ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / Rahul Gandhi again raised the question on Ram Mandir life prestige issue: Did any OBC appear there?

ભારત જોડો ન્યાય યાત્રા / રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મામલે રાહુલ ગાંધીએ ફરી ઉઠાવ્યા સવાલ: કહ્યું ત્યાં કોઈ OBC દેખાયો?

Published By: Pravin Joshi

Last Updated: 06:48 PM, 19 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રયાગરાજમાં સાંસદ રાહુલ ગાંધીએ કેન્દ્ર અને યુપી સરકાર પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં કોઈ OBC અથવા ST/SC ચહેરો જોવા મળ્યો ન હતો.

ADVERTISEMENT

  • રાહુલ ગાંધીએ કેન્દ્ર અને યુપી સરકાર પર આકરા પ્રહાર કર્યા
  • રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં કોઈ OBC જોવા મળ્યું ? : રાહુલ ગાંધી
  • અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા બચ્ચન અને PM મોદી જોવા મળ્યા : રાહુલ ગાંધી

પ્રયાગરાજમાં ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ એક જાહેર સભાને સંબોધતા કહ્યું, શું તમે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા જોઈ? શું તમે ત્યાં કોઈ OBC અથવા ST/SC ચહેરો જોયો? અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા બચ્ચન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાગ લીધો હતો. તે 73 ટકામાં એક પણ વ્યક્તિ નહોતી.

યુપીના યુવાનોને ઉશ્કેરવામાં આવી રહ્યા છે - રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું, આ કેવું હિંદુ રાષ્ટ્ર છે, જેમાં 73 ટકા લોકોનું અસ્તિત્વ નથી. આ લોકો ઇચ્છે છે કે તમે લોકો ક્યારેય આ દેશ પર કબજો જમાવી ન શકો. તમે તમારા અધિકારો માગો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા અહીં સ્વરાજ ભવન સામે રવિવારે સાંજે 4:00 વાગ્યે શરૂ થઈ. આ યાત્રામાં રાહુલ ગાંધીની સાથે કોંગ્રેસ ઉત્તર પ્રદેશ એકમના અધ્યક્ષ અજય રાય અને પાર્ટીના અન્ય નેતાઓ ખુલ્લી જીપમાં હતા. કોંગ્રેસ નેતા પ્રમોદ તિવારીએ જણાવ્યું કે રાહુલ ગાંધી પ્રયાગરાજ એરપોર્ટથી સીધા સ્વરાજ ભવન પહોંચ્યા, જ્યાં તેઓ પાર્ટી કાર્યકર્તાઓને મળ્યા અને પછી તેમની યાત્રા શરૂ કરી.

1-2 નહીં, રાહુલ ગાંધી પર ચાલી રહ્યાં છે માનહાનિના 6 અલગ-અલગ કેસ, જાણો  સંપૂર્ણ વિગત | Not 1-2, 6 separate defamation cases going on Rahul Gandhi,  know full details

વધુ વાંચો : હિમાચલની જગ્યાએ ગુજરાતથી રાજ્યસભા સાંસદ કેમ બની રહ્યા છે નડ્ડા ? સમજો શું છે સમીકરણ

પ્રિયંકા ગાંધી આ યાત્રામાં ભાગ લેશે

સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા સોમવારે બપોરે લગભગ 3 વાગ્યે અમેઠીમાં પ્રવેશ કરશે. અહીં કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી આ યાત્રામાં ભાગ લેશે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પણ કહ્યું છે કે તેઓ રાયબરેલીની આ યાત્રામાં ભાગ લેશે. આ યાત્રા ઉત્તર પ્રદેશથી રાજસ્થાન તરફ જશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

AmitabhBachchan OBC PmModi rahulgandhi rammandir loksabha election 2024

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ