બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Property of Manish Sisodia seized in Delhi liquor scam case

લિકર કેસ / શરાબ નીતિ કૌભાંડમાં EDની મોટી કાર્યવાહી: મનીષ સિસોદિયા સહિત કેટલાય લોકોની સંપત્તિ જપ્ત

Dinesh

Last Updated: 08:20 PM, 7 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મનીષ સિસોદિયા અને તેમની પત્ની સીમા સિસોદિયાની 2 સ્થાવર મિલકતો જપ્ત કરાઈ છે, ઉપરાંત રાજેશ જોષી અને ચેરિયટ પ્રોડક્શન મીડિયા પ્રાઈવેટ લિમિટેડની જમીન અને ફ્લેટનો પણ સમાવેશ થાય છે

  • દિલ્હીમાં દારૂ કૌભાંડ કેસમાં ઈડીની કાર્યવાહી
  • મનીષ સિસોદિયા સહિતના લોકોની મિલકત જપ્ત કરાઈ
  • EDએ આ કેસમાં અત્યાર સુધીમાં 12 લોકોની ધરપકડ કરી છે

ઈડીએ શુક્રવારે એક કેસમાં મોટી કાર્યવાહી કરી છે. ઈડીએ આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયા સહિત અન્ય લોકોની સંપત્તિ જપ્ત કરી છે. તમને જણાવી દઈએ કે ઈડીએ આ કાર્યવાહી દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં કરીને રૂપિયા 52.24 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. જેમાં મનીષ સિસોદિયા, અમનદીપ સિંહ ઢલ્લ, રાજેશ જોશી, ગૌતમ મલ્હોત્રા અને અન્ય સામેલ છે.

2 સ્થાવર મિલકતો જપ્ત કરાઈ
જાણકારી મુજબ મનીષ સિસોદિયા અને તેમની પત્ની સીમા સિસોદિયા પાસે 2 સ્થાવર મિલકતો હતી તે જપ્ત કરાઈ છે. આ ઉપરાંત રાજેશ જોષી અને ચેરિયટ પ્રોડક્શન મીડિયા પ્રાઈવેટ લિમિટેડની જમીન અને ફ્લેટનો સમાવેશ થાય છે અને ગૌતમ મલ્હોત્રાની જમીન અને ફ્લેટ પણ દર્શાવવામાં આવ્યો છે.

આ પહેલા રૂપિયા 76.54 કરોડની મિલકત જપ્ત કરાઈ હતી
જપ્ત કરાયેલી મિલકતમાં રૂપિયા 44.29 કરોડની જગમ મિલકતનો સમાવેશ થાય છે. મનીષ સિસોદિયાના 11.49 લાખ રૂપિયા, બ્રિન્ડકો સેલ્સ પ્રાઈવેટ લિમિટેડના 16.45 કરોડ રૂપિયા અને અન્ય બેંક ખાતામાંથી પૈસા જપ્ત કર્યા છે. દારૂ કૌભાંડ કેસમાં આ બીજી મિલકત જપ્તીની કાર્યવાહી છે, આ પહેલા રૂપિયા 76.54 કરોડની સ્થાવર અને જંગમ મિલકતો જપ્ત કરવામાં આવી હતી. તેમાં વિજય નાયર, સમીર મહેન્દ્રુ, અમિત અરોડા, અરુણ પિલ્લઈ અને અન્ય સામેલ હતા.

અત્યાર સુધીમાં કુલ 128.78 કરોડ રૂપિયાની મિલકત જપ્ત કરાઈ
આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 128.78 કરોડ રૂપિયાની મિલકત જપ્ત કરાઈ છે. દારૂ કૌભાંડ કેસના ગુનામાં આવક ઓછામાં ઓછી રૂ. 1,934 કરોડ છે. EDએ અત્યાર સુધીમાં 12 લોકોની ધરપકડ કરી છે અને 5 પ્રોસિક્યુશન ફરિયાદો નોંધી છે તેમજ વધુ તપાસ પણ ચાલુ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ