બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / સુરત / RAF jawan dies of heart attack in Surat's Limbayat

કરુણાંતિકા / સુરતના લિંબાયતમાં RAF જવાનનું હાર્ટ એટેકથી મોત, પેટ્રોલિંગ સમયે જ રસ્તા પર ઢળી પડ્યાં

Malay

Last Updated: 02:39 PM, 24 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Heart Attack News: ગુજરાતમાં હાર્ટ એટેકથી મોતની સંખ્યા સતત વધી રહી છે. આ દરમિયાન સુરતમાં 58 વર્ષીય RAF જવાનનું હાર્ટ એટેકને કારણે મોત થયું છે.

  • સુરતમાં RAF જવાનનું હાર્ટ એટેકથી નિધન
  • પેટ્રોલિંગ સમયે જ રસ્તા પર ઢળી પડ્યા RAF જવાન
  • સ્મીમેર હોસ્પિટલ લઈ જવાતા મૃત જાહેર કરાયા

Surat News: ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું છે. ગુજરાતમાં યુવકો ક્રિકેટ રમતા અથવા રોજિંદુ કામ કરતા કરતા હાર્ટ એટેકથી મૃત્યુ પામતા હોય એવી ઘટના સામે આવી રહી છે. ત્યારે રાજ્યમાં વધુ એકનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. સુરત શહેરમાં RAF જવાનનું હાર્ટ એટેકથી નિધન થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. 

ફરજ દરમિયાન અચાનક ઢળી પડ્યા
વાત જાણે એમ છે કે મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલ સુરતમાં સબ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા ધરમપાલ (ઉં.વ 58) લિંબાયત વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન અચાનક જ તેઓ રસ્તા પર ઢળી પડ્યા હતા. જે બાદ તેઓેને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા, જ્યાં તબીબ દ્વારા તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તબીબે તેમના મૃત્યુ પાછળનું કારણ હાર્ટ એટક જણાવ્યું હતું.  RAF જવાનના મૃત્યુના દુઃખદ સમાચાર તેમના પરિવારજનોને આપવામાં આવતા પરિવારમાં માતમ છવાયો છે. તેમને મૃતદેહને ઉત્તરપ્રદેશ તેમના વતનમાં મોકલવામાં આવ્યો છે. 

ગઈકાલે રાજકોટમાં થયું હતું હોર્ટ એટેકથી મોત
આપને જણાવી દઈએ કે ગઈકાલે રાજકોટમાં 60 વર્ષીય રાજેન્દ્રભાઈ કાંતિલાલ ઠાકરનું હૃદયરોગનાં જીવલેણ એટેકથી મોત થયું હતું. રાજેન્દ્રભાઈને સ્વિમિંગ કર્યા બાદ તેમણે છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો. જે બાદ તેઓને એમ્બ્યુલન્સમાં મારફત હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા હતા. જ્યાં ટૂંકી સારવારમાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

મૃતક રાજેન્દ્રભાઈ કાંતિલાલ ઠાકર

રાજકોટ મનપાના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનરનું થયું હતું મૃત્યુ 
અઠવાડિયા અગાઉ રાજકોટ મહાનગર પાલિકામાં આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર તરીકે ફરજ બજાવતા વી.વી પટેલને હાર્ટે એટેક આવતા તેઓનો હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, મનપાના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર વી.વી પટેલનીએક સપ્તાહ પહેલા જ બદલી થઈ હતી. તેમના નિધનથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. 

No description available.
મૃતક વી.વી પટેલ

વડોદરામાં પણ વિદ્યાર્થીને આવ્યો હતો હાર્ટ એટેક 
આજ દિવસે  વડોદરાની MS યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર, MSUના સાયન્સ ફેકલ્ટીમાં ઝુઓલોજીમાં અભ્યાસ કરતો દીપ ચૌધરી નામનો વિદ્યાર્થી બોઇસ હોસ્ટેલમાં મિત્રો સાતે વાત કરતાં-કરતાં અચાનક ઢળી પડ્યો હતો. જે બાદ હોસ્ટેલમાં મિત્રો તેને સયાજી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તબીબે દીપ ચૌધરીને મૃત જાહેર કર્યો હતો અને ડોક્ટરે તેના મૃત્યુ પાછળનું કારણ હાર્ટ એટેક જણાવ્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ