રાજ્યમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે
Share
1/5
1. આગાહી
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ જામ્યો છે, રાજ્યમાં છેલ્લા 2 કલાકમાં 51 તાલુકામાં વરસાદ વરસ્યો છે. આવનારા દિવસોમાં પણ રાજ્યમાં મેઘ મહેર યથાવત રહેવાની આગાહી છે.
આ તસવીર શેર કરો
2/5
2. 7 જુલાઇ
હવામાન વિભાગે આવતીકાલે એટલે કે 7 જુલાઇએ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે.
આ તસવીર શેર કરો
3/5
3. 8 જુલાઇ
હવામાન વિભાગે 8 જુલાઇએ સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. તો આ સીવાયના ગુજરાતના બાકીના સ્થળોમાંથી પણ મોટાભાગના સ્થળો પર વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ તસવીર શેર કરો
4/5
4. 9 જુલાઇ
9 જુલાઇએ રાજ્યના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
આ તસવીર શેર કરો
5/5
5. 10 જુલાઇ
10 જુલાઇએ પણ રાજ્યના ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે
આ તસવીર શેર કરો
સંકળાયેલા મુદ્દાઓ
IMD
Gujarat Rain
Rain Forecast
VTV Gujarati
WhatsApp Channel Invite
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.