બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Politics / Bad News for NDA Ahead of Lok Sabha Elections, INDIA Alliance Forms, Survey Results Contrary to Expectations
Vishal Dave
Last Updated: 04:40 PM, 19 February 2024
તમામ રાજકીય પક્ષો દ્વારા લોકસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભાજપ અને એનડીએ ગઠબંધનનો જુસ્સો ખુબજ બુલંદ છે. અને તેમના દ્વારા આ લોકસભા ચૂંટણીમાં 400થી વધુ સીટો મેળવવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. દરમિયાન, તાજેતરના સર્વેમાં જે બહાર આવ્યું છે, તેમાં ભાજપ માટે એક સારા અને એક ખરાબ સમાચાર છે. સારા સમાચાર એ છે કે તાજેતરમાં જાહેર થયેલા સર્વેમાં NDAગઠબંધનને સંપૂર્ણ બહુમતી મળી છે. જો કે સર્વેના ડેટામાં ખરાબ સમાચાર પણ છુપાયેલા છે.
ADVERTISEMENT
મૂડ ઓફ ધ નેશન સર્વેમાં, લોકસભા ચૂંટણીને લઇને જે અનુમાનિત આંકડા સામે આવ્યા છે તે થોડા ચોંકાવનારા અવશ્ય છે.. આ સર્વેમાં NDAને 335 બેઠકો મળવાનું અનુમાન છે.. . જ્યારે ઈન્ડિયા એલાયન્સને આ સર્વેમાં 166 સીટો મળી રહી છે. અન્યને 42 બેઠકો મળવાની ધારણા છે.
NDAને ગત ચૂંટણીની સરખામણીએ બેઠકોનું નુકસાન
ADVERTISEMENT
સર્વેક્ષણના આંકડામાં NDA માટે ખરાબ સમાચાર એ છે કે આ સમયે અંદાજિત બેઠકો 2019ની લોકસભા ચૂંટણી કરતાં 18 બેઠકો ઓછી છે. એટલે કે ભાજપને 18 બેઠકોનું નુકસાન થતું જણાય છે.
સર્વે અનુસાર I.N.D.I.A ગઠબંધનને થઇ રહ્યો છે ફાયદો
જ્યારે આ સર્વેમાં વિપક્ષી ગઠબંધનને 75 બેઠકોનો ફાયદો થતો જોવા મળી રહ્યો છે. અગાઉની ચૂંટણીઓની સરખામણીએ આ સર્વેમાં વિપક્ષને ખાસ્સી વધારે સીટો મળી રહી છે. જો કે આ આંકડો બહુમત કરતા ઘણો પાછળ છે.
આ પણ વાંચોઃ દીદી VS ભૈયા: આજે અમેઠીમાં ફરી સામસામે હશે રાહુલ ગાંધી અને સ્મૃતિ ઈરાની, રાજકારણ ગરમાયું
ગત ચૂંટણીમાં NDAને 353 બેઠકો મળી હતી
ગત ચૂંટણીમાં ભાજપને 303 બેઠકો મળી હતી, જ્યારે સમગ્ર એનડીએ ગઠબંધનને 353 બેઠકો મળી હતી. આ સિવાય કોંગ્રેસે 52 સીટો જીતી હતી, જ્યારે વિપક્ષી ગઠબંધન યુપીએને 91 સીટો મળી હતી. આવી સ્થિતિમાં, આ સર્વે જૂના પરિણામોની તુલનામાં ભાજપ માટે નુકસાનના સમાચાર લઈને આવ્યો છે, જ્યારે વિપક્ષી ગઠબંધનને સીટોના મામલે મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.