બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / સ્પોર્ટસ / Cricket / Punjab captain furious after almost exiting playoffs, blames these players for losing tournament

IPL 2023 / પ્લેઓફમાંથી લગભગ બહાર થયા બાદ પંજાબનો કેપ્ટન થયો ગુસ્સે, ટૂર્નામેન્ટ હારવા માટે આ ખેલાડીઓને જવાબદાર ગણાવ્યા

Megha

Last Updated: 10:03 AM, 18 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

64મી મેચ પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી જેમાં પંજાબ કિંગ્સને 15 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો, સાથે જ ટીમ પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે

  • 64મી મેચ પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી
  • પંજાબ કિંગ્સને 15 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો
  • હાર બાદ પંજાબની ટીમ પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ

IPL 2023 ની 64મી મેચ પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં પંજાબ કિંગ્સને 15 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હી કેપિટલ્સ સામેની હાર બાદ પંજાબ કિંગ્સ ટીમ IPL 2023 પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. આ દરમિયાન દિલ્હીથી હાર બાદ શિખર ધવન પોતાની ટીમના કેટલાક ખેલાડીઓના પ્રદર્શનથી નિરાશ જોવા મળ્યો હતો. ધવને હાર પાછળ પોતાની ટીમના કેટલાક ખેલાડીઓને જવાબદાર ઠેરવ્યા હતા.  

જણાવી દઈએ કે દિલ્હી કેપિટલ્સ સામે 15 રનથી હાર્યા બાદ IPL પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર થઈ ગયેલા પંજાબ કિંગ્સના કેપ્ટન શિખર ધવને કહ્યું કે તેના બોલરો પ્રથમ છ ઓવરમાં સારી બોલિંગ કરી શક્યા ન હતા. આ મેચમાં પહેલા બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સ સામે પહાડ જેવું લક્ષ્ય રાખ્યું હતું. જેનો તે પીછો કરી શક્યો નહોતો. દિલ્હીની ટીમે શરૂઆતથી જ મેચ પર પકડ બનાવી રાખી હતી. તેણે પહેલી 6 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 61 રન બનાવ્યા હતા. શિખર ધવન આનાથી નારાજ હતો. મેચ પૂરી થયા બાદ તેણે પાવરપ્લેમાં ખરાબ બોલિંગ માટે તેના બોલરોને જવાબદાર ઠેરવ્યા હતા.

ધવને મેચ બાદ કહ્યું કે તે નિરાશાજનક છે પણ મને લાગે છે કે અમે પ્રથમ છ ઓવરમાં સારી બોલિંગ કરી શક્યા નથી. અમારે કેટલીક વિકેટ લેવી જોઈતી હતી કારણ કે તે સમયે બોલ આગળ વધી રહ્યો હતો. સ્પિનર ​સાથે છેલ્લી ઓવર નાખવાનો મારો નિર્ણય પણ બેકફાયર થયો. તે પહેલા પાવરપ્લેમાં ફાસ્ટ બોલરો યોગ્ય જગ્યાએ બોલિંગ કરતા ન હતા. તેણે કહ્યું કે અમે દરેક પાવરપ્લેમાં 50-60 રન આપીએ છીએ અને વિકેટ લેવામાં સક્ષમ નથી. અમે જાણતા હતા કે પ્રથમ બે-ત્રણ ઓવરમાં બોલ સ્વિંગ થશે પરંતુ અમે તેનો ફાયદો ઉઠાવી શક્યા નહીં. તેણે વધુમાં કહ્યું કે જ્યાં સુધી લિયામ લિવિંગસ્ટોન બેટિંગ કરતો હતો ત્યાં સુધી અમે આશાવાદી હતા. લિવિંગસ્ટોને આ મેચમાં 94 રનની ઇનિંગ રમી હતી. પરંતુ તે પોતાની ટીમને જીતાડી શક્યો ન હતો.

પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાયેલી મેચમાં પંજાબ કિંગ્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા દિલ્હીની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 213 રન બનાવ્યા હતા. આ દરમિયાન રિલે રુસો અને પૃથ્વી શૉએ શાનદાર અડધી સદી ફટકારી હતી. રુસોએ માત્ર 37 બોલમાં 82 રનની અણનમ ઇનિંગ રમી હતી. મેચના બીજા દાવમાં પંજાબ કિંગ્સની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 198 રન જ બનાવી શકી હતી. બેટિંગમાં ખરાબ શરૂઆતના કારણે પંજાબ કિંગ્સને આ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ