બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ગુજરાત / Rainy system will return, meteorological department and Ambalal's relief forecast, India-Pak match to continue today..

2 મિનિટ 12 ખબર / વરસાદી સિસ્ટમ થશે રિટર્ન, હવામાન વિભાગ અને અંબાલાલની રાહત આપતી આગાહી, આજે ભારત-પાકનો મુકાબલો continue..

Dinesh

Last Updated: 07:22 AM, 11 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

samachar supar fast news : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, સપ્ટેમ્બર મહિનામાં વરસાદ થશે અને ઓક્ટોબર મહિનામાં પણ વરસાદની શક્યતા છે, આગામી 13 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર સુધી ગરમીનું પ્રમાણ વધશે.

Rain Forecast in Gujarat: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તેઓએ કહ્યું છે કે, સપ્ટેમ્બર મહિનામાં વરસાદ થશે અને ઓક્ટોબર મહિનામાં પણ વરસાદની શક્યતા છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, હવે વરસાદી સિસ્ટમ રિટર્ન થશે. ગુજરાતમાં 12 સપ્ટેમ્બર સુધી વરસાદ રહે તેવી શક્યતા છે. 12 સપ્ટેમ્બર બાદ પણ વધુ એક સિસ્ટમ બની રહી છે.તેઓએ ગરમીને લઈને આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી 13 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર સુધી ગરમીનું પ્રમાણ વધશે. ગરમીના કારણે હવાના દબાણ થતાં વરસાદની સંભાવના છે.  14મી સપ્ટેમ્બરે બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બની રહી છે. જેના કારણે દક્ષિણ ગુજરાતમાં વધુ એકવાર ભારે વરસાદની શક્યતા છે. સાથે જ ઉતર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની સંભવાના છે. 

આગામી દિવસોમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું છે કે પૂર્વ રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશમાં 11 સપ્ટેમ્બરના રોજ મુશળધાર વરસાદ થવાનો છે. જ્યારે ઉત્તરપૂર્વ ભારતમાં આગામી ત્રણથી ચાર દિવસ સુધી ભારે વરસાદ પડશે. આ સિવાય ઓડિશા, છત્તીસગઢમાં 12 સપ્ટેમ્બરથી ભારે વરસાદ થશે.પૂર્વી ભારતની વાત કરીએ તો આંદામાન અને નિકોબારમાં 10-13 સપ્ટેમ્બર વચ્ચે ભારે વરસાદ થવાનો છે. આ સિવાય ઓડિશામાં 12-14 સપ્ટેમ્બર દરમિયાન વરસાદ પડશે. ઝારખંડમાં 13 અને 14 સપ્ટેમ્બરે અને ગંગાના પશ્ચિમ બંગાળમાં 14 સપ્ટેમ્બરે ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. દક્ષિણ ભારતની વાત કરીએ તો કેરળ અને માહેમાં 10 અને 11 સપ્ટેમ્બરે ભારે વરસાદ પડશે. 

UP Rain: Heavy rains may occur in UP in these two days, Met department has warned

દિલ્હીમાં યોજાયેલ બે દિવસની G20 સમિટ બાદ વડાપ્રધાન મોદીએ તેના સમાપનની જાહેરાત કરી છે. આ દરમિયાન પીએમ મોદીએ G20 વર્ચ્યુઅલ સમિટના સૂચનો આપ્યા અને બ્રાઝિલને અધ્યક્ષતા સોંપી હતી. G20 કોન્ફરન્સનું આયોજન આવતા વર્ષે બ્રાઝિલમાં થશે. જો કે નવેમ્બરના અંત સુધી અધ્યક્ષતા ભારત પાસે રહેશે. સમાપન દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે ગઈકાલે અમે વન અર્થ વિશે વાત કરી હતી, મને સંતોષ છે કે આજે G-20 એક પૃથ્વી, એક પરિવાર અને એક ભવિષ્ય અંગેના આશાવાદી પ્રયાસો માટેનું પ્લેટફોર્મ બની ગયું છે. અહીં આપણે એવા ભવિષ્ય વિશે વાત કરી રહ્યા છીએ જેમાં આપણે ગ્લોબલ વિલેજથી આગળ વધીને ગ્લોબલ ફેમિલીને વાસ્તવિકતા બનતા જોઈશું. એક એવું ભવિષ્ય જેમાં માત્ર દેશોના હિત જ નહીં, હૃદય પણ જોડાયેલા હોય.વડા પ્રધાને કહ્યું, 'તમે બધા જાણો છો કે નવેમ્બર સુધી G20 અધ્યક્ષપદની જવાબદારી છે. હજુ અઢી મહિના બાકી છે. આ બે દિવસમાં તમે બધાએ ઘણી બધી બાબતો આગળ મૂકી અને સૂચનો આપ્યા. તેમની પ્રગતિને કેવી રીતે ઝડપી બનાવી શકાય તે જોવા માટે મળેલા સૂચનોને ફરી એકવાર જોવાની જવાબદારી અમારી છે.

G 20 summit concluded: PM Modi proposed virtual summit, handed over chairmanship to Brazil

કોલંબોમાં ભારે વરસાદને કારણે ભારત અને પાકિસ્તાનની મેચ કેન્સલ કરી દેવામાં આવી હતી. ટોસ હારીને પહેલા બેટિંગ માટે ઉતરેલી ટીમ ઈન્ડીયાએ 24.1 ઓવરમાં 147 રન બનાવ્યાં હતા પરંતુ ત્યાર પછી ભારે વરસાદને કારણે મેચ અટકાવી દેવી પડી હતી. છેક રાતના 8.30 વાગ્યે કોલંબાના પ્રેમદાસા સ્ટેડિયમમાં ફરી વરસાદ પડતાં આખરે મેચ રદ કરીને આજે રિઝર્વ ડેમાં મેચ રમાડવાનો નિર્ણય લેવાયો હતો.આજે એટલે 11 સપ્ટેમ્બરે ભારતની ઈનિંગ જ્યાંથી અટકી હતી ત્યાંથી મેચ શરુ થશે. શ્રીલંકાના કોલંબોમાં હાલમાં ભારે વરસાદ પડતાં મેચ અટકાણી છે. વરસાદ પડતાં સુધી ભારત મજબૂત સ્થિતિમાં છે. ભારતનો સ્કોર 147/2 છે. 

ind vs pak asia cup 2023 super four live

જ્ઞાન સહાયક ઉમેદવારો સાથે શિક્ષણમંત્રી કુબેર ડિંડોરનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં કુબેર ડિંડોરે ઉમેદવારોને શિક્ષક ભરતીને લઈ જવાબ આપ્યો હતો. ઉમેદવારો કાયમી ભરતી માટે ઉમેદવારો લડત ચલાવી રહ્યા છે.  આ બાબતે કુબેર ડિંડોરે કહ્યું હતું કે જ્ઞાન સહાયકમાં જેમને જોડાવું હોય તે જોડાઈ શકે છે. જો ન જોડાવું હોય તો ઘરે બેસી રહો. કાયમી ભરતી પણ કરવામાં આવશે. રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં કરાર આધારીત ભરતી કરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી હતી. પરંતું જાહેરાત પ્રસિદ્ધ થયા બાગ ટેટ તેમજ ટાટાની પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોમાં વિરોધ ઉભો થવા પામ્યો હતો.  ત્યારે ઉમેદવારો દ્વારા માંગણી કરી હતી કે,  સરકાર દ્વારા કાયમી ભરતી કરવામાં આવે. તેમજ છેલ્લા 5 વર્ષથી ટેટ અને ટાટની પરીક્ષાનું આયોજન કરાયું નથી. સહિતની માંગ સાથે રાજ્યમાંથી આવેલા ઉમેદવારો દ્વારા ગાંધીનગર ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

Rajkot News:  સાળંગપુર મંદિર પરિસરમાં આવેલી હનુમાનજીની ભવ્ય પ્રતિમાની નીચે કંડારવામાં આવેલા હનુમાનજીના વિવાદિત ભીંતચિત્રોને હટાવાયા છે. જોકે, સ્વામિનારાયણ સંપ્રદાયને લઈને હજુ પણ કેટલાક વિવાદ યથાવત છે. સાળંગપુર મંદિરમાંથી માત્ર ભીંતચિત્રોને હટાવતા અનેક સાધુ-સંતો નારાજ છે. તમામ મુદ્દાઓ પર સમાધાન ન થયા હોવાનું સાધુ-સંતો જણાવી રહ્યા છે. આ વચ્ચે રાજકોટના સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય દિનેશ પ્રસાદનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ ધાર્મિક વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરતા જોવા મળી રહ્યા છે. વાયરલ વીડિયોમાં આચાર્ય દિનેશ પ્રસાદ દેવી-દેવતાઓ વિરુદ્ધ બફાટ કરી રહ્યા છે. 

 સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે વિવાદિત ભીંત ચિત્રોને લઈ વિવાદ થતા તાત્કાલિકા ધોરણે વિવાદિત ભીંત ચિત્રો હટાવવામાં આવ્યા હતા. જે બાદ સ્વામિનારાયણ સંપ્રદાયનાં અનેક સાધુ-સંતો નારાજ હતા. ત્યારે આજે રાજકોટ સ્વામિનારાયણ સંપ્રદાયનાં આચાર્ય દિનેશ પ્રસાદનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેઓ દેવી-દેવતાઓ વિરૂદ્ધ બફાટ કરી રહ્યા છે. ત્યારે દિનેશ પ્રસાદનાં બફાટને લઈ જ્યોતિનાર્થ દ્વારા નિવેદન આપ્યું છે.સ્વામિનારાયણ સંપ્રદાયનાં દિનેશ પ્રસાદનાં નિવેદન મુદ્દે જ્યોતિનાથ મહારાજ દ્વારા આકરી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાય હવે હદ વટાવે છે. ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન ધર્મનાં પ્રતિક વાપરવાનું બંધ કરે. તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયનાં મંદિરોમાં સ્થાપિત કરેલા ભગવાન અમને સોંપી દો. તેમજ હવે સ્વામિનારાયણ સંપ્રદાયનાં સાધુ દ્વારા કરવામાં આવતા બફાટને સાંખી નહી લેવાય.

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા જ ભારતીય જનતા પાર્ટીમાંથી એક પછી એક જૂથવાદના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ઊંઝા બાદ હવે ભરૂચ-નર્મદામાં ભાજપની જૂથબંધી ગાંધીનગર પાર્લામેન્ટરી બોર્ડ સુધી પહોંચી છે. ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં વડોદરા અને નર્મદાનો વારો આવે એ પહેલાં જ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ વોકઆઉટ કર્યા બાદ હવે તેમનું નિવેદન સામે આવ્યું છે. સાંસદ મનસુખ વસાવાએ મીડિયા સમક્ષ વધુ એકવાર બળાપો કાઢ્યો છે. તેઓએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે, કેટલાક નેતાઓ મારા વિરુદ્ધ પાટીલ સાહેબને ભડકાવે છે.સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે, જેઓએ પાર્ટી અને સંગઠન માટે ક્યારેય કામ જ નથી કર્યું, એવા લોકો મારા વિરુદ્ધ સી.આર પાટીલ સાહેબને ભડકાવે છે. નાંદોદના MLA ડૉ.દર્શના દેશમુખ, જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ સી.આર પાટીલને મારા વિશે ખોટી માહિતી આપે છે. ઝઘડિયાના MLA રીતેશ વસાવા અને ઝઘડિયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પ્રકાશભાઈ દેસાઈ પણ અધ્યક્ષને ખોટી માહિતી આપતા હોવાનો આક્ષેપ સાંસદ મનસુખ વસાવાએ કર્યો છે. 

ઈસરોના સોલાર મિશન આદિત્ય L1એ પૃથ્વીની કક્ષાનું ત્રીજુ ચક્કર પૂર્ણ કરી લીધું છે. ત્રીજુ ચક્કર પૂર્ણ કર્યા પછી આદિત્ય L1 296x 71,767 કિલોમીટરની અંડાકાર કક્ષામાં ચક્કર પૂર્ણ કરી રહ્યું છે. ઈસરોનું સોલર યાન પૃથ્વીથી સૌથી નજીક 296 કિલોમીટર અને સૌથી વધુ દૂર 71,767 કિલોમીટરના અંતરે છે. ઈસરોએ આજે એક્સ હેન્ડલ પર આ બાબતે જાણકારી આપી છે; ‘રવિવારે 2:30 વાગ્યે ઓપરેશન પૂર્ણ થયું. આ ઓપરેશન દરમિયાન મોરિશસ, બેંગ્લોર, SDSC- શાર (શ્રીહરિકોટા) અને પોર્ટ બ્લેયરના ગ્રાઉન્ડ સ્ટેશનોએ ઉપગ્રહને ટ્રેક કર્યો.’ ઈસરો અનુસાર આદિત્ય L1ને 15 સપ્ટેમ્બરના રોજ સવારે 2 વાગ્યે ચોથી કક્ષામાં મોકલવામાં આવશે. ત્યારપછી આદિત્ય L1એ ફરી એકવાર કક્ષા બદલવી પડશે. ત્યારપછી ઉપગ્રહ ટ્રાંસ-લૈંગ્રેજિયન1 કક્ષામાં મોકલવામાં આવશે. આદિત્ય L1 18 સપ્ટેમ્બરના રોજ ધરતીના સ્ફેર ઓફ ઈન્ફ્લુઅન્સથી બહાર જતું રહેશે, જેને ધરતીનો એક્ઝિટ પોઈન્ટ કહેવામાં આવે છે, ત્યારપછી ધરતીના ગુરુત્વાકર્ષણની અસર ઓછી થઈ જશે. 

કોરોના વાયરસનો વૈશ્વિક આરોગ્ય ખતરો વૈજ્ઞાનિકો માટે ગંભીર ખતરો છે, આરોગ્ય નિષ્ણાતો તેના નવા પ્રકારોના જોખમો વિશે ચેતવણી આપે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઓમિક્રોનના બે નવા વેરિઅન્ટ એરિસ અને પિરોલા તાજેતરના મહિનાઓમાં સૌથી વધુ નોંધાયેલા કેસ છે, જેના કારણે ચેપનું જોખમ વધી રહ્યું છે. કોરોનાના સતત ખતરા વચ્ચે સ્વાસ્થ્ય નિષ્ણાતોએ આના જેવા જ નવા વાયરલ ઈન્ફેક્શનના ખતરાને લઈને એલર્ટ કર્યું છે. નિષ્ણાતોના મતે આ વર્ષની શરૂઆતથી વિશ્વના ઘણા દેશોમાં માનવ મેટાપ્યુમોવાયરસના કેસોમાં વધારો થયો છે. હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV) પણ શ્વસન માર્ગને કોરોનાની જેમ જ ચેપ લગાડે છે. જોકે કોરોનાથી વિપરીત આ વાયરસ ઉપલા અને નીચલા શ્વસન માર્ગ બંનેમાં ચેપ લાવી શકે છે.નિષ્ણાતો સૂચવે છે કે શિશુઓ અને વૃદ્ધો જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી છે. તેઓને મેટાપ્યુમોવાયરસથી ગંભીર બીમારી થવાનું જોખમ વધારે છે. તેના લક્ષણો સામાન્ય રીતે સામાન્ય ફ્લૂ જેવા જ હોય ​​છે, તેથી લોકો આ ચેપને લઈને ખૂબ જ મૂંઝવણમાં રહે છે.

After Corona, now the new virus has created havoc, all the symptoms are similar to Covid, declared the alert

ધોરણ 10 પાસ કરી લીધા બાદ સરકારી નોકરીની ઉત્સુકતાથી રાહ જોતા ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે.હિન્દુસ્તાન કોપર લિમિટેડ દ્વારા વિવિધ જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે. આ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી રહી છે. 9 સપ્ટેમ્બર 2023થી ઓનલાઈન અરજી ચાલી રહી છે. જે 30મી સપ્ટેમ્બર સુધી ચાલશે. એટલે કે ઉમેદવાર 30 મી તારીખ સુધી અરજી કરી શકશે. અરજી ફોર્મ સત્તાવાર વેબસાઇટ hindustancopper.com દ્વારા સબમિટ કરવા જણાવાયું છે.કુલ ખાલી જગ્યાઓની વાત કરવામાં આવે તો મદદનીશ ફોરમેનની 10 જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી રહી છે. આસિસ્ટન્ટ ફોરમેનની જગ્યાઓ માટે, ઉમેદવારો પાસે ત્રણ વર્ષનો અનુભવ સાથે ડિપ્લોમા ઇન માઇનિંગ એન્જિનિયરિંગ અથવા મોટી ભૂગર્ભ ધાતુની ખાણોમાં 6 વર્ષનો અનુભવ સાથે 10મું પાસ હોવું ફરજિયાત છે. વધુમાં માઇનિંગ ગેટ ગ્રેડ 1 ની 16 જગ્યાઓનો સમાવેશ થાય છે. જ્યારે માઇનિંગ ગેટ ગ્રેડ 1 માટે મહત્તમ શૈક્ષણિક લાયકાત 10 પાસ તરીકે નક્કી કરવામાં આવી છે. ઉમેદવારોએ પ્રથમ ઓનલાઈન અરજી કરી લીધા બાદ 14મી ઓક્ટોબર સુધીમાં ફોર્મની હાર્ડ કોપી પણ મોકલવા જણાવાયું છે આ સમય મર્યાદા બાદ ફોર્મ વેલીડ ગણાશે નહિ! 

Good recruitment in government company for 10th pass salary more than 72 thousand

શાહરૂખ ખાનની ફિલ્મ જવાને ધૂમ મચાવી દીધી છે. આ ફિલ્મને લઈને ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી અને જ્યારે ફિલ્મ રિલીઝ થઈ ત્યારે તેણે રેકોર્ડ તોડવાનું શરૂ કરી દીધું હતું. 7મી સપ્ટેમ્બરે રિલીઝ થયેલી જવાન સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. ફિલ્મમાં શાહરૂખ ખાનના સ્ટંટ દર્શકોને ખૂબ જ પસંદ છે. તેમજ આ સ્ટંટ જોયા બાદ તેઓ શાહરૂખ ખાનની મહેનત અને સમર્પણના વખાણ કરી રહ્યા છે. આ દરમિયાન શાહરૂખનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે જવાન ફિલ્મનો એક સીન કરતો જોવા મળી રહ્યો છે. જવાન ફિલ્મના આ BTS વીડિયો પર લોકો પ્રેમ વરસાવી રહ્યા છે.

 

 

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ