ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / તો શું તમારું જૂનું પાનકાર્ડ હવે નિષ્ક્રિય થઇ જશે? જાણો શું છે આ PAN 2.0 પ્રોજેક્ટ

કામની વાત / તો શું તમારું જૂનું પાનકાર્ડ હવે નિષ્ક્રિય થઇ જશે? જાણો શું છે આ PAN 2.0 પ્રોજેક્ટ

Last Updated: 10:21 AM, 26 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત સરકારે સૌથી મહત્ત્વના ડોક્યુમેન્ટ પાનકાર્ડ 2.0 પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. હવે આ યોજના અંતર્ગત QR કોડ વાળા નવા પાન કાર્ડ અમલમાં આવશે. આ અંગે કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જાણકારી આપી હતી. આ યોજનાને સોમવારે જ મંજૂરી મળી ગઈ છે અને આ પ્રોજેક્ટ પર સરકાર કરોડો રૂપિયા ખર્ચ કરશે.

ADVERTISEMENT

તમારામાંથી બધાની પાસે પાન કાર્ડ તો હશે જ. પાનકાર્ડ એ ભારતના રહેવાસીઓ માટે એક અગત્યનું ડોક્યુમેન્ટ છે. તમારા તમામ બેન્કિંગ અને ફાયનાન્સ રિલેટેડ માહિતી તમારા પાનકાર્ડમાં સામેલ હોય છે. ત્યારે હવે ભારત સરકારે પાનકાર્ડને અપડેટ કરવાની યોજના અમલમાં મૂકી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ વિશે માહિતી આપતા કહ્યું હતું કે પાનકાર્ડ 2.0 પ્રોજેક્ટને સોમવારે લીલી ઝંડી મળી ગઈ છે અને આ યોજના પાછળ સરકાર લગભગ 1435 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે એટલે હવે આપણને નજીકના ભવિષ્યમાં QR કોડવાળા પાન કાર્ડ મળશે.

શું છે પાન કાર્ડ 2.0 પ્રોજેક્ટ

પાનકાર્ડ 2.0 પ્રોજેક્ટ એ એક ઈ-ગવર્નન્સ યોજના છે જેનો ઉદેશ્ય ટેક્સ પેયર રજીસ્ટ્રેશન સેવાઓને ટેકનોલોજીના માધ્યમથી વધુ સરળ બનાવવાનો છે. આ અંતર્ગત હવે પ્રવર્તમાન પાન/ટેન સિસ્ટમને અપડેટ કરીને વધારે ફાસ્ટ, સુરક્ષિત અને પર્યાવરણને અનુરૂપ બનાવાશે. આ પ્રોજેક્ટથી લગભગ 78 કરોડ પાનકાર્ડ ધારકોને લાભ મળશે. આ યોજનાના અમલ બાદ સેવા વધુ ઝડપી અને સરળ બની જશે તો ડિજિટલ સેવાઓને વધારે આધુનિક અને લોક ઉપયોગી બનાવાશે.

નવા પાનકાર્ડ સાથે મળશે નવી સુવિધા

QR કોડના લીધે ટેક્સ પેયરની જાણકારી તુરંત મળી જશે

QR કોડ ડેટાને સુરક્ષિત રાખશે અને નકલી પાનકાર્ડની સંભાવવાને ઓછી કરશે

ઓનલાઈન ડિજિટલ ટ્રાન્ઝેક્શન અને રિટન ફાઈલિંગ પ્રક્રિયાને સરળ બનાવશે.

શું આવશે નવા બદલાવ?

ટેક્સને લગતી બધી જ સેવાઓ એક જ પોર્ટલ પર મળી રહેશે

તમામ વેપારીઓ માટે બિઝનેસને લગતી માહિતીઓ માટે એક કોમન ઓળખ બનશે

આ નવા પ્રોજેક્ટને લીધે સમયની બચત થશે

વધુ વાંચો: કોઈ વ્યક્તિના મૃત્યુ બાદ આધાર કાર્ડ-પાન કાર્ડનું શું કરવું? જાણો શું છે નિયમો

કેવી રીતે મળશે QR કોડ વાળું પાન કાર્ડ?

પાનકાર્ડ ધારક મફતમાં QR કોડ વાળું પાન કાર્ડ મેળવી શકશે. આ સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન અને સરળ હશે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PAN Card Project 2.0 QR PAN Card Government of India
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ