બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ભારત / Politics / Rahul Gandhi and Smriti Irani will be facing each other again in Amethi today, politics heated up

ઉત્તર પ્રદેશ / દીદી VS ભૈયા: આજે અમેઠીમાં ફરી સામસામે હશે રાહુલ ગાંધી અને સ્મૃતિ ઈરાની, રાજકારણ ગરમાયું

Megha

Last Updated: 03:53 PM, 19 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા સાથે અમેઠી આવી રહ્યા છે, તો સ્મૃતિ ઈરાની પણ ચાર દિવસની મુલાકાતે આવી રહ્યા છે. બંને નેતાઓના એકસાથે આગમન બાદ અમેઠીનું રાજકારણ ગરમાયું છે.

લોકસભા ચૂંટણી પહેલા અમેઠીમાં ફરી એકવાર લોકો વચ્ચે ચર્ચાનું વિષય બન્યું છે. એક તરફ અમેઠીના પૂર્વ સાંસદ રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા સાથે લાંબા સમય બાદ અમેઠી આવી રહ્યા છે, તો બીજી તરફ કેન્દ્રીય મંત્રી અને સાંસદ સ્મૃતિ ઈરાની પણ આજથી ચાર દિવસની મુલાકાતે તેમના સંસદીય ક્ષેત્ર અમેઠીની મુલાકાતે આવશે. 

1-2 નહીં, રાહુલ ગાંધી પર ચાલી રહ્યાં છે માનહાનિના 6 અલગ-અલગ કેસ, જાણો  સંપૂર્ણ વિગત | Not 1-2, 6 separate defamation cases going on Rahul Gandhi,  know full details

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની જન સંવાદ વિકાસ યાત્રામાં ભાગ લઈને તેમના નવા નિવાસસ્થાનમાં પ્રવેશ કરશે, જ્યારે રાહુલ ગાંધી અમેઠી અને ગૌરીગંજ શહેરમાં પદયાત્રા કરશે અને બાબુગંજમાં જાહેર સભાને સંબોધશે. એવામાં ચૂંટણી પહેલા અમેઠીમાં બંને મોટા નેતાઓના એકસાથે આગમન બાદ રાજકારણ ગરમાયું છે.

અમેઠીની રાજકીય લડાઈ ઘણી રીતે ખાસ માનવામાં આવે છે. આ બેઠક ગાંધી પરિવારની પારિવારિક બેઠક હોવાનું કહેવાય છે. સંજય ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી અહીંથી સાંસદ બન્યા. 2004થી 2019 સુધી અહીંથી ચૂંટાઈને રાહુલ દિલ્હી પહોંચતા રહ્યા, પરંતુ 2019ની લોકસભા ચૂંટણીમાં આ ટ્રેન્ડ બદલાઈ ગયો. કોંગ્રેસનો ગઢ ગણાતી આ બેઠક પરથી ભાજપના સ્મૃતિ ઈરાની સાંસદ બન્યા હતા અને ત્યારથી બંને પક્ષના કાર્યકરો વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે.

પોતાના મંત્રાલયમાં સ્કોલરશીપનું કૌભાંડ સામે આવતાં એક્શનમાં સ્મૃતિ ઈરાની,  તાબડતોબ તપાસનો આદેશ | Smriti Irani's action against the scholarship scam  ordered such an inquiry

એક તરફ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા સોમવારે સંસદીય ક્ષેત્ર અમેઠીની દેવરી બોર્ડરથી પ્રવેશ કરશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ આમાં ભાગ લઈ રહ્યા છે. સાંજે 4 વાગ્યે આંધી ગામ પાસેના ટોલ પ્લાઝા પર જાહેર સભાનો કાર્યક્રમ યોજાશે. આ માટે રવિવારે આખો દિવસ કોંગ્રેસના કાર્યકરો તૈયારીઓમાં વ્યસ્ત રહ્યા હતા.

બીજી તરફ કેન્દ્રીય મંત્રી અને સ્થાનિક સાંસદ સ્મૃતિ ઈરાનીની જનસંવાદ વિકાસ યાત્રા ફરી એકવાર સોમવારથી શરૂ થઈ રહી છે. જેમાં સ્થાનિક લોકો સાથે વાતચીત કરીને તેમની સમસ્યાઓનું ઝડપથી નિરાકરણ કરવામાં આવશે. સરકારી યોજનાઓ વિશે પણ માહિતી આપવામાં આવશે.

વધુ વાંચો: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મામલે રાહુલ ગાંધીએ ફરી ઉઠાવ્યા સવાલ: કહ્યું ત્યાં કોઈ OBC દેખાયો?

આ તરફ સોનિયા ગાંધી રાયબરેલી છોડી રહ્યા છે તો બીજી તરફ અમેઠીની સાંસદ સ્મૃતિ ઈરાની અમેઠી સાથેના પોતાના પારિવારિક સંબંધોને મજબૂત કરતી જોવા મળી રહી છે. સાંસદ સ્મૃતિ ઈરાનીએ ગૌરીગંજના મેદન મવાઈ ગામમાં 11 વિઘા જમીન ખરીદીને પોતાનું ઘર બનાવ્યું છે. 22 ફેબ્રુઆરીએ સાંસદ સ્મૃતિ ઈરાની તેમના ઘરમાં પ્રવેશ કરશે. સાંસદ હવે અમેઠીમાં રહીને લોકોની સમસ્યાઓ સાંભળતા જોવા મળશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ