બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / 'જેમ-જેમ ઉંમર વધે છે તેમ...', આખરે IPLમાંથી કેમ રિટાયર થયો આર. અશ્વિન, કર્યો ખુલાસો
Last Updated: 12:27 PM, 29 August 2025
રવિચંદ્રન અશ્વિને ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી અને હવે IPLમાંથી પણ નિવૃત્તિની જાહેરાત કરી છે. અશ્વિને IPL છોડવાનું કારણ પણ જણાવ્યું છે. તેને કહ્યું કે IPLનું શેડ્યૂલ ખૂબ જ વધારે છે આથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે અશ્વિને ધોનીની લાંબી ક્રિકેટ ઇનિંગ્સની પણ પ્રશંસા કરી હતું અને કહ્યું કે તે આગળ જઈને 'ધ હંડ્રેડ' અને 'SA20' જેવી લીગમાં રમવાની તકો શોધી શકે છે. તેને એમ પણ કહ્યું કે, ભવિષ્યમાં તે પોતાની શરતો પર કોચિંગ કરવા માટે તૈયાર રહેશે.
ADVERTISEMENT
અશ્વિને અચાનક પોતાના IPL કરિયરનો અંત લાવવાના નિર્ણય વિશે ખુલ્લા મને વાત કરી છે. ડિસેમ્બર 2024માં ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનારા આ ઓફ-સ્પિનરે આ અઠવાડિયે જાહેરાત કરી હતી કે તે હવે IPLમાંથી પણ અલગ થઈ રહ્યો છે. તેમને ચેન્નઈ સુપર કિંગ્સને અલવિદા કહ્યું, જ્યાંથી તેની IPL સફર શરૂ થઈ હતી.
અશ્વિને પોતાની યુટ્યુબ ચેનલ પર જણાવ્યું કે હવે તેની પાસે ત્રણ મહિના લાંબી IPL સીઝનનો બોજ સહન કરવાની શક્તિ નથી. તેને સ્વીકાર્યું કે વધતી ઉંમર સાથે તેના માટે મુસાફરી કરવી, મેચ રમવી અને સતત સ્વસ્થ થવું વધારે મુશ્કેલ બની રહ્યું છે. "હું વિચારી રહ્યો હતો કે શું હું આવતા વર્ષે IPL રમી શકીશ. ત્રણ મહિના માટે IPL હવે મારા માટે ખૂબ વધારે છે, થકવી દેનાર છે. આથી જ મને MS ધોની જોઈને આશ્ચર્ય થાય છે. જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ IPL રમવાની ક્ષમતા ઓછી થાય છે."
ADVERTISEMENT
અશ્વિનના આ નિર્ણય વિશે ચર્ચા થઈ રહી હતી કે કદાચ તે ચેન્નઈ સુપર કિંગ્સની મીની-ઓક્શન પ્લાન સાથે જોડાયેલ છે. 38 વર્ષીય અશ્વિને સંકેત આપ્યો કે તે વિદેશી લીગમાં રમવાના મોકા શોધી શકે છે. તેનું નામ 'ધ હંડ્રેડ' અને 'SA20' સાથે સંકળાયેલું છે. તેને એમ પણ કહ્યું કે તેને બીજી લીગ માટે રજિસ્ટ્રેશન કરાવી લીધું છે, પરંતુ નામ જાહેર કર્યું નથી. અશ્વિને આગળ કહ્યું કે ભવિષ્યમાં તે કોચિંગ માટે પણ તૈયાર છે, પરંતુ તે તેની પોતાની શરતો પર હશે.
ADVERTISEMENT
16 સીઝનના કરિયરમા અશ્વિને 221 IPL મેચ રમી હતી. જેમાં તેને 187 વિકેટ લીધી હતી. આ દરમિયાન તેની ઇકોનોમી 7.20 હતી. તેને બેટિંગમાં 833 રન પણ બનાવ્યા હતા. જેમાં એક અડધી સદીનો સમાવેશ થાય છે. IPLમાં અશ્વિને ચેન્નઈ સુપર કિંગ્સ, રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ, પંજાબ કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ માટે રમ્યો હતી. અશ્વિને પંજાબની કેપ્ટનશીપ પણ કરી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.