બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારાના રોજ શિકાગો યૂનિવર્સિટીના પ્રોફેસર દીપેશ ચક્રવર્તી સાથે રાજીવા ગાંધી અને ઇન્દિરા ગાંધી સાથે જોડાયેલ અનેક મુદ્દાઓ પર વાતચીત કરી.
ADVERTISEMENT
જ્યારે રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું કે પરિવારના બે લોકો (રાજીવ ગાંધી અને ઇન્દિરા ગાંધી) પ્રધાનમંત્રી રહતે પોતાનો જીવ ગુમાવ્યો છે તેને લઇને તમે શું વિચારો છો? આ સવાલના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે મને ગર્વ છે કે તેઓએ દેશ માટે બલિદાન આપ્યું છે.
મોદી સરકારના કામ પર કોંગ્રેસ નેતા અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે અહીં લાખો લોકો ગરીબી રેખા નીચે જીવી રહ્યાં છે. તેઓને મોટા-મોટા સપના દેખાડવામાં આવી રહ્યાં છે. લોકોમાં ગુસ્સો છે. તેઓ રોજગારી ઇચ્છે છે, પૈસા કમાવાનું વિચારે છે. પરંતુ તેઓને આ બધુ મળી રહ્યું નથી. પીએમ મોદી જી સપના વેંચી રહ્યાં છે.
ADVERTISEMENT
ખેડૂતના મુદ્દા પર રાહુલ ગાંધીએ કહ્યું કે આપણે કૃષિ મામલે ઓપન ડિબેટ કરવી જોઇએ. સામે વાળાની વાત સમજવી જોઇએ. જનસંખ્યાના મુદ્દા પર રાહુલ ગાંધીએ કહ્યું કે જો લોકો પ્રોડેક્ટિવ છે તો કોઇ મુશ્કેલી નથી.
My interaction with Prof Dipesh Chakrabarty & students of The University of Chicago, Institute of Politics. https://t.co/5OgHVuQEhB
— Rahul Gandhi (@RahulGandhi) February 12, 2021
ADVERTISEMENT
UPAના સમયમાં ભ્રષ્ટાચારનો આરોપ અને પરિવારવાદ પાર્ટીના આરોપને લઇને રાહુલ ગાંધીએ કહ્યું કે અંદાજે 30 વર્ષથી મારા પરિવારમાંથી કોઇ પ્રધાનમંત્રી કે મંત્રી બન્યું નથી. શું મારા પિતાજી રાજીવ ગાંધી હતા એટલે મારે ચૂંટણી ન લડવી જોઇએ. શું નેહરુ જી પીએમ હતા તો મારે રાજનીતિમાં ન આવવું જોઇએ.
ADVERTISEMENT
અમેઠીથી વાયનાડ જવાના સવાલ પર રાહુલ ગાંધીએ કહ્યું કે ભારત વિવિધતાનો દેશ છે. કેરલ પણ ઘણું સારુ રાજ્ય છે. લોકો ઘણા વિનમ્ર છે. જ્યારે ઉત્તર પ્રદેશમા લોકો ઘણા સ્પષ્ટવક્તા છે. મને બંને જગ્યા પસંદ છે.
યુપીએ-1 માં અમે ઘણું સારુ કામ કર્યું. મિડલ કલાસને મજબૂત કર્યું. બની શકે છે યુપીએ-2માં અમારી સામે થોડી નારાજગી જોવા મળી. ભારતમાં સતત 10 વર્ષ સરકાર ચલાવી ઘણી મોટી વાત છે.
ADVERTISEMENT
અસ્પૃશ્યતાના સવાલ પર રાહુલ ગાંધીએ કહ્યું કે હું ચૂંટણી દરમિયાન ઉત્તર પ્રદેશના એક ગામડામાં ગયો હતો. જ્યાં એક દલિત શખ્સને પૂછ્યં કેમ છો? તેણે જવાબ આપ્યો ઠીક છું, મારી પાસે રુપિયા છે, પરંતુ સમાજમાં એવી ઇજ્જત નથી, જે ઉચ્ચ જ્ઞાતિઓને છે. આ સાંભળી મને ઘણું ખરાબ લાગ્યું. આ છબીને આપણે સુધારવી પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.