બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / Rain has been seen for 5 consecutive days in various areas of Saurashtra

ખેડૂતો ખુશ / સૌરાષ્ટ્ર પર મેઘરાજા મહેરબાન! નદી-નાળા છલકાયા, ડેમોમાં વરસાદી નીરની આવક, જુઓ ક્યાં કેવો વરસાદ

Dinesh

Last Updated: 09:48 PM, 28 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં સતત 5 દિવસે મેઘ સવારી જોવા મળી રહી છે, ભાદર નદીમાં ઘોડાપૂર આવતા જ જેતપુર-વાડાસડા જતો રસ્તો બંધ થઈ ગયો છે.

  • સૌરાષ્ટ્રમાં મેઘ મલ્હાર
  • તમામ જિલ્લાઓમાં વરસાદી મહેર 
  • ધોધમાર વરસાદથી છલકાયા નદી-નાળા

સૌરાષ્ટ્રમાં સતત 5 દિવસથી મેઘાની મહેર જોવા મળી રહી છે. તેમાં પણ આજે ગઢગિરનારની તળેટીમાં ધોધમાર વરસાદના કારણે જટાશંકરમાં ધોધ વહેતા થયા હતા. અને આ નજારો આહલાદક હતો. મનમોહક હતો. કારણ કે, ખડખડ કરતું કારમીઢ સાથે અથડાતું ઝરણું નીચે તળેટીમાં આવી રહ્યું હતું. બીજી તરફ ગિરનાર જંગલમાં ભારે વરસાદના કારણે સોનરેખ નદીમાં પૂર આવ્યું હતું. જેના કારણે દામોદર કુંડ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જોકે નદીમાં નવા નીર આવતા જ સ્થાનિક લોકોએ પુરના પાણીના વધામણા કર્યા હતા. 

ચોમાસાએ જમાવટ કરી
રોજકોટ જિલ્લામાં પણ આજે ચોમાસાએ જમાવટ કરી છે. વહેલી સવારથી જ જિલ્લાના ધોરાજી પંથકમાં વરસાદી માહોલ જામ્યો હતો. ભારે વરસાદના પગલે ધોરાજીના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. તો શાક માર્કેટ વિસ્તારમાં પણ ગોઠણસમા પાણી ભરાયા હતા. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદના પગલે નદી-નાળાઓ વહેતાં થયાં છે.

જેતપુરમાં વરસાદી મહેર
આ તરફ જેતપુરના તાલુકામાં પણ વરસાદી મહેર વરસી છે. જેના કારણે ખીરસરાની ભાદર નદીમાં ઘોડાપૂર આવ્યાં છે. નદીમાં પૂર આવતા જ જેતપુર-વાડાસડા જતો રસ્તો બંધ થઈ ગયો છે. જેના કારણે વાહન-વ્યવહાર ખોરવાઈ હતો. જોકે નદી પરનો કોઝવે ડૂબી જતા કેટલાક લોકો જીવના જોખમે પુરના પાણીમાંથી પસાર થતાં પણ જોવા મળ્યા હતા. 

ઉપલેટામાં ચોમાસાની જમાવટ
ઉપલેટા તાલુકામાં પણ ચોમાસાની જમાવટ જોવા મળી છે. શહેર અને ગ્રામ્ય પંથકમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો. શહેરના કટલેરી બજાર, બંબા ગેટ ચોક, ગાયત્રી ચોક વિસ્તાર તો જાણે સ્વિમિંગપુલ બની ગયા હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. અને આ વરસાદી પાણીમાં બાળકો મોજ-મસ્તી કરતા પણ જોવા મળ્યા હતો. એકંદરે સારા વરસાદથી ઉપટેલા વાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. 

જામનગરમાં પણ વરસાદી માહોલ
જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અને શહેરી વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. બપોર બાદ શહેરમાં ધોધમાર વરસાદના પગલે રસ્તાઓ પરથી પાણી વહેતા થયા હતા. તો બીજી તરફ સમગ્ર પંથકમાં વરસાદના કારણે ડેમોમાં નવા નીરની આવક પણ જોવા મળી છે. 

અમરેલીમાં પણ મેઘ મલ્હાર
અમરેલી જિલ્લામાં પણ મેઘ મલ્હાર જોવા મળ્યો હતો. જેમાં જિલ્લાના વડિયા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સતત 1 કલાક સુધી અનરાધાર વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. બીજી તરફ ખેતરો પણ પાણીથી છલકાઈ ગયાં હતા. એકંદરે સારા વરસાદના પગલે ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. 

 સાવરકુંડલા પંથકમાં પણ સવારથી જ વરસાદી મહેર
જિલ્લાના સાવરકુંડલા પંથકમાં પણ સવારથી જ વરસાદી મહેર જોવા મળી હતા. જેમાં ઘોબા, પીપરડી, ફિફાદ, ભમોદ્રા સહિતના ગામડાઓમાં ખુબ સારો વરસાદ પડ્યો હતો. સીઝનનો પહેલો વરસાદ જ વાવાણી લાયક થતાં ધરતીપૂત્રોની ખુશીનો કોઈ પાર નથી. અને આગામી વર્ષ પણ સારું જાય તેવી આશા વ્યક્ત કરી છે.

વેણુ ડેમમાં નવા નીરની આવ્યાં
રાજકોટ જિલ્લાના ઉપલેટાના વેણુ ડેમમાં નવા નીરની આવ્યાં છે. ગધેથડ ગામ પાસે આવેલ વેણુ 2 ડેમની કુલ સપાટી 54.13 ફૂટ છે. અત્યારે વેણુ 2 ડેમની સપાટી 46.92 ફૂટ પહોંચી છે.  જૂન - જુલાઈ માસનું રૂલ લેવલ 50.85 ફૂટ છે. ઉપરવાસમાં  વરસાદ પડતા વેણુ 2 ડેમમાં 1,513 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વેણુ 2 ડેમ રૂલ લેવલથી 4 ફૂટ જ ખાલી છે. ઉપરવાસમાં વધુ વરસાદ પડે તો ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી શકે છે. જો ડેમના દરવાજા ખોલવામાં આવે તો હેઠવાસના ગધેથડ, નાગવદર, મેખાટીંબી, વરજાંગ જાળીયા, નિલાખા તેમજ ભાદરકાંઠાના ગામોને એલર્ટ કરાશે અને હાલ વેણુ 2 ડેમ 70% ભરાયો છે

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ