બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ધર્મ / puja vidhi hanumanji worship method on tuesday

ધર્મ / દેવા તળે દબાઈ ગયા હોવ તો મંગળવારે ઉપવાસ કરી, આ વિધિથી કરો હનુમાન દાદાની આરાધના, અવશ્ય મળશે લાભ

Arohi

Last Updated: 02:32 PM, 3 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Hanumanji Puja Vidhi On Tuesday: હનુમાનજી ભગવાન રામના પરમ ભક્ત છે. આમ તો ગમે તે દિવસે હનુમાનજીની પૂજા કરવાથી વ્યક્તિને તેમને કૃપા પ્રાપ્ત થાય છે. પરંતુ મંગળવારનો દિવસ તેમની પૂજા-અર્ચના માટે સમર્પિત છે.

  • મંગળવારે ખાસ કરો હનુમાનજીની પૂજા 
  • મંગળવારના ઉપવાસ દેવામાંથી અપાવશે મુક્તિ 
  • આ વિધિથી કરો હનુમાન દાદાની આરાધના

મંગળવાર હનુમાનજીને સમર્પીત છે. મંગળવારના દિવસે હનુમાનજીની આરાધના કરવાથી ખાસ ફળની પ્રાપ્તી થાય છે. મંગળવારે હનુમાનજીની પૂજા અને વ્રત કરવાથી દેવામાંથી મુક્તિ મળે છે. ત્યાં જ નિસંતાન દંપતીને સંતાન સુખ મળે છે. આજે અમે તમને હનુમાનજીની પૂજા વિધિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. 

આ રીતે કરો પૂજા 
મંગળવારના દિવસે સવારે જલ્દી ઉઠીને સ્નાન કરી વ્રત રાખો. લાલ રંગ હનુમાનજીનો પ્રિય છે માટે આ દિવસે લાલ રંગના વસ્ત્ર પહેરો. ત્યાર બાદ ઈશાન ખૂણામાં ઉત્તર પૂર્વ દિશાને સાફ કરી એક પાટલા પર ભગવાન હનુમાનની સાથે સાથે ભગવાન રામ અને માતા સીતાની મૂર્તિ કે ફોટોની સ્થાપના કરો. 

દિવો કરી ભગવાન રામ અને માતા સીતાની પૂજા આરાધના કરો. ત્યાર બાદ પવનપુત્ર હનુમાનજીની પૂજા કરો. પૂજા વખતે હનુમાનજીને લાલ વસ્ત્ર, સિંદૂર અને લાલ ફૂલ જરૂર ચડાવો. આ દિવસે હનુમાનજીની સામે ચમેલીનું તેલ દીવો સળગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. 

સાથે જ આ દિવસે કથા, સુંદર કાન્ડ અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. અંતમાં હનુમાનજીની આરતી કરો. હનુમાનજીને ગોળ- ચણા, બુંદી વગેરેનો ભોગ લગાવો. તેનાથી હનુમાનજી જલ્દી પ્રસન્ન થશે. 

આ વોતોનું રાખો ધ્યાન 

  • જો તમે મંગળવારના દિવસે પૂજા કે વ્રત કરવા માંગો છો તો આ દિવસે ભૂલથી પણ માંસ કે દારૂનું સાવન ન કરો. 
  • મંગળવારના વ્રત વખતે શ્રીરામજી અને હનુમાનજીના નામનો જાપ કરો. 
  • દરરોજ હનુમાનજીના મંદરે જઈને પરિક્રમા કરો અને વાંદરાને કંઈક ખવડાવો.
  • મંગળવારની પૂજામાં વધારેમાં વધારે નારંગી રંગનો ઉપયોગ કરો. જેથી નારંગી વસ્ત્ર ધારણ કરો અને હનુમાનજીને નારંગી રંગના ફૂલ ચડાવો. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ