ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / property developer supertech declared insolvent by company law tribunal

એક્શન / માઠા સમાચાર: ઘરનું ઘર ખરીદનારા 25000 લોકો પર તોળાયું મોટું સંકટ, જાણીતી રિયલ એસ્ટૅટ કંપની નાદાર જાહેર

Published By: Kavan

Last Updated: 05:17 PM, 25 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિયલ એસ્ટેટ કંપની સુપરટેકને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) તરફથી મોટો ઝટકો લાગ્યો છે.

ADVERTISEMENT

  • રિયલ એસ્ટેટ કંપની સુપરટેક નાદાર જાહેર
  • NCLTએ કરી મોટી કાર્યવાહી 
  • 25,000 ઘર ખરીદનારાઓ પર તોળાતું મોટું સંકટ 

ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ NCLTની દિલ્હી બેંચે સુપરટેકને નાદાર જાહેર કરી છે. યુનિયન બેંક ઓફ ઈન્ડિયાની અરજી પર આ નિર્ણય આપવામાં આવ્યો છે.

25,000 ઘર ખરીદનારાઓ પર તોળાતું મોટું સંકટ 

આપને જણાવી દઈએ કે, સુપરટેકમાં લગભગ 25,000 ઘર ખરીદનારાઓનું ભવિષ્ય દાવ પર છે. NCLTના આ નિર્ણયથી ઘર ખરીદનારાઓને પણ અસર થઈ શકે છે. જો કે, સુપરટેકે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે તે આ નિર્ણય સામે એપેલેટ ટ્રિબ્યુનલ (NCLAT)માં અપીલ કરશે.

કંપનીએ શું કહ્યું: 

સુપરટેકે કહ્યું, “ઘરના ખરીદદારોના હિતમાં, પ્રોજેક્ટના નિર્માણ અને ડિલિવરીને પ્રાથમિકતા આપવામાં આવી હતી. અમારી પાસે છેલ્લા 7 વર્ષમાં 40,000 થી વધુ ફ્લેટ પહોંચાડવાનો મજબૂત રેકોર્ડ છે અને અમે અમારા “મિશન” માટે પ્રતિબદ્ધ છીએ. અમે " મિશન કમ્પ્લીશન 2022" હેઠળ અમારા ખરીદદારોને ડિલિવરી કરવાનું ચાલુ રાખીશું, જે અંતર્ગત અમે ડિસેમ્બર, 2022 સુધીમાં 7000 યુનિટ ડિલિવર કરવાનું લક્ષ્ય રાખ્યું છે.

અનેક સ્થળે કર્યું છે કંપનીએ બાંધકામ 

આપને જણાવી દઇએ કે, સુપરટેક લિમિટેડની એનસીઆર-ગુરૂગ્રામ, ગાઝિયાબાદ, નોઈડા અને ગ્રેટર નોઈડામાં અનેક પરિયોજનાઓ આવેલી છે. સુપરટેક લિમિટેડ દ્વારા બનાવવામાં આવેલ ફ્લેટમાં કબજા માટે 25 હજારથી વધુ ખરીદદારો રાહ જોઈને બેઠાં છે.અન્ય એક કિસ્સામાં, ઉત્તર પ્રદેશમાં નોઈડાના સેક્ટર 93-Aમાં સ્થિત સુપરટેક અમ્રલ કોર્ટના બંને ટાવરને 22 મેના રોજ તોડી પાડવામાં આવશે, પરંતુ તોડી પાડવા પહેલા 10 એપ્રિલે ટેસ્ટ બ્લાસ્ટ કરવામાં આવશે.

સંકળાયેલા મુદ્દાઓ

Property developer supertech રિયલ એસ્ટેટ કંપની સુપરટેક New delhi

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ