બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / Questions raised by Akshay Kumar on the issue of history of Somnath temple
ADVERTISEMENT
અભિનેતા અક્ષય કુમારે દેશમાં ઈતિહાસના અભ્યાસ પર સવાલો ઉભા કર્યા
ADVERTISEMENT
સમ્રાટ પૃથ્વીરાજ ફિલ્મની રિલીઝ પહેલા અભિનેતા અક્ષય કુમારે દેશમાં ઈતિહાસના અભ્યાસ પર સવાલો ઉભા કર્યા છે. તેમણે એક ખાનગી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે આપણને જે ઈતિહાસ શીખવવામાં આવે છે. તેમાં મહારાણા પ્રતાપ અને પૃથ્વીરાજ ચૌહાણ જેવા આપણા રાજાઓ વિશે બહુ ઓછું કહેવામાં આવ્યું છે. અક્ષય કુમારે પણ ઇતિહાસને સંતુલિત કરવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે હું શિક્ષણ મંત્રીને આ બાબતે ધ્યાન આપવાની અપીલ કરવા માંગુ છું. આપણે સંતુલન રાખવું જોઈએ. હું એમ નથી કહેતો કે આપણે મુઘલો વિશે ન જાણવું જોઈએ, પરંતુ આપણે આપણા રાજાઓ વિશે પણ જાણવું જોઈએ. તેઓ પણ મહાન હતા અને આ માહિતી દરેક વ્યક્તિએ શેર કરવી જોઈએ. બાળકોને મહારાણા પ્રતાપ વિશે જાણવું જોઈએ.
#WATCH हम बहस का स्वागत करते हैं। मैं काशी गया हूं तो ये सम्राट पृथ्वीराज से संबंधित है। मैं धार्मिक कारणों से नहीं गया, मैं सांस्कृतिक भाव के लिए गया। मैं लोगों को ये बताने गया कि ये हमारी संस्कृति है और ये जरूरी क्यों है: 'सम्राट पृथ्वीराज' फिल्म पर अभिनेता अक्षय कुमार pic.twitter.com/He2C2k97Uq
— ANI_HindiNews (@AHindinews) June 1, 2022
ADVERTISEMENT
ઈતિહાસના પુસ્તકોમાં પૃથ્વીરાજ ચૌહાણ વિશે માત્ર બેથી ત્રણ લીટીઓ છે
પૃથ્વીરાજ ચૌહાણ અંગે તેમણે કહ્યું કે આપણા ઈતિહાસના પુસ્તકોમાં તેમના વિશે માત્ર બેથી ત્રણ લીટીઓ છે. આક્રમણખોરો પર પુસ્તકો લખાયા છે, પણ આપણા જ રાજાઓ પર તો બે-ત્રણ લીટીઓ જ છે. એટલું જ નહીં, આ દરમિયાન તેણે પોતે સોમનાથ અને કાશી વિશ્વનાથ જવાના સવાલનો જવાબ પણ આપ્યો. અક્ષય કુમારે કહ્યું કે હું અહીં હિન્દુત્વ માટે નથી ગયો પરંતુ સાંસ્કૃતિક વારસાને કારણે ગયો હતો.અક્ષય કુમારે કહ્યું, 'હું ગયો કારણ કે પૃથ્વીરાજ સાથે સંબંધ છે. હું ધાર્મિક આસ્થાને કારણે નહીં પણ સંસ્કૃતિને કારણે ગયો હતો. હું લોકોને કહેવા ગયો કે આ આપણી સંસ્કૃતિ છે. ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ મને કહ્યું કે પૃથ્વીરાજ ચૌહાણ અને સોમનાથ અને કાશી વિશ્વનાથ વચ્ચે શું સંબંધ છે.
ADVERTISEMENT
#WATCH | Samrat Prithviraj's dir Chandraprakash Dwivedi, says "...You used the term Hindu nationalism, I call it cultural nationalism too. Nothing wrong in reviving Hindu nationalism/cultural nationalism as this nation's character is Hindu, when I say Hindu it means culture...." pic.twitter.com/OrMWimIZYp
— ANI (@ANI) June 1, 2022
ADVERTISEMENT
ચંદ્ર પ્રકાશ દ્વિવેદીએ સવાલ કર્યો સોમનાથ અને કાશી વિશ્વનાથને કોણે તોડ્યો
આ દરમિયાન ફિલ્મ નિર્માતા ચંદ્ર પ્રકાશ દ્વિવેદીએ કહ્યું કે, હું સાંસ્કૃતિક પુનરુત્થાન અને મંદિરોના પુનઃનિર્માણને ખોટું નથી માનતો. તેમણે કહ્યું કે અમે સોમનાથ અને વારાણસી કેમ ગયા? આપણે જાણીએ છીએ કે, ભારતની સાંસ્કૃતિક રાજધાની વારાણસી છે. ગંગા અને હિમાલય આપણા ઈતિહાસના સાક્ષી છે, તે આપણી ભાવનાની વાત છે. આ અંગે દેશમાં ભારે ચર્ચા ચાલી રહી છે. તેથી જ મારા મનમાં લોકોને યાદ અપાવવાનું હતું કે પ્રથમ વખત કાશી વિશ્વનાથ મંદિર કુતુબુદ્દીન દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું.ફિલ્મમાં સોમનાથનો પણ ઉલ્લેખ છે. સોમનાથ અનેકવાર તૂટી ગયું હતું અને લોકો સમક્ષ પ્રશ્ન હતો કે શું તેને આમ જ છોડી દેવુ જોઈએ. પરંતુ 1947માં સરદાર પટેલ, કન્હૈયા લાલ મુનશી અને રાજેન્દ્ર પ્રસાદ સહિતના અનેક નેતાઓએ પ્રયાસો કર્યા હતા. 1192 થી દેશ ગુલામ રહ્યો અને દેશને ઘણું નુકસાન થયું. હવે પુનરુત્થાન થવાનો સમય છે અને સોમનાથ મંદિર તેનું પ્રતીક હતું.
ADVERTISEMENT
#WATCH मुझे नहीं पता था कि मुझे PM का इंटरव्यू करने का अवसर मिलेगा। मैं पहले थोड़ा असहज महसूस कर रहा था पर जब मैंने उनसे बात शुरू की उन्होंने मुझे सहज महसूस कराया। PM के बारे में सबसे अच्छी बात ये है कि उन्हें पता है कि खुदको कैसे लोगों के अनुसार ढालना है: अभिनेता अक्षय कुमार pic.twitter.com/sSJwkOPies
— ANI_HindiNews (@AHindinews) June 1, 2022
અક્ષય કુમારે PM મોદીનો ઈન્ટરવ્યુ અંગે પણ કહ્યું
આ દરમિયાન અક્ષય કુમારે પણ PM મોદીના જોરદાર વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે PM નરેન્દ્ર મોદી જે વ્યક્તિ સાથે વાત કરે છે તે પ્રમાણે પોતાને ઘડે છે. ઇન્ટરવ્યુ લેવાના સવાલ પર અક્ષય કુમારે કહ્યું કે આ મારું કામ નથી.પરંતુ મને ખુશી છે કે મને તેમની સાથે બેસવાનો મોકો મળ્યો. અક્ષય કુમારે કહ્યું કે PM નરેન્દ્ર મોદી કોઈને અસ્વસ્થતા નથી આપતા અને તે મુજબ વાત કરે છે. આ જ કારણ છે કે તે દરેક સાથે જોડાઈ જાય છે અને લોકોને પ્રભાવિત કરવાની ક્ષમતા ધરાવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.