બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / છેલ્લાં 24 કલાકમાં ગુજરાતના 45 તાલુકાઓમાં પડ્યો વરસાદ, જુઓ ક્યાં કેટલો ખાબક્યો

વરસાદી માહોલ / છેલ્લાં 24 કલાકમાં ગુજરાતના 45 તાલુકાઓમાં પડ્યો વરસાદ, જુઓ ક્યાં કેટલો ખાબક્યો

Published By: Vishal Khamar

Last Updated: 09:37 AM, 31 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 45 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ વિરપુરમાં 1.15 ઈંચ અને સૌથી ઓછો બોડેલીમાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 45 તાલુકામાં વરસાદ પડ્યો હતો. વિરપુરમાં 1.15 ઈંચ વરસાદ ખાબક્યો, મોડાસામાં 1.15 ઈંચ, શેહરામાં 1 ઈંચ, ભિલોડામાં 1 ઈંચ, વડાલીમાં 1 ઈંચ, કડાણામાં 1 ઈંચ, મોરવા હડફમાં પોણો ઈંચ, ધનસુરમાં પોણો ઈંચ, ખેડબ્રહ્મામાં પોણો ઈંચ, દાહોદમાં પોણો ઈંચ, સાઠંબામાં પોણો ઈંચ, માલપુરમાં અડધો ઈંચ, વિજયનગરમાં અડધો ઈંચ, કવાંટમાં અડધો ઈંચ, બોડેલીમાં અડધો ઈંચ.

ભારે પવન સાથે ધોધમાર વરસાદ ની શરૂઆત

સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ છવાયો હતો. જેમાં હિંમતનગર, ઈડર, વડાલી, ખેડબ્રહ્મામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. ભારે પવન સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. અતિશય ગરમીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. વીજળીના કડાકા સાથે વરસાદની શરૂઆત થઈ હતી. હાઈવે રોડ પર વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભારે પવન સાથે વરસાદ થતા રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. બાજરી અને જુવારની ખેતી કરનાર ખેડૂતો ચિંતાતુર બન્યા હતા.

વલસાડ જિલ્લામાં વાતાવરણમાં પલટો

આકરી ગરમી વચ્ચે વલસાડ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાપી અને આસપાસના વિસ્તારોમાં હવામાન પલટાયું હતું. મોડી રાતે ગ્રામ્ય વિસ્તારોમાં છવાયો વરસાદી માહોલ છવાયો હતો. પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. વરસાદ આવતા પંથકમાં ઠંડક પ્રસરી હતી.

વંથલીમાં ધીમીધારે વરસાદ પડ્યો

જૂનાગઢના વંથલીમાં ધીમીધારે વરસાદ પડ્યો હતો. શાપુર સહિતના વિસ્તારમાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો હતો. અસહ્ય બફારા પછી વરસાદ શરૂ થયો. વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

આ પણ વાંચોઃ અમદાવાદથી લઇને છોટા ઉદેપુર સુધી, વરસ્યો વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ

ગીર સોમનાથના ઉનામાં વરસાદ પડ્યો

ગીર સોમનાથના ઉનામાં વરસાદ પડ્યો હતો. વહેલી સવારે ઉનામાં ધીમીધારે વરસાદ પડ્યો હતો. ઉનાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો. લોકોને અસહ્ય ગરમીમાંથી મળી રાહત.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Gujarat rain rainy weather

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ