખોટી બાબતો દૂર કરવામાં આવશે.
ADVERTISEMENT
The Hon'ble Education Minister of Rajasthan, Shri Madan Dilawar Ji, unapologetically states the reality of Akbar. Great to see a person in a position of authority & responsibility stating history based on facts and not agenda. pic.twitter.com/PZ5RyWyC9o
— Eklavya Singh 🇮🇳 (@eklavyajpr) February 25, 2024
ADVERTISEMENT
અકબર કરતાં મહારાણા પ્રતાપના ઓછા મહત્વને સાંખી નહીં લેવાય
30 જાન્યુઆરીએ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન દિલાવરે કહ્યું હતું કે, "અમારે અભ્યાસક્રમમાં ફેરફાર કરવાની જરૂર નથી, પરંતુ જે સામગ્રી ખોટી છે અથવા મહાન લોકોનું અપમાન કરશે તેને દૂર કરવામાં આવશે." શિવાજી અને વીર સાવરકર જેવા આપણા પૂર્વજો વિશે ઘણી ખોટી માહિતી છે. તે સુધારી લેવામાં આવશે. "ઘણા પુસ્તકો કહે છે કે સાવરકર દેશભક્ત નહોતા, જ્યારે અકબર મહાન હોવાનું કહેવાય છે. શિવાજીને 'પર્વતીય ઉંદર' કહેવામાં આવતા હતા અને અકબરની સામે મહારાણા પ્રતાપની ભૂમિકા નીચી હોવાનું વર્ણવવામાં આવ્યું હતું. આવી બાબતો સ્વીકારી નહીં શકાય અને તેની સમીક્ષા કરવામાં આવશે.
BIG NEWS 🚨 Rajasthan Education Minister Madan Dilawar says he will remove "Akbar The Great" chapters from the curriculum 🔥🔥
— शिवचरण पाटिल (@sagrolikarBJP) February 26, 2024
He said "Akbar was a r@pist, he was not great at all. pic.twitter.com/LxX2yMMMst
ADVERTISEMENT
શું છે મીણા બજાર
આ પહેલા 2014ની સાલમાં રાજસ્થાનના તત્કાલિન ભાજપ પ્રદેશાધ્યક્ષ મદનલાલ સૈનીએ મુઘલ શાસક અકબર વિશે વિવાદિત નિવેદન આપતાં કહ્યું કે અકબર મીણા બજારમાં સ્ત્રીઓના કપડાં પહેરીને જતો અને ત્યાં રેપ કરતો હતો. બિકાનેરની રાણી કિરણ દેવીની સાથે અકબરે દુર્વ્યવહાર કર્યો હતો. વધુમાં તેમણે કહ્યું કે દુર્વ્યવહાર કરવા પર રાણીએ સમ્રાટના ગળા પર તલવાર રાખી દીધી હતી અને અકબરે તેમના જીવન માટે ભીખ માગવી પડી હતી. સૈનીએ કહ્યું કે તો જીવનચરિત્ર જોવું પડશે કે કોણ મહાન હોઈ શકે છે.
ADVERTISEMENT
Rajasthan Education Minister Madan Dilawar says he will remove "Akbar The Great" chapters from the curriculum
— Boiled Anda 🥚🇮🇳 (@AmitLeliSlayer) February 26, 2024
He said Akbar was a r@pist, he was not great at all
He used to abduct women and run Meena Bazar. How can a person fighting with Maharana Pratap be good to the country?🤘 pic.twitter.com/UsR2GnxO6M
ADVERTISEMENT
આગરા કિલ્લામાં છે મીણા બજાર
ઉલ્લેખીય છે કે આગારા કિલ્લામાં અકબરે મીણા બજાર બનાવ્યું હતું જ્યાં શાહી ઘરાનાની મહિલાઓ ખરીદી કરતી હતી. આ મીના બજારમાં શાહી પરિવારની મહિલાઓ, રાજપૂતોની રાણીઓ અને મોટી મોટી હસ્તીઓ અહીં આવીને દુકાનો લગવા હતી. અહીં સામાન્ય લોકો ખરીદી કરી શકતા નહોતા. મુઘલ ઘરાનાના લોકો જ ખરીદી કરી શકતાં હતા. બીજા રાજ્યના રાજાઓ પણ ખરીદી કરવા અહીં આવતાં હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.