બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ગુજરાત / Rain forecast, state dialysis hospitals closed, news super fast

2 મિનિટ 12 ખબર / વરસાદની આગાહી, રાજ્યમાં ડાયાલિસીસની હોસ્પિટલો આજે બંધ, થાણેની હોસ્પિટલમાં એક દિવસમાં 18ના મોત

Dinesh

Last Updated: 07:31 AM, 14 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

samachar supar fast news : આગામી 5 દિવસ સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે

હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 5 દિવસ સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે. સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી 5 દિવસ દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવવાની સંભાવના પણ છે. જેના કારણે આવતીકાલે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલની સ્થિતિએ માત્ર રાજસ્થાન તરફ એક સિસ્ટમ સક્રિય છે. આ સર્ક્યુલેશનના કારણે સામાન્ય વરસાદ પડી શકે છે. ગુજરાતમાં અન્ય કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદની જ સંભાવના જોવા મળી રહી છે.

Rain forecast again in Gujarat: From Ahmedabad-Gandhinagar, see which areas will receive rain

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની વરસાદને લઈને આગાહી સામે આવી છે. તેઓએ જણાવ્યું કે, રાજ્યમાં હાલ વરસાદની સંભાવના નહીંવત છે. અમુક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પડશે. 18 ઓગસ્ટ સુધી ભારે વરસાદની કોઈ શક્યતા નથી.હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કહ્યું કે, હાલ ઓક્સોટ્રફ નબળુ હોવાને કારણે વરસાદની શક્યતા ઓછી છે. હજુ થોડા દિવસ ભારે વરસાદની કોઈ શક્યતા નથી. હાલ વરસાદને લઈને કોઈ ચેતવણી પણ નથી. કોઈકોઈ સ્થળોએ છુટોછવાયો વરસાદ થશે.

ગુજરાતનાં ઈતિહાસમાં પહેલીવાર ગંગાની જેમ સરસ્વતીના જળની કાવડયાત્રા નીકળી છે. મહેસાણાથી સિદ્ધપુર જવા આ કાવડ યાત્રા નીકળી છે. જેમાં 150થી વધુ યાત્રીઓ કાવડયાત્રા લઇ સિદ્ધપુર જવા નીકળ્યા છે. મહેસાણા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર દ્વારા સરસ્વતી જળ કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સિદ્ધપુરની સરસ્વતી નદીના જળનું વિશેષ ધાર્મિક મહત્વ રહેલું છે. જે જળનું શિવલિંગ પર જળાભિષેક કરવા માટે ઉપયોગ થશે. આપને જણાવી દઈએ કે, ગુરૂવારથી પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે 

દેશભરમાં ગઈકાલેથી હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત થઈ છે.  અમદાવાદ  સહિત સમગ્ર ગુજરાતમાં આ અભિયાનને લઈ લોકોમાં ઉત્સાહનો માહોલ છે.  અમદાવાદમાં  ‘હર ઘર તિરંગા’ અને 'મેરી માટી, મેરા દેશ' અભિયાન અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એક વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો હાથમાં રાષ્ટ્રધ્વજ લઈ યાત્રામાં જોડાયા હતા. ગઈકાલે અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશન દ્વારા ઘાટલોડિયા ચાણક્યપુરીથી નિર્ણયનગર સુધીની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રાનું શહેરના ઘાટલોડિયા ચાણક્યપુરી વિસ્તારથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સીએમ ભૂપેન્દ્ર પટેલે ફ્લેગ ઓફ કરાવ્યું હતું. આ તિરંગા યાત્રામાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી સહિતના રાજકીય નેતાઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. 

Bhupendra Patel and Harsh Sanghvi joined the Tiranga Yatra of Ahmedabad

અમદાવાદમાં શિયાળો, ઉનાળો કે ચોમાસા ખડેપગે ફરજ બજાવતા ટ્રાફિક પોલીસકર્મીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ગૃહ વિભાગ દ્વારા અમદાવાદ ટ્રાફિક પોલીસ માટે પ્રાયોગિક ધોરણે એસી હેલમેટ લાવવામાં આવ્યા છે. કાળઝાળ ગરમીમાંથી ટ્રાફિક પોલીસકર્મીઓને થોડીઘણી રાહત મળે તે હેતુથી અત્યારે પ્રાયોગિક ધોરણે હેલમેટ લાવવામાં આવ્યા છે. અમદાવાદના ત્રણ ટ્રાફિક પોઈન્ટ નાના ચિલોડા, પિરાણા ચાર રસ્તા અને ઠક્કરબાપા નગર ચાર રસ્તા પર ફરજ બજાવત એક મહિલા કર્મચારી અને બે પુરુષ કર્મચારીઓને અત્યારે આ હેલમેટ અપાયા છે. આ ત્રણેય કર્મચારીઓના ફીડબેક બાદ ઉચ્ચ સ્તરે રિપોર્ટ રજૂ કરવામાં આવશે, તેના અનુભવના આધારે વધુ એસી હેલમેટ લાવવાના કે નહીં તે નક્કી કરાશે. 

News of relief for the traffic policemen performing their duty amid the scorching heat of Ahmedabad

ગુજરાતમાં ડાયાલિસીની સેવા આપતી PMJAY હેઠળની ખાનગી હોસ્પિટલો મોરચો મોરચો માંડ્યો છે. તેમણે ત્રણ દિવસ માટે ડાયાલિસીની સેવા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. અત્રે જણાવીએ કે, 14થી 16 ઓગસ્ટ PMJAY હેઠળની ડાયાલિસિસ સારવાર બંધ રાખવામા આવશે.PMJAY હેઠળના ડાયાલિસિસની રકમમાં 17 ટકાનો ઘટાડો કરતા વિરોધ કરવામાં આવી રહ્યો છે. નેફ્રોલોજી એસોસિએશને રાજ્યમાં સારવાર બંધ રાખવાની જાહેરાત કરી છે. ડાયાલિસિસની રકમ 2 હજારથી ઘટાડી 1 હજાર 650 કરાતા વિરોધ કરાઈ રહ્યો છે. જેને લઈ ડાયાલિસિસના દર્દીઓએ 3 દિવસ સરકારી સેન્ટરોમાં સારવાર લેવી પડશે અને હાલાકી ભોગવવી પડશે.

Dialysis under PMJAY in private hospitals of Gujarat will be closed for three days

કાયદો-વ્યવસ્થાનું પાલન કરાવવાનું જેમનું કામ છે, તેવી પોલીસ જ દારૂના નશામાં ધૂત હોય તો તમે કોની પાસે ન્યાયની આશા રાખી શકો. આવો જ વીડિયો હાલ સુરેન્દ્રનગરના ચુડાનો વાયરલ થયો છે. જ્યાં રાત્રિના સમયે ચાર પોલીસકર્મીઓ દારૂના નશામાં ધૂત બનીને કાર લઈ જઈ રહ્યા હતા. જેમણે એક મહિલાએ રોક્યા તો તેને ગાળો આપી હતી અને માર મારવાની ધમકી પણ આપી હતી તેવો આરોપ છે. જે બાદ આ નશેડિ ખાખી ધારીઓનો પાવર જાહેરમાં જ ઉતારી નાખ્યો હતો. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, 2 પોલીસકર્મીઓ કારમાં બેઠા હતા જ્યારે બે ભાગી ગયા છે. મહિલાએ પોલીસકર્મીને ભાન કરાવ્યું હતું. 

Video of drunken police personnel in Chuda of Surendranagar goes viral

ભલભલાને બાટલીમાં ઉતારી ચૂકેલા મહાઠગ કિરણ પટેલની તપાસ ચાલી રહી છે તો બીજી તરફ આવો જ એક કિરણ પટેલ ફરી જામનગરમાં ફૂટી નીકળ્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવતાં સનસનાટી મચી જવા પામી છે. અમદાવાદમાંથી CMOના અધિકારીની ખોટી ઓળખ આપનાર ઠગને LCBએ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઠગ સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.પ્રાપ્ત વિગતો અનુસાર, જામનગર સાયબર ક્રાઈમની ટીમે તાજેતરમાં લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર આમીન ઉર્ફે અરમાન અસલમ ગરાણા નામના એક આરોપીને સુરતથી દબોચી લીધો હતો. આમીનને છોડાવવા માટે ત્રણ દિવસ અગાઉ જામનગરના એસપી પ્રેમસુખ ડેલુને એક ફોન આવ્યું હતો. જેમાં એક શખ્સે પોતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલયમાં ઓફિસર તરીકે ફરજ બજાવતો હોવાનું કહીને આમીનેને છોડી મુકવા અંગત ભલામણ કરી હતી. 

Jamnagar LCB arrested persons who gave false identity of CMO officer

મહારાષ્ટ્રના થાણે ખાતેના કલવામાં આવેલી છત્રપતિ શિવાજી મહારાજ મેમોરિયલ હોસ્પિટલ વધુ એક વખત ચર્ચામાં આવી છે. આ હોસ્પિટલમાં 24 કલાકમાં 18 દર્દીઓના મોત નીપજતા ચકચાર મચી જવા પામી છે. તમામ દર્દીઓ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં પ્રાથમિક રિપોર્ટ અનુસાર જે દર્દીઓના મોત નિપજયા છે. તેમાંથી મોટાભાગના દર્દીઓ આઇસીયુમાં સારવાર લઇ રહ્યા હતા. જોકે આ મામલે સત્તાવાર આંકડો સામે આવ્યો નથી. નોંધનીય છે કે આ અગાઉ પણ એક સાથે છ દર્દીઓના મોતને લઈને શિવાજી હોસ્પિટલ ચર્ચામાં આવી હતી. આમ એક સપ્તાહમાં 24 જેટલા દર્દીઓના મોત નિપજતા પરિવારજનોએ હંગામો મચાવ્યો હતો. આ અંગે એનસીપી નેતા શરદ પવારે ટ્વિટ કરી અને તંત્રને ઘેર્યું હતું.

 maharashtra thane hospital 17 dead in 24 hours

સ્ટોક બ્રોકિંગ સ્ટાર્ટઅપ Zerodha ને એસેટ મેનેજમેન્ટ કંપની (AMC) બિઝનેસ શરૂ કરવા માટે સેબી તરફથી મંજૂરી મળી છે. Zerodha એ AMC બિઝનેસ માટે વેલ્થ મેનેજમેન્ટ કંપની સ્મોલકેસ સાથે હાથ મિલાવ્યા છે. આ બિઝનેસમાં Zerodha ભારત અને એશિયાના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ટક્કર આપશે. તેમની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે તાજેતરમાં જ તેના નાણાકીય કારોબારને ડીમર્જ કર્યો છે. તે Jio Financial Services નામથી લિસ્ટિંગની તૈયારી કરી રહ્યું છે. Jio Financial Services એ વિશ્વની સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ કંપની BlackRock સાથે પણ હાથ મિલાવ્યા છે.

Once a job for 8 thousand rupees, now ready to compete directly with Mukesh Ambani

મહારાષ્ટ્રમાં થોડા સમય પહેલા એનસીપીમાંથી બળવો કરીને શિંદે-ભાજપ સરકારમાં જોડાઈ જનાર અજિત પવાર અને શરદ પવાર વચ્ચે મુંબઈમાં એક ઉદ્યોગપતિના બંગલે ગુપ્ત મુલાકાત થઈ હતી જેને લઈને હવે આજે ખુલાસો થયો છે તેઓ કેમ મળ્યાં હતા અને તેમની ગુપ્ત મુલાકાત પાછળ શું હેતું હતો.  શરદ પવારે રવિવારે કહ્યું કે આ કોઈ ગુપ્ત બેઠક નથી. "ભત્રીજાને મળવામાં શું ખોટું છે? પરિવારના કોઈ વરિષ્ઠ સભ્યને પરિવારના અન્ય સભ્યને મળવું હોય તો સમસ્યા શું છે? પવારે સોલાપુરમાં કહ્યું, "તે મારો ભત્રીજો છે અને હું પરિવારનો સૌથી વરિષ્ઠ સભ્ય છું. શરદ પવારે રવિવારે કહ્યું કે તેમની પાર્ટી ભાજપ સાથે નહીં જાય. જોકે કેટલાક 'શુભેચ્છકો' તેમને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. "એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે, હું સ્પષ્ટ કરી રહ્યો છું કે મારી પાર્ટી ભાજપ સાથે નહીં જાય. ભારતીય જનતા પાર્ટી સાથેનો કોઈપણ સંબંધ એનસીપીની રાજકીય નીતિમાં બંધબેસતો નથી. 

Ajit my nephew, meeting with him not secret: Sharad Pawar; 'Some persuading me'

India Vs West Indies 4th T20: ભારતીય ટીમે ચોથી T20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 9 વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં ટીમ ઈન્ડિયાના બોલરો અને બેટ્સમેનોએ શાનદાર રમત બતાવી હતી. ચોથી T20 મેચમાં જીત સાથે ભારતે પાંચ મેચની T20 શ્રેણીમાં 2-2થી ડ્રો હાંસલ કરી છે. નોંધનીય છે કે આ મેચમાં વેસ્ટ ઈન્ડીઝે ટીમ ઈન્ડિયાને જીતવા માટે 179 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને ભારતીય ટીમે સરળતાથી હાંસલ કરી લીધો હતો. સાથે જ આ મેચમાં શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલે પોતાની શાનદાર બેટિંગના આધારે મોટો રેકોર્ડ બનાવ્યો હતો. 

IND vs WI Yashshwi Jaiswal and Shubman Gill 165-run opening partnership, broken records

 

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ