બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Rahul gandhi slams rss it can not decide tamil nadu future

હલ્લાબોલ / રાહુલ ગાંધીનો સંઘ પર પ્રહારઃ મહિલાઓની ઇજ્જત કરતુ નથી, RSS તામિલનાડુનું ભવિષ્ય નક્કી ના કરી શકે

Divyesh

Last Updated: 08:08 AM, 25 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિધાનસભા ચૂંટણી પહેલા દક્ષિણમાં રાજકીય ગરમાવામો જોવા મળી રહ્યો છે. રાહુલ ગાંધીએ તામિલનાડુમાં કેન્દ્ર સરકાર અને RSS ની રાજનીતિ પર આકરા પ્રહારો કર્યાં છે.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પોંગલ પર્વ બાદ ફરીએકવાર તામિલનાડુના પ્રવાસે પહોંચ્યા હતા. તામિલનાડુના પોતાના પ્રવાસના બીજા દિવસે રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS) પર નિશાન તાક્યું હતું. 

ધારપુરમાં રવિવારના રોજ રાહુલ ગાંધીએ કહ્યું કે નાગપુરમાંથી બેસીને તામિલનાડુનું ભવિષ્ય ક્યારેય નક્કી ન કરી શકાય. રાજ્યનું ભવિષ્ય અહીના યુવાઓ નક્કી કરશે અને હું તેમની મદદ કરવા આવ્યો છું. રાહુલ ગાંધીએ કહ્યું કે અહીં એવી સરકાર જોઇએ, જે તામિલ લોકોના કામ કરતી રહે. 
 

તામિલનાડુમાં આ વર્ષના મધ્યમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જેને લઇને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કોયંબતુર અને તિરપ્પુરમાં રેલીને સંબોધન કરી હતી. જ્યાં કોયંબતુરમાં રાહુલ ગાંધીએ GST માં ફેરફારને લઇને વાત કરી હતી, જ્યારે તિરપ્પુરમાં RSS પર નિશાન તાક્યું હતું. 

રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પર નિશાન તાકતા કહ્યું કે RSS મહીલાઓની ઇજ્જત કરતા નથી. એટલું જ નહીં તેઓએ પોતાના સંગઠનમાં પણ મહીલાઓનો જગ્યા આપી નથી 
 

સંઘ પર રાહુલ ગાંધીએ શું કહ્યું?

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તિરપ્પુરમાં રેલી દરમિયાન કહ્યું કે મહિલાઓને સમાન અધિકારી વગર કોઇ દેશ પ્રગતિ ના કરી શકે. દૂર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે જે સંગઠન આજે ભારતને ચલાવી રહ્યું છે, તેઓ તાનાશાહી છે અને પુરુષવાદ છે. એટલે સુધી કે તેઓએ મહિલાઓને સંઘમાં સ્થાન પણ આપ્યું નથી. 

કોયંબતુરમાં અર્થવ્યવસ્થાને લઇને કર્યા આકરા પ્રહાર

રાહુલ ગાંધીએ આ અગાઉ કોયંબતુરની રેલીમાં ભાગ લીધો હતો. જ્યાં રાહુલ ગાંધીએ તેમની પાર્ટીની સરકાર બનશે તો GSTમાં ફેરફાર કરશે. રાહુલ ગાંધીએ મધ્યમ ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરતા ભરોસો આપ્યો કે કોંગ્રેસની સરકાર 'એક ટેક્સ, ન્યૂયત્તમ'ના સિદ્ધાંત પર અમલ કરવામાં આવશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Tamil Nadu rahul gandhi તામિલનાડુ રાહુલ ગાંધી Rahul Gandhi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ