બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Lok Sabha election 2024 Akhilesh gave ticket to Afzal Ansari brother of mafia Mukhtar Ansari

Loksabha Election 2024 / કુખ્યાત ગેંગસ્ટરના ભાઈને અખિલેશ યાદવે ચૂંટણી લડવા ઉતાર્યા, કહ્યું- બાપ દાદાઓની જમીન વેચી નાંખીશ, નહીં ચાલે મોદી ફેક્ટર

Megha

Last Updated: 01:21 PM, 21 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જે અફઝલ અંસારીને થોડા સમય પહેલા ગેંગસ્ટર એક્ટ કેસમાં કોર્ટે સજા સંભળાવી હતી તે લોકસભા ચૂંટણી લડશે. ટિકિટ મળ્યા બાદ અફઝલે ભાજપ પર પ્રહાર કરીને જીતનો દાવો કર્યો હતો.

Lok Sabha Election 2024: સમાજવાદી પાર્ટીએ લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં કુલ 11 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે અને સપાએ ગાઝીપુર લોકસભા બેઠક પરથી બસપાના સાંસદ અફઝલ અંસારીને ઉમેદવાર બનાવ્યા છે. અંસારીના કહેવા પ્રમાણે, ગાઝીપુરના લોકો 2024માં પણ તેમની સાથે છે.

ગેંગસ્ટર એક્ટ કેસમાં કોર્ટે સજા સંભળાવી હતી
આ એ જ અફઝલ અંસારી છે, જેને થોડા સમય પહેલા ગેંગસ્ટર એક્ટ કેસમાં કોર્ટે સજા સંભળાવી હતી અને પછી તેને સાંસદ પદ પણ ગુમાવવું પડ્યું હતું. તે ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા મુખ્તાર અંસારીના ભાઈ પણ છે. હાલમાં સપામાંથી ટિકિટ મળ્યા બાદ અફઝલ અંસારીનું વલણ પણ કડક બન્યું છે. તેમણે ચૂંટણી મેદાનમાં ઉતરવા માટે ગર્જના કરી છે.

બાપ-દાદાની જમીન વેચીને ચૂંટણી લડીશું 
લોકસભા ચૂંટણીની ટિકિટ મળ્યા બાદ અફઝલે ભાજપ પર પ્રહાર કર્યો અને જીતનો દાવો કર્યો હતો. અફઝલનું કહેવું છે કે આ વખતે તેઓ ઈતિહાસ રચશે. એમને સરકારી તંત્ર દ્વારા લૂંટવામાં આવ્યો છે પણ આ વખતે ચૂંટણી લડવા માટે તેઓ એમના બાપ-દાદાની જમીન વેચીને ચૂંટણી લડશે. આ વખતે મોદી ફેક્ટર અહીં કામ નહીં કરે. રામ મંદિર દરેકની આસ્થાનું પ્રતિક છે પરંતુ આ વખતે ભાજપને રામના નામનો લાભ નહીં મળે.

અફઝલ અંસારીના મોટા ભાઈ મુખ્તાર અંસારી માફિયા છે અને બાંદા જેલમાં બંધ છે. જોકે, મુખ્તાર અંસારી પોતે જેલની અંદરથી ચૂંટણી લડે છે અને સતત જીતી રહ્યો છે. 2022માં મુખ્તારે તેમની જગ્યાએ તેમના પુત્રને ટિકિટ આપી હતી અને તેઓ જીતવામાં સફળ પણ રહ્યા હતા.

વધુ વાંચો: લોકસભા ચૂંટણી પહેલા NDA માટે બેડ ન્યૂઝ, INDIA ગઠબંધન ફાવ્યું, ધાર્યા કરતાં સર્વેમાં ઊલટું પરિણામ

જણાવી દઈએ કે અફઝલ અંસારીએ લોકસભા ચૂંટણી 2019માં ગાઝીપુરથી બીજેપીના મનોજ સિન્હાને હરાવ્યા હતા. જાણીતું છે કે અફઝલ અંસારીને ગેંગસ્ટર એક્ટ હેઠળ 4 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. જ્યારે તેના ભાઈ મુખ્તારને 10 વર્ષની સજા ફટકારવામાં આવી હતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Lok Sabha Election 2024 Lok Sabha Election 2024 news Mukhtar Ansari afzal ansari loksabha Election 2024 અફઝલ અંસારી મુખ્તાર અંસારી લોકસભા ચૂંટણી 2024 સમાજવાદી પાર્ટી loksabha election 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ