બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:12 PM, 27 August 2025
ભારતીય ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને બુધવારે IPLમાંથી નિવૃત્તિની જાહેરાત કરી, IPL સાથેના તેના 16 વર્ષ લાંબા જોડાણનો અંત લાવ્યો છે. અશ્વિને સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ જાહેરાત કરી હતી. અશ્વિને 'X' પર લખ્યું કે, "કહેવાય છે કે દરેક અંત સાથે એક નવી શરૂઆત થાય છે. IPL ક્રિકેટર તરીકે મારો સમય આજે સમાપ્ત થઈ રહ્યો છે પરંતુ વિવિધ લીગમાં રમતની ખોજ માટે મારો સમય આજથી શરૂ થાય છે. હું વર્ષોથી શાનદાર યાદો અને સંબંધો માટે દરેક ફ્રેન્ચાઇઝીઓનો આભાર માનું છું અને સૌથી અગત્યનું IPL અને BCCIનો જેમને અત્યાર સુધી મને જે કંઈ આપ્યું છે તે બદલ આભાર માનું છું."
ADVERTISEMENT
Special day and hence a special beginning.
— Ashwin 🇮🇳 (@ashwinravi99) August 27, 2025
They say every ending will have a new start, my time as an IPL cricketer comes to a close today, but my time as an explorer of the game around various leagues begins today🤓.
Would like to thank all the franchisees for all the…
ADVERTISEMENT
રવિચંદ્રન અશ્વિને 2008 માં ચેન્નઈ સુપર કિંગ્સ સાથે તેની IPL કરિયરની શરૂઆત કરી હતી. આગામી સીઝન 2010 માં તે તેના કેરમ બોલ માટે ઓળખાયો હતો. CSK ના બે વર્ષના સસ્પેન્શન બાદ અશ્વિનને 2016 ના IPL પ્લેયર ડ્રાફ્ટમાં રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સ દ્વારા પસંદ કરવામાં આવ્યો હતો. 2018 માં અશ્વિન હરાજીમાં ગયો હતો. કિંગ્સ XI પંજાબે તેને હરાજીમાં 7.6 કરોડ રૂપિયામાં ખરીદ્યો અને તેને પોતાનો કેપ્ટન બનાવ્યો હતો. 2020-21 સીઝનમાં, રવિચંદ્રન અશ્વિન દિલ્હી કેપિટલ્સ માટે રમ્યો હતો.
ADVERTISEMENT
અશ્વિન વિવિધ બ્રાન્ડ્સ સાથે સંકળાયેલો છે. અશ્વિનના બ્રાન્ડ એન્ડોર્સમેન્ટની યાદીમાં ઝૂમકાર, મૂવ, મિન્ત્રા, મન્ના હેલ્થ, બોમ્બે શેવિંગ કંપની, ઓપ્પો, એરિસ્ટોક્રેટ બેગ્સ અને કોલગેટનો સમાવેશ થાય છે. રવિચંદ્રન અશ્વિનની રિયલ એસ્ટેટમાં 2021 માં ખરીદેલું તેમનું વૈભવી ચેન્નઈમાં આવેલું ઘર પણ શામેલ છે, જ્યાં તે હવે તેની પત્ની અને બે પુત્રીઓ સાથે રહે છે
ADVERTISEMENT
આર અશ્વિનના કાર કલેક્શનમાં જોરદાર વાહનોનો અદ્ભુત સંગ્રહ છે, જેમાં 6 કરોડ રૂપિયાની રોલ્સ રોયસ અને 93 લાખ રૂપિયાની ઓડી Q7નો સમાવેશ થાય છે. રવિચંદ્રન અશ્વિનની કુલ સંપત્તિ લગભગ 135 કરોડ રૂપિયા છે.
ADVERTISEMENT
આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી અલગ થયા બાદ અશ્વિન હવે તેની યુટ્યુબ ચેનલથી પણ ઘણી કમાણી કરી રહ્યો છે. ફેન્સ તેની યુટ્યુબ ચેનલને પણ ખૂબ પસંદ કરી રહ્યા છે.
ADVERTISEMENT
38 વર્ષીય ખેલાડીએ ગયા વર્ષે ડિસેમ્બરમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. તે અનિલ કુંબલે (619) પછી ટેસ્ટ મેચોમાં ભારતનો બીજો સૌથી વધુ વિકેટ લેનાર બોલર (537) છે. IPLમાં અશ્વિને 2009 માં ચેન્નઈ સુપર કિંગ્સ માટે ડેબ્યૂ કર્યું હતું. એક દાયકાના લાંબા વિરામ બાદ 9.75 કરોડ રૂપિયામાં સુપર કિંગ્સમાં જોડાયા બાદ તેને IPL 2025 માં તે જ ટીમ માટે તેની છેલ્લી મેચ રમી હતી.
અશ્વિને IPLની 220 મેચોમાં 30.22 ની એવરેજથી 187 વિકેટ લીધી હતી, જેમાં તેનું બેસ્ટ પ્રદર્શન 34 રનમાં ચાર વિકેટ છે. બેટથી તેને 50 ના સૌથી વધુ સ્કોર અને 13.02 ની એવરેજ સાથે 833 રન બનાવ્યા હતા. અશ્વિન 2010 અને 2011 માં સુપર કિંગ્સની ટાઇટલ જીતમાં મહત્વપૂર્ણ હિસ્સો હતો. તે તેની IPL કારકિર્દી દરમિયાન રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સ, પંજાબ કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ માટે પણ રમ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.