બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / rahu ketu gochar 2023 before diwali these 5 zodiac sign people get maa lakshmi and kuber dev blessings
ADVERTISEMENT
DIWALI 2023 : 30મી ઓકટોબરથી દરેક રાશિના જાતકોના જીવન પર રાહુ અને કેતુની અસર જોવાં મળશે. અમુક જાતકોને રાશિ પરિવર્તનના કારણે લાભ પણ થવા જઈ રહ્યો છે. 30મી ઓક્ટોબરે સાંજે મેષ રાશિમાંથી નીકળીને રાહુ ગ્રહ મીન રાશિમાં પ્રવેશ કરશે જ્યારે કેતુ કન્યા રાશિમાં પ્રવેશ કરશે.
બીજી તરફ આપ જાણતા જ હશો કે ત્યારે મેષ રાશિમાં ગુરુ ગ્રહે ગુરુ ચંડાલ યોગ બનાવેલો છે. એવામાં મેષ રાશિના જાતકોને નોકરીમાં સફળતા મળવાની શક્યતાઓ જોવા મળી રહી છે. યાત્રાના પણ યોગ બની રહ્યા છે.
ADVERTISEMENT
કર્ક
રાહુ અને કેતુના ગોચરના કારણે કર્ક રાશિના જાતકોને પણ ઘણો લાભ થશે, ખાસ કરીને વ્યવસાય કરતાં લોકોને આરામથી સફળતાઓ મળતી દેખાશે. કર્ક રાશિના જાતકોની સમસ્યાઓ દૂર થશે અને પરેશાની ભર્યા કાર્યોમાંથી મુક્તિ મળશે. નોકરીમાં પણ પ્રમોશન મળી શકે છે.
સિંહ
કર્કની જેમ જ સિંહ રાશિના જાતકોની પણ રાહુ-કેતુના કારણે સમસ્યાઓ દૂર થઈ શકે છે. પરિવારમાં ખુશીઓની હેલી થઈ જશે. સફળતા મેળવવા માટે જે પ્રયાસો તમે કરી રહ્યા છે તેનું પરિણામ અવશ્ય મળશે. લાઈફ પાર્ટનર સાથે સારો સમય વિતાવવા મળશે. ભાગ્ય રહેશે સાથે.
ADVERTISEMENT
તુલા
જો તમે તુલા રાશિના જાતકો છો અને કુંવારા છો તો રાહુ અને કેતુના ગોચર બાદ તમને લગ્ન માટે પ્રસ્તાવ આવી શકે છે. આવકના સાધનોમાં પણ વધારો થવાના યોગ બની રહ્યા છે અને પૈસા ફસાયેલા હોય તો પાછા આવી જશે. જોકે તમારે ખર્ચાઓ કાબૂ રાખવાની જરૂર છે.
મીન
મીન રાશિના જાતકોનું પણ જીવન હવે બદલાવવા જઈ રહ્યું છે. યોગ્ય રીતે યોજનાઓ બનવવાથી કામમાં કોઈ બાધા નહીં આવે, દિવાળી પહેલા બની રહેલા યોગના કારણે જીવનમાંથી પરેશાનીઓ દૂર થશે સુખમય જિંદગી જીવી શકશો. તમારા માટે તો 18 મે 2025 સુધીનો સમય સર્વોત્તમ જ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.