ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 01:02 PM, 20 February 2024
ADVERTISEMENT
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં કોર્ટ તરફથી રાહત મળી છે. રાહુલ ગાંધીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર ટિપ્પણી કરતા માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ઉત્તરપ્રદેશના સુલ્તાનપુરની MP-MLA કોર્ટે આ મામલે રાહુલ ગાંધીને જામીન આપ્યા છે.
ADVERTISEMENT
રાહુલ ગાંધીએ વર્ષ 2018માં કર્ણાટકમાં એક કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર અભદ્ર ટિપ્પણી કરી હોવાનો આરોપ મુકવામાં આવ્યો હતો. આ મામલે કેરળમાં વાયનાડથી પાર્ટી સાંસદ ભારત જોડો ન્યાયયાત્રા રોકીને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. આજે અમેઠીમાં રાહુલ ગાંધીની યાત્રા છે.
રાહુલ ગાંધી પર શું આરોપ મુકવામાં આવ્યો છે?
ભાજપ નેતા વિજય મિશ્રાએ 4 ઓગસ્ટ 2018ના રોજ રાહુલ ગાંધી સામે કેસ કર્યો હતો. વિજય મિશ્રાએ આરોપ મુક્યો હતો કે, રાહુલ ગાંધીએ 8 મે 2018ના રોજ કર્ણાટક વિધાનસભા ચૂંટણી દરમિયાન બેંગ્લોરમાં એક જનસભા દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને દોષી ગણાવ્યા હતા.
ADVERTISEMENT
વિજય મિશ્રાએ કોર્ટમાં રાહુલ ગાંધી હાજર થયા તે પહેલા કહ્યું હતું કે, ‘રાહુલ ગાંધીએ અમિત શાહને ‘હત્યારા’ કહ્યા હતા તથા અપશબ્દો કહ્યા હતા. આ કારણોસર અમે એક પરિવાદ દાખલ કર્યો હતો. ભાજપ દેશની એક સૌથી મોટી પાર્ટી છે. આ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષને હત્યારો કહેવામાં આવે, તે અયોગ્ય છે. આ પ્રકારની ટિપ્પણીને કારણે અમને ખૂબ જ દુ:ખ થયું, જેથી અમે પરિવાદ દાખલ કર્યો.’
ADVERTISEMENT
અમેઠીથી કોંગ્રેસ યાત્રા શરૂ થશે
કોંગ્રેસના સીનિયર નેતા જયરામ રમેશે જણાવ્યું હતું કે, ‘રાહુલ ગાંધીને આજે સુલ્તાનપુરમાં ઉત્તરપ્રદેશ જિલ્લા કોર્ટમાં હાજર રહેવા માટે સમન જાહેર કરવામાં આવ્યું હતું. 4 ઓગ્સ્ટ 2018ના રોજ ભાજપ નેતાએ માનહાનિ કેસ દાખલ કરતા આ સમગ્ર મામલો કોર્ટમાં પહોંત્યો છે. આજે બપોરે 2 વાગ્યે અમેઠીના ફુરસતગંજથી ભારત જોડો ન્યાય યાત્રા ફરી શરૂ થશે.’
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ