બ્રેકિંગ ન્યુઝ
સાઉથ સિનેમાના સુપરસ્ટાર અલ્લૂ અર્જૂન પોતાની અપકમિંગ ફિલ્મ પુષ્પા-2 ધ રૂલને લઈને સતત ચર્ચામાં છે. મેકર્સે સુપરસ્ટારના જન્મદિવસના અવસર પર ફિલ્મનું ટીઝર બધાની સાથે શેર કર્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT
અલ્લૂ અર્જૂનની ઝલડ ટીઝરમાં જોયા બાદ બધાને વિશ્વાસ થઈ ગયો છે કે ફિલ્મ મોટો ધમાકો કરશે. જોકે હજુ સુધી ફિલ્મનું પ્રમોશન પણ શરૂ નથી થયું અને ફિલ્મે તાબડતોબ વેપાર કરવાનું શરૂ કરી લીધુ છે. રિલીઝ પહેલા જ પુષ્પા-2એ કરોડોની કમાણી કરી લીધી છે.
1000 કરોડની કમાણી
વર્ષ 2021માં ફિલ્મ પુષ્પાઃ ધ રાઈઝે બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી હતી. હવે આ ફિલ્મનો બીજો પાર્ટ પુષ્પા-2 ધ રૂલે રિલીઝના પહેલા જ બિઝનેસ કરવાનો શરૂ કરી દીધો છે. એક રિપોર્ટ અનુસાર અલ્લૂ અર્જુનની ફિલ્મે થિએટર્સમાં આવતા પહેલા જ કમાણીના મામલામાં 1000 કરોડનો આંકડો સ્પર્શ કરી લીધો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
વધુ વાંચો: રાજકુમાર રાવે ચહેરાની પ્લાસ્ટિક સર્જરી કરાવી? તસવીર વાઈરલ થયા બાદ અભિનેતાએ જણાવી હકીકત
પુષ્પા એક મોટુ નામ બની ચુક્યું છે. આ ફિલ્મના બીજા પાર્ટ્સની દર્શકો રાહ જોઈ રહ્યા છે. એક તરફ જ્યાં મેકર્સ ફિલ્મના કામને લઈને વ્યસ્ત છે. ત્યાં જ બીજી તરફ તે ફિલ્મના બઝને ઓછુ નથી થવા દઈ રહ્યા.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.