quad summit 2022 prime minister modi visit to japan
વિદેશ પ્રવાસ /
જપાનના પ્રવાસ પર PM મોદી: એકસાથે 6 મુદ્દાઓ પર લેવાશે નિર્ણય, બાયડન સાથે પણ મહત્વપૂર્ણ મીટિંગ
Team VTV10:09 AM, 22 May 22
| Updated: 10:10 AM, 22 May 22
પ્રધાનમંત્રી મોદી 23-24 મેના રોજ જાપાની રાજધાની ટોક્યોમાં રહેવાના છે. આ દરમિયાન મોદી અહીં એક બાજૂ ક્વાડ નેતાઓની શિખર બેઠકમાં ભાગ લેશે.
પ્રધાનમંત્રી મોદી બે દિવસીય પ્રવાસે જાપાન જશે
આજે સાંજે રવાના થશે
આ મુદ્દા પર શિખર સંમેલનમાં થવાની છે ચર્ચા
પ્રધાનમંત્રી મોદી 23-24 મેના રોજ જાપાની રાજધાની ટોક્યોમાં રહેવાના છે. આ દરમિયાન મોદી અહીં એક બાજૂ ક્વાડ નેતાઓની શિખર બેઠકમાં ભાગ લેશે, તો વળી લગભગ 36 કલાકની આ મુસાફરીમાં તેમની મુલાકાત અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન, જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદા અને ઓસ્ટ્રેલિયાના નવા પીએમ સાથે પણ થશે.
આ મુદ્દા પર ચર્ચા શક્ય
પ્રધાનમંત્રી મોદી આ ત્રીજી જાપાન યાત્રામાં જ્યાં એક તરફ ક્વાડ નેતાઓ સાથે મહત્વપૂર્ણ એજન્ડા પર ચર્ચા કરશે. તો વળી દ્વિપક્ષીય વાર્તા દરમિયાન રોકાણ, વેપાર, સુરક્ષા, ટેકનિક સહિત કેટલાય મુદ્દા પર મહત્વની વાતચીત કરશે. પીએમ મોદી 22મેની રાતે જાપાન માટે રવાના છે. અને 23 મેના રોજ ટોક્યો પહોંચતા જ તેમના કાર્યક્રમ ચાલુ થઈ જશે.
એશિયા-પ્રશાંત વિસ્તારને લઈને ચર્ચા
ક્વાડના ભવિષ્ય અને તેને પ્રભાવી બનાવી રાખવા માટે ટોક્યોની બેઠકમાં ખાસ મહત્વ માનવામાં આવી રહ્યું છે. આ જ કારણ છે કે, એશિયા-પ્રશાંત વિસ્તારમાં તેમનો દેશ જ્યાં આર્થિક અને સુરક્ષાના પડકાર સામે ઝઝૂમી રહ્યો છે,. તો વળી ક્વાડના વાયદા પર જમીન પર ઉતરવામાં હાલમાં નબળા દેખાઈ રહ્યા છે. ત્યારે આવા સમયે અમેરિકા-જાપાન- ભારત અને ઓસ્ટ્રેલિયાના નેતાઓની કોશિશ રહેશે કે, ઠોસ પરિણામ આપનારી યોજનાઓને ઝડપથી આગળ વધારે.
ભારતીય સમુદાયના લોકો સાથે પણ ચર્ચા કરશે
જાપાનમાં પીએમ મોદીની જ્યાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે આમને સામને બીજી મુલાકાત હશે, તો વળી જાપાનમાં પીએમ કિશીદાથી ફક્ત બે મહિનાની અંદર બીજી વાર મળશે. આ ઉપરાંત પીએમ મોદી જાપાનમાં ફક્ત બે દિવસના પ્રવાસમાં જાપાની ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરશે અને સાથે ભારતીય સમુદાયને પણ સંબોધન કરશે. આ બંને જ કાર્યક્મ 23 મેના રોજ થવાના છે, જ્યારે ક્વાડ નેતાઓ સાથે શિખર સંમેલન 24મેના રોજ થશે.