બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Politics / Punjab CM Amarinder Ready To Add Sidhu To Cabinet; Doesn't Want Him As State Congress Head

પંજાબ રાજકારણ / કોંગ્રેસના આ દિગ્ગજ નેતાની નારાજગી દૂર કરવા હાઈકમાન્ડ આપી શકે છે મોટી જવાબદારી

Hiralal

Last Updated: 04:49 PM, 1 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબના સીએમ કેપ્ટન અમરિન્દર સિંહથી નારાજ નવજોત સિંહ સિદ્ધુને કોંગ્રેસ પાર્ટી પ્રચાર કમિટીના પ્રભારી અથવા ટિકિટ ફાળવણી કમિટિમાં સામેલ કરી શકે છે.

  • પંજાબ કોંગ્રેસમાં ચાલી રહેલા રાજકીય વિખવાદનો મામલો
  • સીએમ અમરિન્દરથી નારાજ નવજોત સિદ્ધુ દિલ્હી પહોંચ્યાં
  • કોંગ્રેસ હાઈકમાન્ડ સિદ્ધુને મોટી જવાબદારી સોંપી શકે છે
  • સિદ્ધુને પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવાય તેવી શક્યતા 
  • સિદ્ધુને ટિકિટ ફાળવણી કમિટીમાં સામેલ કરી શકાય છે 

પંજાબમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણની વચ્ચે પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સહિત તમામ ધારાસભ્ય અને મંત્રી દિલ્હીમાં કોંગ્રેસ હાઈકમાન્ડના દરબારમાં હાજરી આપી ચૂક્યા છે. પૂર્વ મંત્રી અને ફાયર બ્રાન્ડ નેતા નવજોત સિંહ સિદ્ધુએ પણ દિલ્હી જઈને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી સાથે પણ મુલાકાત કરી છે. ત્યાર બાદ તેઓ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને પણ મળ્યાં હતા. 

સૂત્રોના જણાવ્યાનુસાર આ મુલાકાતમાં કોંગ્રેસના બીજા નેતાઓની તુલનામાં સિદ્ધુની વીઆઈપી ટ્રીટમેન્ટ મળવાને કારણે પંજાબના કોંગ્રેસ નેતા અંદરખાને નારાજ છે તો સિદ્ધુને હવે કોંગ્રેસ હાઈકમાન્ડ મોટી જવાબદારી સોંપી શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર કોંગ્રેસ સિદ્ધુને પ્રચાર કમિટીના ચેરમેન પણ બનાવી શકે છે. 

સિદ્ધુને વીઆઈપી ટ્રીટમેન્ટ અપાતા નારાજ થયેલા કોંગ્રેસના નેતાઓનું માનવું છે કે સિદ્ધુ ધારાસભ્ય છે પરંતુ બીજા ધારાસભ્યોની ઉપેક્ષા કરીને તેમને વીઆઈપી ટ્રીટમેન્ટ આપવી સારી વાત નથી. પંજાબ કોંગ્રેસ અધ્ય સુનિલ જાખડે જણાવ્યું કે કોંગ્રેસના નેતાઓમાં અરસપરસનો મતભેદ ખતમ થવો જોઈએ. તેમણે કહ્યું કે મને કોંગ્રેસ હાઈકમાન્ડે બોલાવ્યો નથી. આશા છે કે 2022 ની ચૂંટણી પહેલા કોંગ્રેસનો આંતરિક વિખવાદ શમી જશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ